• Home
  • Gadgets
  • Latest
  • હુઆવે મેટ 20 લાઇટ લોન્ચ | Huawei Mate 20 Lite launched at IFA 2018

Huawei Mate 20 Lite લોન્ચ, મળશે બે સેલ્ફી કેમેરા

પાવરફુલ કેમેરા અને પ્રીમિયમ ડિઝાઇનનું કોમ્બિનેશન છે આ નવો સ્માર્ટફોન

divyabhaskar.com | Updated - Sep 03, 2018, 02:19 PM
હુઆવે મેટ 20 લાઇટ ચાર કેમેરા ધરાવે છે
હુઆવે મેટ 20 લાઇટ ચાર કેમેરા ધરાવે છે

ગેજેટ ડેસ્કઃ બર્લિન ખાતે આયોજિત IFA 2018 ઇવેન્ટમાં Huawei Mate 20 Lite સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની ખાસિયત 4 કેમેરા છે. હુઆવે મેટ 20 લાઇટમાં ડ્યુઅલ રિઅર અને ફ્રન્ટ કેમેરા છે. હાલમાં ટ્રેન્ડિંગમાં જણાતી આઇફોન-એક્સ જેવી નૉચ સ્ક્રીન આ સ્માર્ટફોનમાં પણ મળશે. Huawei Mate 20 Liteમાં તમને એઆઇ શોપિંગ આસિસ્ટન્ટ, એઆઇ નોઇઝ કેન્સલેશન, એઆઇ સ્માર્ટ ગેલેરી જેવા ઘણા આર્ટિફિશિયલ ફીચર્સ પણ ફોનમાં મળશે. માર્કેટ અનુસાર, આ સ્માર્ટફોનને સિંગલ અને ડ્યુઅલ સિમ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે.


Huawei Mate 20 Liteના ફીચર્સ
- 6.3 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે
- 4 જીબી રેમ
- 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (મેમરી 512 જીબી સુધી એક્સપાન્ડેબલ)
- 20+2 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- 24+2 મેગાપિક્સલના ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા
- હાઇસિલિકોન કિરિન 710 પ્રોસેસર
- બેક પેનલ પર કેમેરાની નીચે ફિંગરપ્રિન્ટ સેન્સર
- 3750 mAhની બેટરી
- યુએસબી ટાઇપ-સી સપોર્ટ

- એન્ડ્રોઇડ ઓરિયો 8.1

Huawei Mate 20 Liteની કિંમત
હુઆવે મેટ 20 લાઇટની કિંમત 379 પાઉન્ડ (અંદાજે 34800 રૂપિયા) છે. આ સ્માર્ટફોનને 5 સપ્ટેમ્બરે અમેરિકામાં બ્લેક, પ્લેટિનમ રેડ અને સફાયર બ્લૂ કલરમાં ખરીદી શકાશે.

આ પણ વાંચોઃ Oppo F9 Pro: અત્યંત સ્ટાઇલિશ અને પાવરફુલ ફોનનું વેચાણ શરૂ

X
હુઆવે મેટ 20 લાઇટ ચાર કેમેરા ધરાવે છેહુઆવે મેટ 20 લાઇટ ચાર કેમેરા ધરાવે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App