Home » Gadgets » Latest » હુઆમી અમેઝફિટ પેસ અમેઝફિટ કોર સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ | Huami fitness gear launched india

Amazfit Pace સ્માર્ટવોચ અને Amazfit Cor ફિટનેસ બેન્ડ ભારતમાં લોન્ચ

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 01:08 PM

શાઓમીના ઇન્વેસ્ટમેન્ટવાળી હુઆમી કંપનીએ ભારતમાં લોન્ચ કરી સ્માર્ટવોચ

  • હુઆમી અમેઝફિટ પેસ અમેઝફિટ કોર સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ | Huami fitness gear launched india
    (ડાબે) અમેઝફિટ પેસ સ્માર્ટવોચ (જમણે) અમેઝફિટ કોર ફિટનેસબેન્ડ

    ગેજેટ ડેસ્કઃ શાઓમીના ઇન્વેસ્ટમેન્ટવાળી વિયરેબલ બ્રાન્ડ Huami (હુઆમી)એ ભારતમાં પોતાનો પોર્ટફોલિયો એક્સપાન્ડ કરતાં Amazfit Pace સ્માર્ટવોચ અને Amazfit Cor ફિટનેસબેન્ડ લોન્ચ કર્યા છે. બંને પ્રોડક્ટ એક્સક્લુસિવલી એમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકાશે. Amazfit Pace ની કિંમત 9999 રૂપિયા અને Amazfit Corની કિંમત 3999 રૂપિયા રાખવામાં આવી છે.

    AmazFit Paceના ફીચર્સ
    - AmazFit Paceને બે વેરિઅન્ટમાં ખરીદી શકાશે. બ્લેક અને રેડ વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા રાખવામાં આવી છે.
    - Amazfit Paceમાં 2.4GB ઇન્ટરનલ સ્ટોરેજ, સ્ટેઇનલેસ સ્ટીલ હાઉસિંગ, બિલ્ટ-ઇન GPS, GLONASS અને ઓપ્ટિકલ હાર્ટ રેટ સેન્સરની સાથે હાર્ટ રેટ સેન્સરની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
    - અમેઝફિટ ડિસ્ટન્સ, ટાઇમ, પેસ, કેલરી, સ્પીડ, એલિવેશન અને સ્લીપને ટ્રેક કરે છે.
    - કંપનીનો દાવો છે કે, સિંગલ ચાર્જમાં આ સ્માર્ટવોચને 11 દિવસો સુધી યૂઝ કરી શકાશે.
    - સ્માર્ટફોન સાથે કનેક્ટ કર્યા પછી તે ઇનકમિંગ કોલ્સ, મેસેજ, ઇ-મેલ તથા અન્ય એપ્સનું નોટિફિકેશન આપશે.
    - Amazfit Paceમાં 2.5D ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન અને 1.23 ઇંચની IPS LCD કલર ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે.
    - આ સ્માર્ટવોચ IP67 સર્ટિફાઇડ અર્થાત્ ડસ્ટ, વરસાદ અને સ્પ્લેશિંગથી બચશે.
    - આ ડિવાઇસ iOS અને એન્ડ્રોઇડ બંને ડિવાઇસ સાથે કોમ્પિટિબલ છે. સાથે જ તેની ઇન્ટરનલ મેમરી દ્વારા એક્સર્સાઇઝ કરતી વખતે ફોન વગર પણ મ્યુઝિક અથવા મીડિયા કન્ટેન્ટને બ્લૂટૂથ દ્વારા વાયરલેસ ચલાવી શકાશે.

    AmazFit Corના ફીચર્સ
    - Amazfit Cor એક ફિટનેસ બેન્ડ છે, જે ઓપ્ટિકલ હાર્ટ રેટ સેન્સર, સ્લીપ ટ્રેકર, એક્ટિવિટી અને સ્પોર્ટ્સ ટ્રેકર ધરાવે છે.
    - વેધર અપડેટ્સ પણ આ ફિટનેસ બેન્ડ દ્વારા મળશે.
    - અમેઝફિટ કોર ટાઇમર અને સ્ટોપવોચ પણ ધરાવે છે.
    - કંપનીના દાવા અનુસાર, ફિટનેસ બેન્ડ સિંગલ ચાર્જિંગ પછી 12 દિવસો સુધી ચલાવી શકાય છે.
    - તેના કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન સાથે IPS LCD કલર ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે.
    - આ ડિવાઇસ iOS અને એન્ડ્રોઇડ ડિવાઇસ સાથે કોમ્પિટિબલ છે.

    ઓફર્સ
    એમેઝોન ઇન્ડિયા પર પહેલા બે કેશલેક ઓર્ડર પર 100 રૂપિયા સુધી કેશબેક મળશે. તે સિવાય BHIM UPI અથવા RuPay કાર્ડથી પેમેન્ટ કરવા પર 50 રૂપિયા સુધી કેશબેક મળશે. બંને ઓફરનો લાભ 30 સપ્ટેમ્બર સુધી ઉઠાવી શકાશે.

    આ પણ વાંચોઃ Redmi 6A ભારતમાં લોન્ચ, ખિસ્સાને પરવડે તેવો પાવરફુલ સ્માર્ટફોન

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ