Home » Gadgets » Apps » સ્લો એન્ડ્રોઇડ ફોનની સ્પીડ વધારો | Empty Folder Cleaner app helps to boost android phone speed

માત્ર 1 ફોલ્ડર ડિલીટ કરવાથી વધી જશે તમારા એન્ડ્રોઇડ ફોનની સ્પીડ

Divyabhaskar.com | Updated - May 12, 2018, 05:26 PM

ઘણીવાર ફોન સ્લો થવાનું મુખ્ય કારણ સ્ટોરેજ ફુલ થવાનું હોય છે

  • સ્લો એન્ડ્રોઇડ ફોનની સ્પીડ વધારો | Empty Folder Cleaner app helps to boost android phone speed
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ગેજેટ ડેસ્કઃ ઘણીવાર સ્માર્ટફોન યૂઝર્સ ફરિયાદ કરતાં હોય છે, કે ફોન સ્લો થઇ ગયો કે ફોન હેંગ થવા લાગ્યો છે. જો કે, ફોન સ્લો થવાનું મુખ્ય કારણ ફોનમાં સ્ટોરેજ ફુલ થવાનું છે. ફોન વારંવાર હેન્ગ થતો હોય ત્યારે યૂઝર ઘણીવાર એક-એક ફોલ્ડર અને ફોટો ડિલીટ કરવાનું શરૂ કરતાં હોય છે.

    - ઉલ્લેખનીય છે કે, ઘણીવાર સ્માર્ટફોનમાં કોઇ મેઇન ફાઇલની ઘણી Cache (કેશે) ફાઇલ ક્રિએટ થતી હોય છે, જે હિડન હોય છે.
    - તેવામાં મેઇન ફાઇલને ડિલીટ કરવા છતાં કેશે ફાઇલ ફોનમાં જ હોય છે.
    - આવી ફાઇલને સર્ચ કરીને ડિલીટ કરવી મુશ્કેલ છે.
    - જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝ કરતાં હો અને આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો, તો અહીં તમારી સમસ્યા સોલ્વ કરવા માટે એક એપ્લિકેશન સૂચવવામાં આવેલ છે.

    આગળ જાણોઃ એન્ડ્રોઇડ ફોનનું પરફોર્મન્સ બૂસ્ટ કરતી પ્રોસેસ અંગે

  • સ્લો એન્ડ્રોઇડ ફોનની સ્પીડ વધારો | Empty Folder Cleaner app helps to boost android phone speed
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    - એન્ડ્રોઇડ ફોન સ્લો હોવાની ફરિયાદ હોય તો તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી Empty Folder Cleaner એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. 
    -  આ એપ્લિકેશનની સાઇઝ અંદાજે 2 MBની આસપાસ છે. 
    - જો કે, ડિવાઇસ પ્રમાણે એપ્લિકેશનની સાઇઝ અલગ-અલગ હોઇ શકે છે. 

  • સ્લો એન્ડ્રોઇડ ફોનની સ્પીડ વધારો | Empty Folder Cleaner app helps to boost android phone speed
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    - એપ ઇન્સ્ટોલ કર્યા પછી એપ્લિકેશનને સ્માર્ટફોનમાં ફોટો, મીડિયા અને ફાઇલ્સની એક્સેસ માટે ALLOW કરવું પડશે. 
    - બાદમાં આ પ્રકારનો ઇન્ટરફેસ તમારા સ્માર્ટફોનમાં દેખાશે. 

  • સ્લો એન્ડ્રોઇડ ફોનની સ્પીડ વધારો | Empty Folder Cleaner app helps to boost android phone speed

    - CLEAN પર ક્લિક કર્યા પછી, એપ્લિકેશન તમારા ફોનની ઇન્ટરનલ સ્ટોરેજને સ્કેન કરીને બિનજરૂરી ફોલ્ડર્સને ડિલીટ કરશે. 
    - આ એપ્લિકેશનને 1 લાખથી 5 લાખ જેટલા યૂઝર્સે ડાઉનલોડ કરી છે. 
    - આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પર 4.4નું રેટિંગ મળેલું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

Trending

વીડિયો વધુ જુઓ