ગેજેટ ડેસ્કઃ Jio Phone 2નું બુકિંગ 15 ઓગસ્ટથી શરૂ થશે. સ્વતંત્રતા દિનના અવસરે જિયો પોતાનો નવો ફીચર ફોન JioPhone 2 લોન્ચ કરશે. JioPhone 2 અંગે જાહેરાત કંપનીએ પોતાની વાર્ષિક મીટિંગમાં કરી હતી. જિયોફોન 2ની કિંમત 2999 રૂપિયા રાખવામાં આવી છે. 15 ઓગસ્ટથી જિયોફોન 2નું વેચાણ શરૂ થશે જ્યારે કંપની પોતાની હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ સર્વિસ JioGigaFiber માટે પ્રી-રજિસ્ટ્રેશન શરૂ કરશે. ગ્રાહક જિયોની વેબસાઇટ અથવા MyJio એપ દ્વારા બ્રોડબેન્ડ સર્વિસનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.
Jio Phone 2નું બુકિંગ કેવી રીતે કરશો
- Jio Phone 2 ખરીદવા માટે ગ્રાહકોએ MyJio એપ અથવા jio.com પર જવાનું રહેશે.
- તે માટે JioPhone 2ના રજિસ્ટ્રેશન પેજ પર ક્લિક કરો અને Get Now ઓપ્શન સિલેક્ટ કરો.
- ગ્રાહકોએ પોતાનું નામ, મોબાઇલ નંબર અને એડ્રેસ નોંધાવો.
- ગ્રાહકોએ 2999 રૂપિયાનું ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે કારણ કે, JioPhone 2 કેશ ઓન ડિલિવરીની સુવિધા હાલમાં નથી મળી રહી.
- રજિસ્ટ્રેશન પછી Jio Phone 2 નું શીપિંગ શરૂ થશે.
Jio Phone એક્સચેન્જ ઓફર
તમે પોતાના જૂના જિયોફોનને જિયોફોન 2ને એક્સચેન્જ કરાવી શકો છો. આ માટે તમારે 501 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે.
JioPhone 2ના ફીચર્સ
Jio Phone 2 એક ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે જેમાં 2.4 ઇંચની ક્યૂવીજીએ ડિસ્પ્લે છે. તે KaiOS ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. ફીચર ફોન ક્વેર્ટી કીપેડ ધરાવે છે. તે 4જી કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. ફોનમાં ડ્યુઅલ કોર સ્નેપડ્રેગન પ્રોસેસર આપવામાં આવ્યું છે અને 512 MBની રેમ છે અને તે સિવાય તેમાં 4 જીબી ઇન્ટરનલ મેમરી છે, જેને 128 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં VGA ફ્રન્ટ કેમેરા છે અને રિઅર કેમેરા 2 મેગાપિક્સલનો છે. ફોનમાં યુએસબી ચાર્જિંગ પોર્ટ, સ્પીકર, એફએમ રેડિયો, ટોર્ચલાઇટ અને SOS કોલનો ઓપ્શન આપ્યો છે. ફોનમાં 2000 mAhની બેટરી છે. પોપ્યુલર એપ્સ જેવી કે વોટ્સએપ, ફેસબુક અને યૂટ્યૂબ એપ્સ JioPhone 2માં યૂઝ કરી શકાશે.
આ પણ વાંચોઃ JioPhone ને ટક્કર આપશે Xiaomi નો ફીચર ફોન Qin AI, કિંમત 1999 રૂપિયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.