• Home
  • Gadgets
  • Latest
  • જિયો આઇપીએલ પેક ઓફર | Jio ipl 2018 offers 102 gb data for 51 days

જિયો લાવ્યું નવું IPL રિચાર્જ પેક, જાણો 251 રૂપિયામાં મળશે કેટલો ફાયદો

જિયો આઇપીએલ પેક ઓફર | Jio ipl 2018 offers 102 gb data for 51 days

divyabhaskar.com

Apr 05, 2018, 08:12 PM IST

ગેજેટ ડેસ્કઃ ભારતમાં ઇન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ લાવનારી રિલાયન્સ જિયો એ પોતાના કસ્ટમર માટે નવું રિચાર્જ પેક લોન્ચ કર્યું છે. જિયોએ 7 એપ્રિલથી શરૂ થતી આઇપીએલની ધ્યાનમાં રાખીને IPL 2018 રિચાર્જ પેક લોન્ચ કર્યું છે. આ ઓફર માટે યૂઝર્સે 251 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. 251 રૂપિયાના રિચાર્જથી જિયો યૂઝરને 51 દિવસની વેલિડિટીની સાથે 102 જીબી ડેટા

મળશે. જિયોનું કહેવું છે કે, 251 રૂપિયાના રિચાર્જથી યૂઝરને રોજ 2 જીબી ડેટા મળશે તેનો ઉપયોગ તેઓ આઇપીએલની લાઇવ ટી-20 મેચ જોવા માટે કરી શકશે. શનિવાર 7 એપ્રિલથી શરૂ થતી ટૂર્નામેન્ટ 51 દિવસો સુધી ચાલશે.

Jio લાવ્યું સ્પેશિયલ ધન ધના ધન લાઇવ શોઃ અગાઉ કૌન બનેગા કરોડપતિ સમયે જિયો પ્લે અલોંગ જેવી જે ગેમ આઇપીએલ માટે પણ તૈયાર કરવામાં આવી છે. તે સિવાય જાણીતા કોમેડિયન સુનીલ ગ્રોવર સાથે મળીને એક સ્પેશિયલ કોમેડી શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, વિરેન્દ્ર સહેવાગ અને કપિલ દેવ પણ આ શોનો ભાગ બની શકે છે. આ શો એક્સક્લુસિવલી માયજિયો એપ પર રજૂ કરવામાં આવશે.

X
જિયો આઇપીએલ પેક ઓફર | Jio ipl 2018 offers 102 gb data for 51 days
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી