• Gujarati News
  • National
  • જિયો ડીટીએચ એચડી ચેનલ | Jio New Service DTH With Cheap HD Channels India

Jio Home TV: ઓછા રૂપિયામાં અંબાણી આપશે HD ચેનલ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવ્યા પછી રિલાયન્સ જિયો હવે ટીવી ચેનલ્સના ક્ષેત્રે પ્રવેશ કરવાની છે. અહેવાલો અનુસાર, રિલાયન્સ DTH ફિલ્ડમાં Jio Home TV થકી પ્રવેશશે. જો આમ થશે તો ભારતમાં ડાયરેક્ટ ટુ હોમ (DTH) ફિલ્ડમાં પણ ક્રાંતિકારી ફેરફાર જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, જિયો હોમ ટીવી યૂઝર 200 રૂપિયામાં આખા મહિના માટે તમામ સ્ટાન્ડર્ડ ડેફિનેશન (SD) ચેનલ્સ જોઇ શકશે. જ્યારે SD પેક પર બીજા 200 રૂપિયા ચૂકવીને 400 રૂપિયામાં યૂઝરને હાઇ ડેફિનેશન (HD) ચેનલ્સ પણ જોવા મળશે.  

 

એવું માનવામાં આવી રહ્યું છે કે, આ એનહાન્સ્ડ મલ્ટીમીડિયા બ્રોડકાસ્ટ સર્વિસ (eMBMS) ટેક્નોલોજી પર કામ કરશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ જિયો DTH સર્વિસ નહીં હોય. ટેલિકોમટોકના અહેવાલ અનુસાર, મુકેશ અંબાણીની કંપની જિયો હોમ ટીવી સર્વિસ લોન્ચ કરશે. આ જિયો બ્રોડકાસ્ટ એપનું મોડિફાઇડ વર્ઝન હશે. હાલમાં સિલેક્ટેડ ડિવાઇસ પર તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ એપની શરૂઆત HD કન્ટેન્ટના સ્ટ્રીમિંગ માટે કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર, જિયો પોતાના તમામ યૂઝર માટે આ ફીચર રોલઆઉટ કરશે. તેને જિયો હોમ ટીવી નામ આપવામાં આવશે. જો કે, હજી સુધી આ અંગે જિયો દ્વારા ઓફિશિયલ કોઇ સ્ટેટમેન્ટ આવ્યું નથી. 

 

આગળ જાણો ટીવી ચેનલ માટે જિયો દ્વારા યૂઝ થનારી eMBMS ટેક્નોલોજી અંગે