8 મહિના સુધી આ Jio યૂઝર્સ માટે ફ્રી રહેશે 4G ડેટા, રોજ મળશે 1.5 GB

New Unlimited Data and Calls offer from Reliance Jio
જિયોફાઇની ઓફર માટે જિયો પ્રાઇમની મેમ્બરશિપ જરૂરી છે
જિયોફાઇની ઓફર માટે જિયો પ્રાઇમની મેમ્બરશિપ જરૂરી છે

divyabhaskar.com

Mar 17, 2018, 11:20 AM IST

ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિયો ફરી એક વખત નવી ઓફર લાવ્યું છે. આ નવી ઓફરમાં યૂઝર્સને 8 મહિના સુધી રોજ 1.5 જીબી 4G ડેટા ફ્રી મળશે. આ ઓફર જિયોફાઇ યૂઝર્સ માટે છે. જે યૂઝર્સ 1999 રૂપિયા ખર્ચ કરીને જિયોફાઇ ડિવાઇસ ખરીદશે તેમને જિયો 3595 રૂપિયા સુધીનો બેનિફિટ આપી રહ્યું છે. હવે જાણીએ જિયોની નવી ઓફરનો લાભ કેવી રીતે મેળવી શકાશે.

આવી રીતે મેળવો ફાયદો

- જે કસ્ટમર JioFi ખરીદશે, તેમને ડિવાઇસની ડિલિવરી પછી તેના માટે જિયો સિમ ખરીદવા યૂઝરે રિલાયન્સ ડિજિટલ અથવા જિયો સ્ટોરની વિઝિટ કરવાની રહેશે.
- અહીં જરૂરી KYC કમ્પ્લીટ કર્યા પછી યૂઝરે જિયો સિમ એક્ટિવેશન સમયે 1295 રૂપિયાની કિંમતના ફ્રી ડેટા અંગેનો 8, 6 કે 4 મહિના માટેનો અનલિમિટેડ ડેટા અને કોલિંગ માટેનો પ્લાન સિલેક્ટ કરવાનો રહેશે.
- તેની સાથે 2300 રૂપિયાની વેલ્યૂના વાઉચર્સ પણ મળશે.
- આ વાઉચર્સનો યૂઝ કસ્ટમર PayTm, Ajio અને રિલાયન્સ ડિજિટલમાં કરી શકશે.
- આ ઓફર રિલાયન્સ રિટેલ સ્ટોરથી મેળવી શકાશે.
- જિયોની વેબસાઇટ પર પણ આ અંગે માહિતી અવેલેબલ છે. આ તમામ ઓફર્સની સાથે કસ્ટમર્સ ઇચ્છે તો પ્રાઇમ મેમ્બરશિપ પણ મેળવી શકશે.
- હાલમાં જિયો યૂઝર્સ વચ્ચે ચર્ચા છે કે હાલના પ્રાઇમ મેમ્બર્સની મેમ્બરશિપ 31 માર્ચે પૂર્ણ થઇ રહી છે. હવે નવા પ્રાઇમ મેમ્બર્સ માટે તેની વેલિડિટી શું હશે તે હજી સ્પષ્ટ નથી.

કેવી રીતે કરી શકશો વાઉચર્સનો યૂઝ


- જિયોફાઇની ખરીદી સાથે 800 રૂપિયાના કેશબેક વાઉચર્સ મળશે. જેનો યૂઝ ફ્લાઇટ બુકિંગ સમયે કરી શકશો.
- તે સિવાય AJio પરથી મિનિમમ 1500 રૂપિયાનું શોપિંગ કરશો તો તમને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
- તે સિવાય રિલાયન્સ ડિજિટલમાં યૂઝ કરી શકાય તેવું 1000 રૂપિયાનું વાઉચર પણ મળશે.
- આ કૂપન્સ યૂઝરની માય જિયો એપ્લિકેશન પર જ આવશે.

આગળ જાણો યૂઝરને 8/6/4 મહિના માટે અનલિમિટેડ ડેટા અને કોલિંગનો બેનિફિટ આપતા પ્લાન્સ અંગે

X
New Unlimited Data and Calls offer from Reliance Jio
જિયોફાઇની ઓફર માટે જિયો પ્રાઇમની મેમ્બરશિપ જરૂરી છેજિયોફાઇની ઓફર માટે જિયો પ્રાઇમની મેમ્બરશિપ જરૂરી છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી