Divya Bhaskar

Home » Gadgets » Latest » ઇનફિનિક્સ નોટ 5 ભારતમાં લોન્ચ | Infinix Note 5 launched in India

Infinix Note 5: 10000ના બજેટમાં ધમાકેદાર સ્માર્ટફોન ખરીદવાની પહેલી તક

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 07:42 PM

પ્રીમિયમ લૂક અને સારા કેમેરાવાળો ફોન પોકેટ ફ્રેન્ડલી કિંમતમાં

  • ઇનફિનિક્સ નોટ 5 ભારતમાં લોન્ચ | Infinix Note 5 launched in India
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ઇનફિનિક્સ નોટ 5 પ્રીમિયમ ગ્લાસ ફિનિશ બેક ધરાવે છે

    ગેજેટ ડેસ્કઃ ઇનફિનિક્સ કંપનીએ ભારતમાં પોતાનો ફુલ HD+ ફુલ વ્યૂ ડિસ્પ્લે અને 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરાવાળો સ્માર્ટફોન Infinix Note 5 લોન્ચ કર્યો છે. ઇનફિનિક્સ નોટ 5 એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન છે, જે સ્ટોક એન્ડ્રોઇડ અનુભવ આપે છે. ઇનફિનિક્સે નોટ 5ના કેમેરામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે ઓટો સીન ડિટેક્શન અને પાવર મેનેજમેન્ટનો યૂઝ કર્યો છે. Infinix Note 5ની કિંમત 9999 રૂપિયાથી શરૂ થાય છે. કિંમત અને ફીચર્સના આધારે ઇનિફિનિક્સ નોટ 5ની સીધી ટક્કર શાઓમીના રેડમી નોટ 5 અને ઓનર 9 લાઇટ સાથે થશે.

    Infinix Note 5ના ફીચર્સ
    - 5.99 ઇંચની ફુલ HD+ ફુલ વ્યૂ ડિસ્પ્લે
    - 3/4 જીબી રેમ
    - 32/64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (128 જીબી સુધી એક્સપાન્ડેબલ)
    - 12 મેગાપિક્સલનો રિઅર કેમેરા
    - 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
    - મીડિયાટેક હીલિયો P23 પ્રોસેસર
    - ગ્રાફિક્સ માટે માલી G71 જીપીયુ
    - બેકમાં ફિંગરપ્રિન્ટ સેન્સર
    - 4500 mAhની બેટરી
    - ફાસ્ટ ચાર્જર પણ મળશે
    - ડ્યુઅલ VoLTE સિમ
    - એન્ડ્રોઇડ ઓરિયો 8.1

    Infinix Note 5ની કિંમત
    ઇનફિનિક્સ નોટ 5 ગ્લાસ બોડીવાળો સ્માર્ટફોન છે. તેની ડિસ્પ્લે 2.5ડી કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શન પણ ધરાવે છે. 3 જીબી રેમવાળા વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમવાળા વેરિઅન્ટની કિંમત 11999 રૂપિયા છે. ફોનનું વેચાણ 31 ઓગસ્ટે બપોરે 12 વાગે ફ્લિપકાર્ટ પર શરૂ થશે. આ હેન્ડસેટ આઇસ બ્લૂ, મિલાન બ્લેક અને બર્લિન ગ્રે કલરમાં આવશે.

    આગળ જુઓ Infinix Note 5ના અન્ય ફોટોગ્રાફ્સ

    આ પણ વાંચોઃ Samsung Galaxy Note 9 લોન્ચ, દમદાર પરફોર્મન્સ સાથે મળશે મોટી સ્ક્રીન અને લાંબી બેટરી

  • ઇનફિનિક્સ નોટ 5 ભારતમાં લોન્ચ | Infinix Note 5 launched in India
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઇનફિનિક્સ નોટ 5 એન્ડ્રોઇડ વન પ્રોગ્રામ હેઠળ લોન્ચ થયો છે
  • ઇનફિનિક્સ નોટ 5 ભારતમાં લોન્ચ | Infinix Note 5 launched in India
    આ હેન્ડસેટને આઇસ બ્લૂ, મિલાન બ્લેક અને બર્લિન ગ્રે કલર ખરીદી શકાશે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending