• Home
  • Gadgets
  • Apps
  • વોટ્સએપમાં ગ્રૂપ ડિલીટ કરવાની પ્રોસેસ | How to delete group if you're admin

WhatsApp ગ્રૂપ એડમિન માટે ગ્રૂપ ડિલીટ કરવાની પ્રોસેસ

વોટ્સએપમાં ગ્રૂપ ડિલીટ કરવાની પ્રોસેસ | How to delete group if you're admin

divyabhaskar.com

Aug 28, 2018, 06:52 PM IST

ગેજેટ ડેસ્કઃ આજે મોટાભાગના લોકો WhatsApp એપ્લિકેશનનો યૂઝ કરતાં હશે. તથા એપ્લિકેશન યૂઝ કરનારા મને કે કમને કોઇને કોઇ ગ્રૂપનો ભાગ હશે. કેટલાંક તો ગ્રૂપ એડમિન પણ હશે. મોટાભાગના લોકો એવા કોઇ ને કોઇ ગ્રૂપમાં મેમ્બર હશે જે લાંબા સમયથી ઇનએક્ટિવ હશે. તેવા સંજોગોમાં ઘણા લોકો ગ્રૂપ છોડી (LEFT) કરતાં હોય છે, પરંતુ ધારો કે તમે જ આવા કોઇ ઇનએક્ટિવ ગ્રૂપના એડમિન હો અને તમારે ગ્રૂપ એક્ઝિટ નહીં પણ ડિલીટ જ કરવું હોય તો શું કરવું?

વોટ્સએપ ગ્રૂપ ડિલીટ કરવાની પ્રોસેસ
- તમારે કોઇ ગ્રૂપને ડિલીટ કરવું હોય તો સૌથી પહેલી શરત એ છે કે તમે તે ગ્રૂપના એડમિન હોવા જરૂરી છે.
- હવે તમે જે ગ્રૂપને ડિલીટ કરવા ઇચ્છો છો તેને ઓપન કરો. ગ્રૂપના નામ પર ક્લિક કરશો તો નવી વિન્ડો ખૂલશે જેમાં ગ્રૂપના મેમ્બર્સના નામ લખ્યા હશે.
- હવે ગ્રૂપ ડિલીટ કરવા માટે તમારે સૌથી પહેલા અન્ય તમામ મેમ્બર્સને ગ્રૂપમાંથી ડિલીટ કરવા પડશે.
- ગ્રૂપ એડમિન સિવાય અન્ય તમામ મેમ્બર્સ ડિલીટ થઇ જશે પછી તમારે ગ્રૂપ એક્ઝિ કરવું પડશે.
- ગ્રૂપ એક્ઝિટ કરતાં જ તમારી સામે ગ્રૂપ ડિલીટનો ઓપ્શન આવી જશે. તેના પર ક્લિક કરવાથી ગ્રૂપ ડિલીટ થઇ જશે.

એડમિનનો પાવર વધાર્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને વોટ્સએપમાં ચાલતાં ગ્રૂપ્સના એડમિનનો પાવર વધારતા ફીચરને કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફીચર અનુસાર, ગ્રૂપ એડમિન નક્કી કરી તેટલાં જ લોકો ગ્રૂપમાં પોસ્ટ કરી શકે. આ ફીચરનો હેતુ ગ્રૂપમાં કારણ વગરની પોસ્ટ કે ફોટો પોસ્ટ કરતાં લોકોને કંટ્રોલમાં લાવવાનો છે.

X
વોટ્સએપમાં ગ્રૂપ ડિલીટ કરવાની પ્રોસેસ | How to delete group if you're admin
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી