મોબાઈલ / જિયો ફોનમાં ઉમેરાયું હોટસ્પોટનું ફીચર, ઈન્ટરનેટને બીજા ફોનમાં આવી રીતે વાપરી શકાશે

divyabhaskar.com | Updated - Jan 08, 2019, 06:40 PM
jio phone now provide hotspot future, users easily use internet other phone
X
jio phone now provide hotspot future, users easily use internet other phone

  •  કંપનીએ જિયો ફોન 2017માં અને જિયો ફોન-2ને 2018માં લોન્ચ કર્યો હતો
  • સોફ્ટવેર અપડેટના માધ્યમથી જિયો ફોનમાં વાઈ-ફાઈ હોટસ્પોટનું ફીચર મળશે
  • આ ફીચરની મદદથી જિયોફોનનું ઈન્ટરનેટ બીજા ફોનમાં ચલાવી શકાશે

ગેઝેટ ડેસ્કઃ રિલાયન્સ જિયો ફોનનાં વપરાશકર્તાઓ માટે આનંદના સમાચાર છે. જિયો ફોનમાં પણ હવે વાઈ ફાઈ હોટસ્પોટનું ફીચર આવી ગયું છે. જોકે આ બાબતે કંપની તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ કેટલાંક મીડિયાના અહેવાલમાં આ અંગે માહિતી આપવામાં આવી રહી છે. અહેવાલ મુજબ હવે જિયો ફોનમાં હોટસ્પોટનું ફીચર ઉમેરાયું છે. તેના થકી બીજા ફોનમાં ઈન્ટરનેટ વાપરી શકાશે.

સોફ્ટવેર અપડેટ કરવાથી મળશે આ ફીચર
1.જિયો ફોન અને જિયો ફોન 2માં હોટસ્પોટનું ફીચર મોબાઈલમાં સોફ્ટવેર અપડેટ થકી યૂઝર્સને મોકલવામાં આવશે. જેથી યુઝર્સ પોતાના ફોનમાં સોફ્ટવેર અપડેટ કરવાથી આ સુવિધા મેળવી શકશે. આ ફીચર તમામ જિયો ફોન યુઝર્સ સુધી ક્યાર સુધીમાં પહોંચાડવામાં આવશે તેની માહિતી હજી સામે આવી નથી. પરંતુ જિયો ફોનમાં હોટસ્પોટ ફીચરનો ઉપયોગ કરવા માટે ફોનમાં સોફ્ટવેર અપડેટ કરવું આવશ્યક રહેશે.
હોટસ્પોટનો આવી રીતે ઉપયોગ કરી શકાશે
2.

સૌ પહેલાં ફોનનાં સેટિંગમાં જાઓ. તેમાં નેટવર્ક અને કનેક્ટિવિટી મેનુમાં જાઓ. જેમાં ઈન્ટરનેટ શેરિંગનાં ઓપ્શન ઉપર ક્લિક કરો. અહીં વાઈફાઈ  હોટસ્પોટનું ઓપ્શન દેખાશે. તેના ઉપર ક્લિક કરી ઓન અથવા ઓફ કરી શકો છો. અહીં તમારા મોબાઈલના હોટસ્પોટ નેટવર્કનું નામ અને પાસવર્ડ પણ બદલી શકો છો.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App