HTC U12 Life લોન્ચ, મિડરેન્જમાં મળશે પ્રીમિયમ લૂક

એચટીસી યુ12 લાઇફ લોન્ચ
એચટીસી યુ12 લાઇફ લોન્ચ
એચટીસી યુ12 લાઇફ પ્રીમિયમ લૂક ધરાવે છે
એચટીસી યુ12 લાઇફ પ્રીમિયમ લૂક ધરાવે છે
HTC U12 Life અત્યંત નવી ડ્યુઅલ ટોન લિક્વીડ સરફેસ ધરાવે છે
HTC U12 Life અત્યંત નવી ડ્યુઅલ ટોન લિક્વીડ સરફેસ ધરાવે છે

divyabhaskar.com

Sep 04, 2018, 08:13 PM IST

ગેજેટ ડેસ્કઃ HTC કંપનીએ જર્મનીના બર્લિન શહેર ખાતે યોજાયેલી IFA 2018 ઇવેન્ટમાં પોતાનો નવો મિડરેન્જ સ્માર્ટફોન HTC U12 Life લોન્ચ કર્યો છે. એચટીસી યુ12 લાઇફ કંપનીના હાલના ફ્લેગશિપ સ્માર્ટફોન HTC U12 Plusનું લાઇટ વર્ઝન છે. HTC U12 Lifeમાં 6 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે મળશે, પરંતુ કંપનીએ આ સ્માર્ટફોનમાં નૉચ ડિસ્પ્લે લેવાનું ટાળ્યું છે. જો કે, આ સ્માર્ટફોનમાં બોટમ અને ટોપ બેઝલ્સને શક્ય નાની કરવામાં આવી છે. આ સ્માર્ટફોન 4K વીડિયો રેકોર્ડિંગ ક્ષમતા ધરાવે છે. HTC U12 Life અત્યંત નવી ડ્યુઅલ ટોન લિક્વીડ સરફેસ ધરાવે છે. પહેલીવાર આ પ્રકારની ડિઝાઇન કોઇ સ્માર્ટફોનમાં યૂઝ કરવામાં આવી છે.

HTC U12 Liteના ફીચર્સ
- 6 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે
- 4 જીબી રેમ
- 64 જીબી સ્ટોરેજ
- 16+5 મેગાપિક્સલના ડ્યુઅલ વર્ટિકલ કેમેરા
- 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- ક્વૉલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર
- 3600 mAhની બેટરી
- એન્ડ્રોઇડ ઓરિયો 8.1

HTC U12 Lifeની કિંમત
HTC પોતાના નવા સ્માર્ટફોન U12 Lifeની કિંમત ફ્લેગશિપ સ્માર્ટફોન કરતાં અડધી રાખી છે. કંપનીએ આ સ્માર્ટફોનની કિંમત 300 પાઉન્ડ (અંદાજે 24800 રૂપિયા) રાખી છે. એચટીસી આ સ્માર્ટફોનને સપ્ટેમ્બરના અંતમાં યુરોપમાં લોન્ચ કરશે. આ સ્માર્ટફોનને અમેરિકામાં લોન્ચ કરવામાં નહીં આવે.

આગળ જુઓ HTCના નવા સ્માર્ટફોનના અન્ય ફોટોગ્રાફ્સ

આ પણ વાંચોઃ દેશનું પહેલું સેમસંગ LED થિયેટર, પ્રોજેક્ટર કરતાં 10 ગણી બ્રાઇટનેસ અને ક્લેરિટી મળશે

X
એચટીસી યુ12 લાઇફ લોન્ચએચટીસી યુ12 લાઇફ લોન્ચ
એચટીસી યુ12 લાઇફ પ્રીમિયમ લૂક ધરાવે છેએચટીસી યુ12 લાઇફ પ્રીમિયમ લૂક ધરાવે છે
HTC U12 Life અત્યંત નવી ડ્યુઅલ ટોન લિક્વીડ સરફેસ ધરાવે છેHTC U12 Life અત્યંત નવી ડ્યુઅલ ટોન લિક્વીડ સરફેસ ધરાવે છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી