5 રૂપિયાથી કેડબરી ચોકલેટ ખાઓ, Jio ફ્રીમાં આપશે 1GB ડેટા

જિયો કેડબરી ઓફર | Jio Cadbury 1GB Free Data

divyabhaskar.com

Sep 08, 2018, 10:05 AM IST

ગેજેટ ડેસ્કઃ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનારી જિયોએ પોતાની બીજી એનિવર્સરી પર નવી ઓફર લાવ્યું છે. જિયો નવી ઓફર હેઠળ કેડબરી ચોકલેટની સાથે 1 જીબી ફ્રી 4G ડેટા આપી રહ્યું છે. આ ઓફર માટે ગ્રાહકોએ 5 રૂપિયાવાળી કેડબરીની કોઇ પણ ચોકલેટ ખરીદવાની રહેશે.

1 જીબી ફ્રી ડેટા મેળવવાની પ્રોસેસ
- 5 રૂપિયાવાળી કેડબરી કંપનીની ચોકલેટનું ખાલી રેપર જિયો ગ્રાહક પાસે હોવું જરૂરી છે.
- ફ્રી ડેટા મેળવવા માટે MyJio એપની અપડેટેડ એપ્લિકેશન ગ્રાહકના ફોનમાં હોવી જોઇએ.
- માયજિયો એપની હોમસ્ક્રીન પર એક બેનર દેખાશે તેના પર ક્લિક કર્યા પછી Participate Now બટન દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
- ત્યારબાદ ફ્રી ડેટા મેળવવા માટે ડેરી મિલ્ક ચોકલેટના ખાલી રેપરનો બારકોડ સ્કેન કરવાનો રહેશે.
- ઓફરના નિયમો અને શરતો અનુસાર, 1જીબી ફ્રી ડેટા માટે 5, 10, 20, 40 અને 100 રૂપિયાની કેડબરી ડેરી મિલ્કના ખાલી રેપરનો યૂઝ કરવાનો રહેશે.
- જેમને ડેરી મિલ્ક ન ભાવતી હોય તે 40 રૂપિયાની ડેરી મિલ્ક ક્રેકલ, મિલ્ક રોસ્ટના રેપરનો યૂઝ પણ કરી શકે છે. તે સિવાય 40 અને 80 રૂપિયાની ફ્રૂટ એન્ડ નટ તથા 35 રૂપિયાની લીકેબલ્સના રેપરનો પણ યૂઝ કરી શકાશે.
- આ ફ્રી ડેટા તમને પ્લાનમાં મળતા ફ્રી ડેટા સિવાય વધારાનો રહેશે.
- એક્ટિવ સબ્સક્રાઇબર્સ આ ડેટાને પોતાના એકાઉન્ટમાં મેળવી ને અન્ય યૂઝને ટ્રાન્સફર પણ કરી શકશે.
- તે સિવાય જિયો યૂઝરને આ ફ્રી ડેટાને પ્રથમ ફાઉન્ડેશન નામના એનજીઓને ડોનેટ કરવાનો પણ ઓપ્શન આપે છે, યૂઝરને ડોનેટ કરેલા ડેટાનો ઉપયોગ અંતરિયાળ વિસ્તારના બાળકોને ભણાવવા માટે થશે.
- આ ઓફરનો લાભ 30 સપ્ટેમ્બર સુધી મળશે. ફ્રી ડેટા સ્કેન કર્યાના 7થી8 દિવસમાં યૂઝરના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ જિયોએ લોન્ચ કર્યું સેલિબ્રેશન પેક, રોજ ફ્રીમાં મળશે 2GB ડેટા

X
જિયો કેડબરી ઓફર | Jio Cadbury 1GB Free Data
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી