Divya Bhaskar

Home » Gadgets » Latest » iPhone Xs iPhone Xs Max iPhone XR લોન્ચ | Apple launched 3 new iPhones

iPhone XS, 6.5 ઇંચની ડિસ્પ્લેવાળો iPhone XS Max અને સસ્તો iPhone XR લોન્ચ

Divyabhaskar.com | Updated - Sep 14, 2018, 02:11 PM

ત્રણ આઇફોન સાથે 30 સેકન્ડમાં ECG રિપોર્ટ કાઢતી સીરિઝ 4 એપલ વોચ પણ લોન્ચ

  • ગેજેટ ડેસ્કઃ એપલે તેની વાર્ષિક ઇવેન્ટમાં 3 નવા આઈફોન અને ઇસીજી ફિચર ધરાવતી વૉચ લોન્ચ કરી છે. એપલના સીઈઓ ટીમ કૂકે કહ્યું કે વિશ્વમાં અત્યાર સુધીમાં એપલના 2 અબજ IOS ડિવાઈઝ થઈ ગયા છે. આ ડિવાઈઝે લોકોની જીવન શૈલી બદલી નાંખી છે. કંપનીઅે ત્રણ નવા ફોન- XS MAXમાં ડ્યુઅલ સીમ હશે. XR ફોનમાંથી હોમ બટન દૂર કરાયું છે. આ તમામ ત્રણ આઈફોન 28 સપ્ટેમ્બરથી ભારત સહિત 21 દેશોમાં મળવા લાગશે. આ તમામ ફોનની કિંમત 749 ડોલરથી 1099 ડોલર એટલે કે 54 હજારથી લઈ 80 હજાર સુધીની છે. એપલે ઇસીજી ફિચર ધરાવતી વોચ-4 સિરીઝ પણ લોન્ચ કરી છે. 14 સપ્ટેમ્બરથી આ વૉચ ઉપલબ્ધ થશે. જો કે ભારતમાં આ વૉચ હમણા મળશે નહીં. હાર્ટ બિટ માપવાની સાથે ઇસીજી ફિચર પણ આ વૉચમાં હશે જે 30 સેકન્ડમાં ઇસીજી લઈ શકશે.

    iPhone Xs અને iPhone Xs Maxની ડિસ્પ્લે અને પરફોર્મન્સ

    - ગત વર્ષે લોન્ચ કરેલા iPhone Xના અપગ્રેડ વર્ઝન તરીકે નવો આઇફોન Xs (10એસ) લોન્ચ કરવામાં આવ્યો.

    - નવો iPhone Xs 5.8 ઇંચની OLED સુપર રેટિના ડિસ્પ્લે ધરાવે છે. જ્યારે iPhone Xs Max (10એસ મેક્સ) 6.5 ઇંચની સુપર રેટિના OLED ડિસ્પ્લે ધરાવે છે.

    - iPhone Xs અને iPhone Xs Max વચ્ચે માત્ર સ્ક્રીન સાઇઝનો જ ફરક છે. અન્ય તમામ ફીચર્સ સરખા છે.

    - નવા iPhone Xs અને iPhone Xs Maxમાં સ્ટીરિયો સાઉન્ડ મળશે. તે સિવાય એપલના ટ્રેડમાર્ક ફેસઆઇડીને વધુ સિક્યોર બનાવવાનો કંપનીએ દાવો કર્યો છે.

    - ત્રણેય નવા સ્માર્ટફોન એપલની અત્યંત પાવરફુલ A12 Bionic ચિપ અને લેટેસ્ટ iOS 12 સાથે આવશે. કંપનીના દાવા અનુસાર, આ ચિપ અગાઉ કરતાં 50 ઘણી ફાસ્ટ છે અને 40 ટકા ઓછો પાવર યૂઝ કરે છે. નવા આઇફોનમાં આપેલ ન્યૂરલ એન્જિન (Neural Engine) મશીન લર્નિંગને વધુ સારી બનાવશે.

    iPhone Xs અને iPhone Xs Maxના કેમેરા
    - iPhone Xs અને iPhone Xs Maxમાં 12+12 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા અને 7 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેટઅપ છે.

    - આ કેમેરા સ્માર્ટ HDR ફીચર ધરાવે છે. આ ફીચરને કારણે મૂવિંગ ઓબ્જેક્ટનો પણ બેસ્ટ ફોટો ક્લિક કરવો પોસિબલ બનશે. તે સિવાય એપલે પોતાના ટ્રેડમાર્ક પોટ્રેટ મોડ અને પોટ્રેટ લાઇટિંગને અપગ્રેડ કર્યા છે.

    - 12 મેગાપિક્સલના ડ્યુઅલ કેમેરા ડેપ્થ કંટ્રોલ ધરાવે છે, જેને કારણે તમે ફોટોમાં ઇચ્છો તેવું બ્લર (બોકેહ) ઇફેક્ટ આપી શકશો.

    ડ્યુઅલ સિમ સપોર્ટ

    - iPhone Xs અને iPhone Xs Max ડ્યુઅલ સિમ સપોર્ટ કરશે. જો કે, બંને સ્માર્ટફોનમાં ભારતમાં હાલમાં મળે છે તેવા ડ્યુઅલ સિમ સ્લોટ નહીં હોય.

    - સ્માર્ટફોનમાં એક સિમ સ્લોટ હશે પરંતુ બીજો નંબર યૂઝ કરવા માટે eSIM યૂઝ કરી શકાશે. ઇસિમ યૂઝ કરવા માટે તમારે કેમેરો ઓપન કરી જે-તે ટેલિકોમ કંપનીનો QR કોડ સ્કેન કરવાનો રહેશે.

    - ભારતમાં હજી ઇસિમનું ચલણ શરૂ નથી થયું પરંતુ એપલની જાહેરાત અનુસાર એરટેલ, વોડાફોન અને જિયો ભારતમાં eSIM સર્વિસ ટૂંક જ સમયમાં શરૂ કરી શકે છે.

    - ચીનમાં ઇસિમને પરમિશન નથી આથી ત્યાં iPhone Xs અને iPhone Xs Maxના ડ્યુઅલ સિમ સ્લોટ ધરાવતા વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.

    iPhone Xs અને iPhone Xs Maxની કિંમતો

    આઇફોન એક્સએસ અને આઇફોન એક્સએસ મેક્સના 64 જીબી, 256 જીબી અને 512 જીબી વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. iPhone Xs અને iPhone Xs Maxને સિલ્વર, સ્પેસ ગ્રે અને નવા ગોલ્ડ ફિનિશ સાથે ખરીદી શકાશે. iPhone Xsની કિંમત 999 ડોલર (અંદાજે 71783 રૂપિયા)થી શરૂ થાય છે. જ્યારે મોટી સ્ક્રીનવાળા iPhone Xs Maxની કિંમત 1049 ડોલર (અંદાજે 75375 રૂપિયા)થી શરૂ થશે. અમેરિકામાં ફોનનું પ્રી-બુકિંગ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે અને શિપિંગ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે.

    iPhone Xsની કિંમત
    64 જીબીની કિંમત અંદાજે 71783 રૂપિયા
    256 જીબીની કિંમત અંદાજે 82561 રૂપિયા
    512 જીબીની કિંમત અંદાજે96932 રૂપિયા

    iPhone Xs Maxની કિંમત
    64 જીબીની કિંમત અંદાજે 75375 રૂપિયા
    256 જીબીની કિંમત અંદાજે 89746 રૂપિયા
    512 જીબીની કિંમત અંદાજે 104117 રૂપિયા

    આગળ જાણો એપલના સસ્તા iPhone Xr અને એપલ વોચના ફીચર્સ અને કિંમત

  • iPhone Xs iPhone Xs Max iPhone XR લોન્ચ | Apple launched 3 new iPhones
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    iPhone XRના અલગ-અલગ વેરિઅન્ટ્સ

    iPhone Xrના ફીચર્સ

    આઇફોન-એક્સના અપગ્રેડ વર્ઝન સાથે એપલે કિંમતમાં સસ્તો iPhone Xr પણ લોન્ચ કર્યો. iPhone Xr એપલની 6.1 ઇંચની લિક્વિડ રેટિના ડિસ્પ્લે ધરાવે છે. કંપનીએ iPhone Xrને વ્હાઇટ, બ્લેક, બ્લૂ, કોરલ, યલો અને રેડ એમ છ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. 

    આઇફોન Xr (ટેન આર) આઇપી 67 વોટર અને ડસ્ટ રેસિસ્ટન્સ સાથે આવશે. તેમાં 12 મેગાપિક્સલનો સિંગલ રિઅર કેમેરો મળશે. જો કે, કંપનીના દાવા અનુસાર, સિંગલ કેમેરા હોવા છતાં અત્યંત ડાયનેમિક પોટ્રેટ મોડ ફોટોગ્રાફ્સ આઇફોન એક્સઆરથી ક્લિક કરી શકાશે. 

     

    iPhone Xrમાં લેટેસ્ટ A12 બાયોનિક ચિપ છે. તથા તેમાં આઇફોન એક્સએસ જેવું જ સિક્યોર ફેસઆઇડી મળશે. 7 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે. આઇફોન 8પ્લસ કરતાં આઇફોન Xr દોઢ કલાક વધુ સ્ક્રીન ટાઇમ આપશે. 

     

    iPhone Xrની કિંમતો

    64 જીબીની કિંમત અંદાજે 53849 રૂપિયા 
    126 જીબીની કિંમત અંદાજે 57412 રૂપિયા
    256 જીબીની કિંમત અંદાજે 64597 રૂપિયા

  • iPhone Xs iPhone Xs Max iPhone XR લોન્ચ | Apple launched 3 new iPhones
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    એપલ વોચ

    સીરિઝ 4 એપલ વોચના ફીચર્સ

    - અગાઉની સરખામણીમાં નવી એપલ વોચ 30 ટકા વધુ સ્ક્રીન ધરાવે છે. 

    - સ્માર્ટવોચનું ડિજિટલ ક્રાઉન હેપ્ટિક ફીડબેક ધરાવે છે. 

    - એપલ વોચના સ્પીકર અગાઉ કરતાં 50 ટકા વધુ પાવરફુલ છે. જેથી વોચ દ્વારા કોલિંગમાં સરળતા રહે. 

    - એપલ વોચમાં નવું એસ4  પ્રોસેસર છે. 

    - નવી એપલ વોચ ફોલ ડિટેક્ટ ફીચર સાથે આવે છે. તે સિવાય એપલ વોચ માત્ર 30 જ સેકન્ડમાં વ્યક્તિનો ઇસીજી રિપોર્ટ પણ તૈયાર કરી શકે છે. 

    - જો કોઇ વ્યક્તિના ધબકારા ચિંતાજનક ઘટી જાય તો તેની પણ નોટિફિકેશન દ્વારા વોચ જાણ કરશે.

     

    સીરિઝ 4 એપલ વોચની કિંમત

    જીપીએસ મોડેલની કિંમત અંદાજે 28670 રૂપિયા

    સેલ્યુલર મોડેલની કિંમત અંદાજે 35855 રૂપિયા

     

    એપલ વોચનું પ્રી-ઓર્ડર 14 સપ્ટેમ્બરથી શરૂ થશે અને શિપિંગ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે.

  • iPhone Xs iPhone Xs Max iPhone XR લોન્ચ | Apple launched 3 new iPhones
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    iPhone Xs (જમણે) અને iPhone Xs Max (ડાબે)
  • iPhone Xs iPhone Xs Max iPhone XR લોન્ચ | Apple launched 3 new iPhones
    iPhone Xs ડ્યુઅલ રિઅર કેમેરા ધરાવે છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending