જિયોની બીજી વર્ષગાંઠઃ લોન્ચ કર્યું સેલિબ્રેશન પેક, રોજ ફ્રીમાં મળશે 2GB ડેટા

5 રૂપિયાની ડેરી મિલ્ક સાથે 1 જીબી ડેટા ફ્રી પછી જિયોની નવી ઓફર

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 10:00 AM
જિયો સેલિબ્રેશન પેક | Jio Celebration Pack

ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિયોએ પોતાની બીજી એનિવર્સરીના અવસરે સેલિબ્રેશન પેક લોન્ચ કર્યું છે. આ પેક અંતર્ગત તમામ એક્ટિવ યૂઝર્સને જિયો ફ્રીમાં 10 જીબી ડેટા આપી રહ્યું છે.

રોજ 2 જીબી ડેટા ફ્રીમાં કેવી રીતે મળશે

જિયો એનિવર્સરીના અવસરે રોજ પોતાના ગ્રાહકોને 2 જીબી ડેટા આપી રહ્યું છે. આ ડેટા 11 સપ્ટેમ્બર સુધી મળશે. અર્થાત્ આ ઓફર માત્ર 11 સપ્ટેમ્બર સુધી જ છે. 7 સપ્ટેમ્બરથી આ ઓફરની શરૂઆત થઇ છે. તેવામાં 5 દિવસોમાં યૂઝરને કુલ 10 જીબી ડેટા મળશે. આ ઓફર હેઠળ રોજ રાતે 12 વાગે યૂઝરના એકાઉન્ટમાં 2 જીબી ડેટા આવશે. આ ઓફર અંગેની જાણકારી યૂઝરને માયજિયો એપમાંથી મળશે. જો તમે એ જાણવા ઇચ્છો છો કે તમને આ ફ્રી ડેટા મળી રહ્યો છે કે નહીં તે જાણવા માટે તમે માયજિયોએપમાં માય પ્લાન સેક્શનમાં જઇને ચેક કરી શકો છો.

આ પણ વાંચોઃ 5 રૂપિયાથી કેડબરી ચોકલેટ ખાઓ, Jio ફ્રીમાં આપશે 1GB ડેટા

X
જિયો સેલિબ્રેશન પેક | Jio Celebration Pack
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App