Divya Bhaskar

Home » Gadgets » Latest » જિયો આઇપીએલ 2018 ઓફર્સ ગેમ શો લાઇવ મેચ | jio ipl 2018 offers live game show and match

Jioની IPL ઓફર, આપી રહી છે 102 જીબી ડેટા, કરોડો રૂપિયા કાર જીતવાનો મોકો

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 10:50 AM

જિયો IPLની તમામ મેચ ફ્રીમાં લાઇવ દેખાડશે, લોન્ચ કરી છે સ્પેશિયલ રિચાર્જ સ્કીમ

  • જિયો આઇપીએલ 2018 ઓફર્સ ગેમ શો લાઇવ મેચ | jio ipl 2018 offers live game show and match
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ગેજેટ ડેસ્કઃ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને ધ્યાનમાં રાખીને પોતાના યૂઝર્સ માટે ખાસ ઓફર્સ લોન્ચ કરી છે. તેમાં 251 રૂપિયાનું ક્રિકેટ સીઝન પેક લોન્ચ કર્યું છે. આ પેકમાં જિયો ટીવી પર યૂઝર્સ આઇપીએલની સીઝન અર્થાત્ 51 દિવસો સુધી મોબાઇલ પર લાઇવ IPL મેચ જોઇ શકશે. આ પેકમાં યૂઝર્સને 102 જીબી 4જી ડેટા મળશે. રોજ 2 જીબી ડેટા હાઇ સ્પીડ ડેટા લિમિટ મળશે. એટલું જ નહીં જિયો દ્વારા ડેટા પેકની સાથે લાઇવ મોબાઇલ ગેમ અને ક્રિકેટ કોમેડી શો પણ શરૂ કરવામાં આવશે. જિયોએ આ પ્લાન અને ઓફર્સ ભારતમાં આઇપીએલની પોપ્યુલારિટીને ધ્યાનમાં રાખીને લોન્ચ કર્યો છે.


    લાઇવ મોબાઇલ ગેમ જિયો ક્રિકેટ પ્લે અલોંગને દેશમાં કોઇ પણ સ્માર્ટફોન પર રમી શકાશે. આ અંતર્ગત 11 ભાષાઓમાં 7 વીકમાં 60 મેચ રમાશે. જિયોનું કહેવું છે કે, આ ગેમના વિનર્સને મુંબઇમાં ઘર, 25 કાર અને કરોડોના કેશ પ્રાઇઝ જીતવાનો મોકો મળશે. કોમેડી શોની વાત કરીએ તો, કંપનીએ તેને જિયો ધન ધના લાઇવનું નામ આપ્યું છે. આ કોમેડી શોને પણ માયજિયોએપ પર જોઇ શકાશે. આ કોમેડી શોને જિયો યૂઝર્સ અને નોન-જિયો યૂઝર્સ પણ જોઇ શકશે. આ શો 7 એપ્રિલથી શરૂ થશે. તેનું હોસ્ટિંગ જાણીતા કોમેડિયન અને હોસ્ટ સુનીલ ગ્રોવર તથા સમીર કોચર કરશે.

    આગળની સ્લાઇડ્સ પર જાણો ઓફર્સની ડિટેઇલ્સ

  • જિયો આઇપીએલ 2018 ઓફર્સ ગેમ શો લાઇવ મેચ | jio ipl 2018 offers live game show and match
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    જિયોનો કોમેડી શો
    આ શો MyJio એપ પર એક્સક્લુસિવલી જોઇ શકાશે. જિયો અને નોન-જિયો બંને પ્રકારના યૂઝર્સ શોને ફ્રીમાં જોઇ શકશે. 7, એપ્રિલ સાંજે 7.30 કલાકે લાઇવ એપિસોડ શરૂ થશે અને દર શુક્રવાર, શનિવાર અને રવિવારે આ શો ટેલિકાસ્ટ કરવામાં આવશે. કોમેડિયન સુનીલ ગ્રોવર અને સમીર કોચર શોનું હોસ્ટિંગ કરશે. દરેક એપિસોડમાં ગેસ્ટ તરીકે ક્રિકેટર્સ અને સેલિબ્રિટી આવશે. અહેવાલો અનુસાર, આ શોમાં શિલ્પા શિંદે, અલી અસગર, સુગંધા મિશ્રા, સુરેશ મેનન, પરેશ ગણાત્રા, શિવાની દાંડેકર અને અર્ચના વિજય સહિત હાસ્ય કલાકારો, એક્ટર્સ અને એન્કર ભાગ લેશે. શોમાં કપિલ દેવ અને વીરેન્દ્ર સહેવાગ પણ દેખાશે. 

  • જિયો આઇપીએલ 2018 ઓફર્સ ગેમ શો લાઇવ મેચ | jio ipl 2018 offers live game show and match

    જિયોની ક્રિકેટ ગેમ
    'જિયો ક્રિકેટ પ્લે અલોંગ' ગેમ ભારતના તમામ સ્માર્ટફોન યૂઝર્સ રમી શકશે. ગેમ 11 ભારતીય ભાષાઓમાં રમી શકાશે. 7 વીક સુધી 60 મેચ રમાશે. જિયોનું કહેવું છે કે, આ ગેમ દ્વારા યૂઝર્સ મેચ જોવાની સાથે તેમાં ભાગ લઇ રહ્યા છે તેવું અનુભવશે. જિયોનું કહેવું છે કે, આ ગેમના વિનર્સને મુંબઇમાં ઘર, 25 કાર અને કરોડોના કેશ પ્રાઇઝ જીતવાનો મોકો મળશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

Trending