ન્યુ યર ઓફર / જિયો આપશે 1095 રૂપિયામાં નવો ફોન, 6 મહિના સુધી બધું જ મફત

divyabhaskar.com | Updated - Jan 03, 2019, 02:38 PM
Jio launches new year offer, calling & data free for 6 month in rs. 1095
X
Jio launches new year offer, calling & data free for 6 month in rs. 1095

  • યૂઝર્સ પોતાનો જૂનો ફીચર ફોન એક્સચેન્જ કરાવીને નવો જિયોફોન મેળવી શકશે
  • જિયોની ઓફિશિયલ વેબસાઇટથી 1095 રૂપિયાનું 'જિયો ફેસ્ટિવ ગિફ્ટ કાર્ડ' ખરીદવાનું રહેશે
  • જિયોનું આ કાર્ડ 12 મહિના સુધી માન્ય રહેશે

ગેજેટ ડેસ્કઃ નવા વર્ષના પ્રારંભમાં જિયો પોતાના ગ્રાહકો માટે ઢગલો નવી ઓફર્સ લાવ્યું છે. જેમાં 399 રૂપિયાના રિચાર્જમાં 100 રૂપિયાનું કેશબેક સામેલ છે. તે સિવાય જિયોફોન માટે પણ રિલાયન્સે 1095 રૂપિયાની ન્યૂ યર ઓફર લોન્ચ કરી છે. આ ઓફર હેઠળ કસ્ટમર્સને જિયોફોનની સાથે ફ્રી ડેટા અને કોલિંગ પણ મળશે.

ઓફર જિયોફોન મોન્સૂન હંગામા સાથે જોડાયેલી છે

1.આ ઓફર હેઠળ નવા યૂઝર્સને 501 રૂપિયામાં જિયો ફોન અને છ મહિના માટે દર મહિને 99 રૂપિયાના વાઉચર્સ આપવામાં આવશે. નવા જિયોફોનની સાથે છ મહિના સુધી વોઇસ કોલિંગ અને ડેટા 1095 રૂપિયામાં મળશે.
2.આ ઓફર જિયોફોન મોન્સૂન હંગામા સાથે જોડાયેલી છે. આથી યૂઝર્સ પોતાનો જૂનો ફીચર ફોન એક્સચેન્જ કરાવીને નવો જિયોફોન મેળવી શકશે
3.જો તમારે પણ આ ઓફરનો લાભ ઉઠાવવો હોય તો જિયોની ઓફિશિયલ વેબસાઇટથી 1095 રૂપિયાનું 'જિયો ફેસ્ટિવ ગિફ્ટ કાર્ડ' ખરીદવાનું રહેશે. ત્યારબાદ કંપની તમને કાર્ડ ડિલીવર કરશે અથવા તમારે ઓફિશિયલ સ્ટોર પર જઇને તેને કલેક્ટ કરવાનું રહેશે.
4.ગ્રાહક કાર્ડ સાથે કોઇ પણ જૂનો ફીચર ફોન આપીને આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે. જિયોનું આ કાર્ડ 12 મહિના સુધી માન્ય રહેશે. જેથી ગ્રાહક નવો જિયોફોન લઇ શકે છે. આ ઓફર સિવાય પણ જિયોફોન 501 રૂપિયામાં એક્સચેન્જ હેઠળ મળી રહ્યો છે, પરંતુ તેમાં તમને 6 મહિનાની સર્વિસ નહીં મળે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App