• Gujarati News
  • National
  • Jio Gigafiber Preview Offer | જિયો ગીગાફાઇબર પ્રીવ્યૂ ઓફર

મોબાઇલ પછી બ્રોડબેન્ડ માટે પણ Jio લાવી રહ્યું છે ધમાકેદાર ફ્રી ઓફર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ Jio GigaFiber નું રજિસ્ટ્રેશન 15 ઓગસ્ટથી ભારતમાં શરૂ થઇ ગયું છે. જો કે, હાલમાં યૂઝર માટે ગીગાફાઇબર (બ્રોડબેન્ડ)ની સર્વિસ શરૂ કરવામાં નથી આવી. Jio GigaFiber સર્વિસ શરૂ થતાં પહેલા વેબસાઇટ TelecomTalkનો એક રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર કંપની Jio GigaFiber Preview Offer લોન્ચ કરવાના પ્લાનિંગમાં છે. જિયો ગીગાફાઇબર પ્રીવ્યૂ ઓફર હેઠળ ત્રણ મહિના સુધી 100 MB પ્રતિ સેકન્ડ સુધી 100 GB ફ્રી ડેટા આપવામાં આવશે.

 

કનેક્શન માટે 4500 રૂપિયા ભરવા પડશે
રિપોર્ટ અનુસાર, પ્રીવ્યૂ ઓફર હેઠળ મળનારો ડેટા પ્રતિ મહિનાના હિસાબથી ત્રણ મહિના સુધી મળશે. અર્થાત્ યૂઝરને દર મહિને 100 જીબી ડેટા મળશે. જિયો ગીગાફાઇબર કનેક્શન માટે 4500 રૂપિયા (રિફંડેબલ) ચૂકવવાના રહેશે. રિલાયન્સ જિયો આ ધમાકેદાર ઓફર માટે યૂઝરે કનેક્શન ચાર્જ સિવાય અન્ય કોઇ ચાર્જ ચૂકવવાનો નહીં રહે. યૂઝરે ત્રણ મહિના પછી ભાડું ભરવાનું રહેશે.  


Jio GigaFiberનો ટોપ-અપ પ્લાન
અહેવાલો અનુસાર, જિયો ગીગાફાઇબર યૂઝર ઇચ્છે તો પોતાના બ્રોડબેન્ડ એકાઉન્ટમાં ડેટા ટોપ-અપ પ્લાન પણ એડ કરી શકશે. પ્રીવ્યૂ ઓફર હેઠળના 100 જીબી ડેટા ખતમ થયા પછી યૂઝર ડેટા ટોપ અપ પ્લાનની મદદથી હાઇસ્પીડ બ્રોડબેન્ડની મજા ઉઠાવી શકશે. ડેટા ટોપ-અપ પ્લાન પણ શરૂઆતમાં ફ્રી હશે તેવું રિપોર્ટ સૂચવે છે. રિપોર્ટ્સ અનુસાર, દરેક યૂઝરને દર મહિને 100 જીબી ફ્રી ડેટા સિવાય ટોપ-અપ પ્લાનમાં 40 જીબી એક્સ્ટ્રા ડેટા મળશે. જો કે, તે સ્પષ્ટ નથી કે યૂઝરને એક મહિનામાં કેટલા ફ્રી ટોપ-અપ મળશે.

 

600 ટીવી ચેનલ્સ
અગાઉ સામે આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એક મહિનામાં યૂઝર 25 વખત ટોપ-અપ લઇ શકશે. અર્થાત્ એક મહિનામાં યૂઝર પ્લાન સિવાય કુલ 1.1 ટીબી (40 જીબી x 25 ટોપ-અપ) ડેટાની મજા માણી શકશે. જિયો ગીગાફાઇબરની સાથે Jio GigaTV સેટઅપ બોક્સ પણ આપવામાં આવશે. ગીગાટીવી પર યૂઝર 600થી વધુ ટીવી ચેનલ્સ જોઇ શકશે.

 

6 મહિના સુધી મળ્યો હતો લાભ
રિલાન્યસની વાર્ષિક મીટિંગમાં Jio Gigafiber ના લોન્ચ અંગે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કઇ તારીખથી યૂઝરને તેનો લાભ મળશે તેની કોઇ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. જિયો ગીગાફાઇબર અંગે કંપનીએ કહ્યું હતું કે, જે શહેરમાંથી સૌથી વધુ રજિસ્ટ્રેશન આવશે તે શહેરમાં સૌથી પહેલા ગીગાફાઇબરની સર્વિસ શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિયોનું જ્યારે ટેલીકોમ ક્ષેત્રમાં આગમન થયું હતું ત્યારે તેણે ગ્રાહકોને છ મહિના સુધી પ્રીવ્યૂ ઓફરનો લાભ આપ્યો હતો.

આ પણ વાંચોઃ JioPhone એક્સચેન્જ ઓફરઃ જૂના ફીચર ફોનની સાથે 501 નહીં 1095 રૂપિયા તમારે ચૂકવવા પડશે, સ્કીમની તમામ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ