• Home
  • Gadgets
  • Latest
  • જિયો ક્વિકર 2200 રૂપિયા કેશબેક ઓફર | Jio partner with Quikr 2200 Rs

Jio નો ધડાકો, જૂના ફોનની ખરીદી પર પણ મળશે 2200 રૂપિયા કેશબેક

જિયો ક્વિકર 2200 રૂપિયા કેશબેક ઓફર | Jio partner with Quikr 2200 Rs

divyabhaskar.com

Dec 04, 2018, 05:04 PM IST

ગેજેટ ડેસ્કઃ જિયો સ્માર્ટફોન માર્કેટમાં છવાઇ જવાની એક પણ જતી નથી કરતું. પોતાની નવી સ્ટ્રેટજીમાં જિયોએ ક્લાસિફાઇડ એડવર્ટાઇઝિંગ પોર્ટલ Quikr (ક્વિકર) સાથે કેશબેક ઓફર લોન્ચ કરી છે. જિયોની ઓફર અનુસાર, જે પણ વ્યક્તિ ક્વિકરની સાઇટ પરથી Quikr Assured refurbished 4G VoLTE સ્માર્ટફોન ખરીદશે તેને 2200 રૂપિયાનું કેશબેક મળશે. જેનો ઉપયોગ યૂઝર માયજિયો એપ પર જિયોના 198 રૂપિયા અને 299 રૂપિયાના પ્રી-પેઇડ રિચાર્જ કરાવવા માટે કરી શકશે.

ઓફરનો લાભ કેવી રીતે મળશેઃ સૌથી પહેલા ક્વિકર બઝાર સાઇટ પર જિયો ક્વિકરના ઓફિશિયલ ઓફર પેજ પર જાઓ. અહીં કંપની સેકન્ડ હેન્ડ તથા ઓછા યૂઝ થયેલા સ્માર્ટફોન વોરંટી સાથે ખરીદી શકાશે. અહીંયાથી એક વખત સ્માર્ટફોન ખરીદ્યા પછી યૂઝરે કાં તો જિયોનું નવું સિમ ખરીદવાનું રહેશે અથવા પોતાનો ચાલુ જિયો નંબર ક્વિકર પરથી ખરીદેલા 4G સ્માર્ટફોનમાં નાંખવાનું રહેશે. પછી યૂઝરે 198 રૂપિયા કે 299 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. પછી યૂઝરને 2200 રૂપિયાનું કેશબેક માયજિયો એકાઉન્ટમાં વિવિધ ડિસ્કાઉન્ટ વાઉચર્સ તરીકે મળશે. આ ઓફરનો લાભ 29 નવેમ્બરથી 25 ફેબ્રુઆરી, 2019 સુધી ઉઠાવી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 198 રૂપિયા અને 299 રૂપિયાવાળા રિચાર્જમાં 28 દિવસની વેલિડિટી સાથે અનુક્રમે 2 જીબી પ્રતિ દિવસ અને 3 જીબી પ્રતિ દિવસ 4જી ડેટા મળશે. તે સિવાય યૂઝર અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 મેસેજનો લાભ ઉઠાવી શકશે.

X
જિયો ક્વિકર 2200 રૂપિયા કેશબેક ઓફર | Jio partner with Quikr 2200 Rs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી