• Home
  • Gadgets
  • Latest
  • એપલ ઇવેન્ટ 2018 આઇફોન XS લોન્ચ | iPhone XS 2018 launch India

iPhone લોન્ચિંગ થોડીવારમાં, 2 મોડલમાં મળી શકે ડ્યુઅલ સિમ સપોર્ટ

પહેલીવાર iPhoneમાં મળી શકે છે ટ્રિપલ કેમેરા, ડ્યુઅલ કેમેરા અને 6.5 ઇંચની લાર્જ સ્ક્રીન

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 10:23 PM
આઇફોન XS
આઇફોન XS

ગેજેટ ડેસ્કઃ આજે (12 સપ્ટેમ્બર) ભારતીય સમયાનુસાર રાતે 10ઃ30 કલાકે વિશ્વની સૌથી મોટી સ્માર્ટફોન કંપની એપલ પોતાની ઇવેન્ટ શરૂ કરશે. એપલ ઇવેન્ટમાં ત્રણ આઇફોન લોન્ચ થવાના અહેવાલ છે. કંપનીના કેલિફોર્નિયાના ક્યૂપરટિનો સ્થિત હેડક્વાર્ટરમાં સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની ઇવેન્ટ યોજાશે. અહેવાલો અનુસાર, આ ઇવેન્ટમાં કંપની ગત વર્ષે લોન્ચ કરેલા આઇફોન Xનું અપગ્રેડ વર્ઝન iPhone XS અને મોટી સ્ક્રીનવાળો iPhone XS Max (Plus નહીં) લોન્ચ કરશે. તેની સાથે સૌથી સસ્તા iPhone Xc/ Xrને પણ લોન્ચ કરવામાં આવી શકે છે. આ ઇવેન્ટમાં મોટી સ્ક્રીનવાળી સીરિઝ 4ની એપલ વોચ પણ લોન્ચ થઇ શકે છે.

અત્યાર સુધી નવા આઇફોન મોડલ અંગે વિવિધ માહિતી લીક થઇ છે. આ વખતે લોન્ચ થનારા મોડલમાં શું ખાસ હશે, તેની કિંમત અને ફીચર્સ અંગે જાણીએ.

iPhone XS: ગત વર્ષે લોન્ચ થયેલા iPhone Xનું અપગ્રેડ વેરિઅન્ટ. આ વર્ષે લોન્ચ થનારો સૌથી નાની સ્ક્રીનવાળો સ્માર્ટફોન. આ સ્માર્ટફોનમાં 5.8 ઇંચની નૉચવાળી OLED ડિસ્પ્લે મળશે. કંપની આ સ્માર્ટફોનમાં પોતાનું અત્યાર સુધીનું સૌથી એડવાન્સ પ્રોસેસરની સાથે વધુ ક્ષમતાવાળી બેટરી અને ડ્યુઅલ રિઅર કેમેરા આપી શકે છે.

iPhone XS Max: આઇફોન એક્સએસ મેક્સ એપલનો સૌથી મોટી સ્ક્રીનવાળો ફોન હોઇ શકે છે. આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચની OLED ડિસ્પ્લે હશે. તેમાં એપલ પેન્સિલ સાથે 3 રિઅર કેમેરા મળી શકે છે. કંપની આ સ્માર્ટફોનમાં પણ પોતાનું અત્યાર સુધીનું સૌથી એડવાન્સ પ્રોસેસર અને વધુ ક્ષમતાવાળી બેટરી આપશે.

iPhone Xc/Xr: અહેવાલો અનુસાર, આ સૌથી સસ્તો iPhone હશે. તેમાં 6.1 ઇંચની LCD સ્ક્રીન અને સિંગર રિઅર કેમેરા મળશે. મોંઘા સ્માર્ટફોનમાં ગ્લાસ અને સ્ટેઇનલેસ સ્ટીલની ફ્રેમવાળી બોડી મળશે જ્યારે આ સ્માર્ટફોનમાં ગ્લાસ અને એલ્યુમિનિયમ ફ્રેમવાળી બોડી હોઇ શકે છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સાથે આવી શકે છે. જો આવું થસે તો 11 વર્ષમાં પહેલીવાર કોઇ આઇફોનમાં ડ્યુઅલ સિમ મળશે. આ સ્માર્ટફોન રેડ અને બ્લૂ કલર્સમાં મળશે.

નવા iPhoneની કિંમતો
નવા આઇફોનની કિંમતો અંગે પણ ઘણી અટકળો ચાલી રહી છે. ટ્વીટર પર એપલ હબની પોસ્ટ અનુસાર, નવા આઇફોનની શરૂઆતી કિંમત 699 ડોલરથી થઇ શકે છે.

- iPhone Xs : 899 ડોલર (અંદાજે 65340 રૂપિયા)
- iPhone Xs Max : 999 ડોલર (અંદાજે 72600 રૂપિયા)
- iPhone Xr/Xc: 699 ડોલર (અંદાજે 50800 રૂપિયા)

Apple Watch : એપલની ઇવેન્ટમાં નવા આઇફોન સિવાય 4 સીરિઝની નવી સ્માર્ટવોચ પણ લોન્ચ થઇ શકે છે. આ મોટી ડિસ્પ્લેવાળી આઇવોચ ઓલવેઝ ઓન ડિસ્પ્લે સાથે આવી શકે છે.

iPad Pro: આ ઇવેન્ટમાં એપલ 12.9 ઇંચની એજ-ટુ-એજ ડિસ્પ્લેવાળું આઇપેડ પ્રો પણ લોન્ચ કરી શકે છે.

આગળ જુઓ આઇવોચ અને આઇપેડ પ્રોના લીક થયેલા ફોટોગ્રાફ્સ

આ પણ વાંચોઃ iPhone 2018: લોન્ચ પહેલા સામે આવ્યા 'સસ્તા' આઇફોનના નવા કલર્સ અને કિંમત

ઓલવેઝ ઓન ડિસ્પ્લેવાળી મોટી ડિસ્પ્લેવાળી આઇવોચ
ઓલવેઝ ઓન ડિસ્પ્લેવાળી મોટી ડિસ્પ્લેવાળી આઇવોચ
નવું એજ-ટુ-એજ ડિસ્પ્લેવાળું 12.9 ઇંચનું આઇપેડ પ્રો
નવું એજ-ટુ-એજ ડિસ્પ્લેવાળું 12.9 ઇંચનું આઇપેડ પ્રો
X
આઇફોન XSઆઇફોન XS
ઓલવેઝ ઓન ડિસ્પ્લેવાળી મોટી ડિસ્પ્લેવાળી આઇવોચઓલવેઝ ઓન ડિસ્પ્લેવાળી મોટી ડિસ્પ્લેવાળી આઇવોચ
નવું એજ-ટુ-એજ ડિસ્પ્લેવાળું 12.9 ઇંચનું આઇપેડ પ્રોનવું એજ-ટુ-એજ ડિસ્પ્લેવાળું 12.9 ઇંચનું આઇપેડ પ્રો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App