ગેજેટ ડેસ્કઃ પ્રજાસત્તાક દિન (રિપબ્લિક ડે) 26 જાન્યુઆરી નિમિત્તે Jio (જિયો) પોતાના કસ્ટમર્સ માટે 'જિયો રિપબ્લિક ડે ઓફર્સ' લાવ્યું છે. હાલમાં કંપનીએ એક નોટિફિકેશન જાહેર કર્યું છે કે, અન્ય કંપનીઓના પ્લાન્સને ધ્યાનમાં રાખીને પોતાના પ્લાન્સમાં બદલાવ કર્યો છે. જિયોના સૌથી વધારે યૂઝ થતાં 4 પ્લાન્સની કિંમતમાં 50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. એટલું જ નહીં રૂપિયાના ઘટાડાની સાથે ડેટામાં 50 ટકાનો વધારો કર્યો છે. એટલું જ નહીં ફ્રી વોઇઝ કોલ અને અનલિમિટેડ ડેટાવાળા 98 રૂપિયાના પ્લાનની વેલિડિટી બમણી કરી દીધી છે. આ તમામ પ્લાન 26 જાન્યુઆરીથી અસરમાં આવશે. અર્થાત્ નવા પ્લાનના રિચાર્જ 26 જાન્યુઆરીથી શરૂ થશે.
500 MB ડેટા વધુ મળશે
- એરટેલ, વોડાફોન અને આઇડિયાએ હાલમાં જ પોતાના પ્લાન્સ રિવાઇઝ્ડ કર્યા હતા, જિયોએ ફરીથી આ બધા પ્લાન્સને ટક્કર આપતાં પ્લાન્સ રજૂ કર્યા છે.
- રિપબ્લિક ડે ઓફર નિમિત્તે જિયોએ રોજ 1 જીબી ડેટા આપતા પ્લાન્સમાં રોજ 1.5 જીબી ડેટા લિમિટ કરી દીધી છે.
- અર્થાત્ આ પ્લાન્સમાં જિયોએ સીધો 50 ટકા ડેટાનો વધારો કર્યો છે.
- જ્યારે 1.5 જીબી ડેટાવાળા પ્લાન્સમાં જિયો 2 જીબી ડેટા આપી રહ્યું છે.
- આ તમામ પ્લાન્સમાં અનલિમિટેડ ફ્રી વોઇઝ કોલ (લોકલ, એસટીડી અને રોમિંગ) તથા અનલિમિટેડ SMS પણ મળશે.
- આ તમામ ઓફર્સનો લાભ જિયોના પ્રાઇમ કસ્ટમર્સ માટે જ છે.
આગળ જાણો જિયો રિપબ્લિક ડે ઓફર્સના બેસ્ટ પ્લાન્સ અંગે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.