• Home
  • Gadgets
  • Latest
  • હુઆવે નોવા 4 સ્ક્રીનમાં કાણાવાળો ફોન | Huawei Nova 4 screen hole

Huawei Nova 4ની ડિસ્પ્લેમાં હશે કાણું, ખરા અર્થમાં મળશે ફુલ ડિસ્પ્લે

આગામી 17 ડિસેમ્બરે હુઆવે લોન્ચ કરશે નવો સ્માર્ટફોન

divyabhaskar.com | Updated - Dec 06, 2018, 02:56 PM
હુઆવે નોવા 4નો લીક થયેલો ફોટો
હુઆવે નોવા 4નો લીક થયેલો ફોટો

ગેજેટ ડેસ્કઃ Samsung ના કથિત Samsung Galaxy A8s સ્માર્ટફોનને ટક્કર આપવા Huawei નવો સ્માર્ટફોન લાવી રહ્યું છે. અહેવાલો અનુસાર, Huawei Nova 4 ને ચીનમાં 17 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવી શકે છે. કંપનીએ જે પોસ્ટર લોન્ચ કર્યું છે તેમાં ફોનની બોર્ડર દેખાઇ રહી છે અને ફોનની સ્ક્રીન પર એક કાણું પણ દેખાઇ રહ્યું છે.

નોવા 4નો કેમેરા સેટઅપ
Huawei એ પોતાના Weibo એકાઉન્ટ પર Huawei Nova 4 ને 17 ડિસેમ્બરે ફોન લોન્ચ કરવાની માહિતી આપી છે. આ સ્માર્ટફોનમાં બેઝલ વગરની ડિસ્પ્લે હશે. હાલમાં ટ્રેન્ડમાં છે તેવી નૉચ પણ આ ફોનમાં નહીં હોય. ફોનના ડિસ્પ્લે પર એક કાણું હશે. આ કાણું ફ્રન્ટ કેમેરા માટે હશે.

Huawei Nova 4ના સંભવિત ફીચર્સ
બેન ગેસ્કિન દ્વારા લીક કરવામાં આવેલા કોન્સેપ્ટ રેન્ડરથી જણાય છે કે ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. તે ગ્રેડિયન્ટ બેક પેનલ ફિનિશ ધરાવે છે. ફોનમાં લેટેસ્ટ કિરિન 980 પ્રોસેસર, 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મળી શકે છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને એન્ડ્રોઇડ 9 પાઇ મળી શકે છે.

સેમસંગ Galaxy A8s પણ આ પ્રકારની ડિઝાઇન ધરાવતો સ્માર્ટફોન છે, પરંતુ સેમસંગે આ સ્માર્ટફોનના લોન્ચની તારીખ જાહેર નથી કરી.

X
હુઆવે નોવા 4નો લીક થયેલો ફોટોહુઆવે નોવા 4નો લીક થયેલો ફોટો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App