• Home
  • Gadgets
  • Reviews
  • યૂટ્યૂબથી કેટલા રૂપિયા કમાઇ શકાય | how much a youtuber can earn ft technical guruji

Youtube પર એક વીડિયો અપલોડ કરો તો કેટલા રૂપિયા મળે?

YouTube પર Technical Guruji ચેનલ ચલાવતા ગૌરવ ચૌધરીએ કર્યો આ ખુલાસો

divyabhaskar.com | Updated - Apr 09, 2018, 06:01 PM
YouTube પર TechnicalGuruji ચેનલ ચલાવતા ગૌરવ ચૌધરી
YouTube પર TechnicalGuruji ચેનલ ચલાવતા ગૌરવ ચૌધરી

ગેજેટ ડેસ્કઃ જિયોને કારણે સસ્તા થયેલા ડેટા પ્લાનનો બધા લાભ ઊઠાવતા હોય છે. અગાઉ કરતાં હવે ઓનલાઇન વીડિયો જોવાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને YouTube અને ફેસબુક પર લોકો મોટાપાયે વીડિયો જોતાં હોય છે. તે સિવાય એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ અને હોટસ્ટાર જેવી પણ ઘણી વીડિયો સર્વિસ શરૂ થઇ છે. ઘણા લોકો તો આખા મૂવીઝ ઓનલાઇન જોતાં હોય છે. ઘણા લોકો એવા છે જે માત્ર યૂટ્યૂબ પર વીડિયો પોસ્ટ કરવાનું કામ કરતાં હોય છે. યૂટ્યૂબર તરીકે ઓળખાતા આ લોકો YouTube પર જે વીડિયો પોસ્ટ કરે છે તેના દ્વારા યૂટ્યૂબ તેમને પૈસા આપે છે, પરંતુ હવે સવાલ થાય કે યૂટ્યૂબ પર એક વીડિયો પોસ્ટ કરો તો કેટલા રૂપિયા કમાઇ શકાય?

YouTube પર 55 લાખ કરતા વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતી TechnicalGuruji ચેનલના ગૌરવ ચૌધરીએ આ સવાલનો જવાબ પોતાની જ ચેનલ પર વીડિયો પોસ્ટ કરીને આપ્યો હતો. યૂટ્યૂબર બનવાની મહેચ્છા ધરાવતા લોકોને ગૌરવનું કહેવું છે કે, જો તમે માત્ર પૈસા કમાવવા માટે જ યૂટ્યૂબ ચેનલ શરૂ કરવા ઇચ્છતા હો તો રહેવા દે જો, પરંતુ જો તમારામાં જેન્યુઇન પેશન હોય તો જ તેને પૂર્ણ કરવા ઇચ્છો તો યૂટ્યૂબ ચેનલ શરૂ કરો. પોતાની ચેનલ પર અત્યાર સુધીમાં 1500થી વધુ મોબાઇલ સહિતના વિવિધ ગેજેટ્સ અંગે વીડિયો પોસ્ટ કરનારા ગૌરવનું કહેવું છે કે, YouTube પર સબસ્ક્રાઇબર્સ, લાઇક, ડિસલાઇક અને કોમેન્ટના કોઇ પૈસા નથી મળતા નથી. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે, 1000 કે 10000 સબસ્ક્રાઇબર્સ હોય તો જ પૈસા કમાઇ શકાય, પરંતુ તમારી ચેનલના ઝીરો સબસ્ક્રાઇબર્સ હોય તો પણ તમે કમાણી કરી શકો છો

આગળ જાણો YouTube તમને કેવી રીતે અને કેટલી કમાણી કરાવી શકે

ગૌરવ ચૌધરીની યૂટ્યૂબ ચેનલના 55 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે
ગૌરવ ચૌધરીની યૂટ્યૂબ ચેનલના 55 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે

ગૌરવે પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે, યૂટ્યૂબ પર માત્ર વીડિયો પોસ્ટ કરવાથી પૈસા નથી મળતા. પૈસા તમને એડ પરથી મળે છે. ઘણા વીડિયોમાં તમે બેનર એડ કે ડિસ્પ્લે એડ જોઇ જ હશે. તે સિવાય કેટલાંક વીડિયોની શરૂઆતમાં સ્કિપના ઓપ્શનવાળી એડ તમે જોઇ હશે. આવી તમામ એડના આધારે તમે કમાણી કરી શકો છો. જો કે, યૂટ્યૂબ તમારા વીડિયોને વ્યૂઝ મળતા હશે તો જ એડ મૂકશે. ગૌરવે જે માહિતી શેર કરી તેમાં રસપ્રદ મુદ્દો એ છે કે, યૂટ્યૂબમાં તમારા વીડિયોમાં જે એડ છે તેને ક્યાંથી જોવામાં આવી તેના આધારે યૂટ્યૂબરને પૈસા મળે છે. યૂટ્યૂબની સિસ્ટમ અનુસાર, વિકસિત દેશો (ડેવલપ કન્ટ્રી) અર્થાત્ અમેરિકા, ફ્રાન્સ, જર્મની, યુકે વગેરેમાં જો તમારા વીડિયોમાં મૂકવામાં આવેલી એડ દેખાય તો તેના પૈસા વધારે હોય, જ્યારે ભારત, બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશોમાં (ડેવલપિંગ કન્ટ્રી)માં તમારો વીડિયો દેખાય તો તે એડના પ્રમાણમાં ઓછા રૂપિયા મળે છે. ટેક્નિકલ ગુરુજી તરીકે ફેમસ એવા ગૌરવ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમેરિકા જેવા દેશોમાં તમારા વીડિયોમાં પોસ્ટ કરેલી એડ દેખાય તેના દ્વારા થતી કમાણી ભારત જેવા દેશોમાં તમારા વીડિયો દેખાય તેના કરતાં 5થી 6 ગણી વધુ હોય છે.  

 

આગળ જાણો YouTubeનું બિઝનેસ મોડલ

ગૌરવની ગણના ભારતના ટોચના યૂટ્યૂબર તરીકે થાય છે, જો કે તે દુબઇમાં રહે છે
ગૌરવની ગણના ભારતના ટોચના યૂટ્યૂબર તરીકે થાય છે, જો કે તે દુબઇમાં રહે છે

YouTubeનું બિઝનેસ મોડલ

 

YouTubeનું  બિઝનેસ મોડલ CPM અને RPM બે શબ્દોની આસપાસ ઘૂમે છે.
- CPM  કોસ્ટ પર 1 થાઉસન્ડ ઇમ્પ્રેશન (તમારા કોઇ વીડિયોમાં 1000 વખત એડ આવે તો ગૂગલ તેની પાસેથી એડના કેટલા રૂપિયા લે છે)
- RPM રેવન્યૂ પર 1 થાઉસન્ડ ઇમ્પ્રેશન (ગૂગલ પોતાનો 45 ટકા હિસ્સો રાખી લે પછી તમારી સાથે જે રેવન્યૂ શેર કરે છે તે)
- ગૌરવના જણાવ્યાનુસાર, દરેક વખતે તમારા વીડિયોમાં એડ આવે તે પણ જરૂરી નથી. મારા અનુભવ અનુસાર, તમારા 25થી 40 ટકા વીડિયોમાં જ એડ આવે છે. એડનો ભાવ પણ દર મિનિટે ચેન્જ થતો રહે છે. 
- ગૌરવે પોતાની એક મહિનાની કમાણી અંગે જણાવ્યું કે, જાન્યુઆરી-2017માં મારા વીડિયો 12.50 મિલિયન (1.25 કરોડ વખત) જોવામાં આવ્યા. 
- તે પૈકી એડ માત્ર 25થી 40 ટકામાં આવે અને ગૌરવનો મોટાભાગના વ્યૂઅર્સ ભારત, પાકિસ્તાન તથા હિન્દી સમજી શકે તેવા દેશોમાં છે. 
- ગૌરવને ત્યારે એક મારુતિ ઓલ્ટો અર્થાત્ અંદાજે 3.75 લાખ રૂપિયા જેટલી કમાણી થઇ હતી. 
 

આગળ જાણો યૂટ્યૂબરની લાઇફ કેવી હોય 

ગૌરવ દુબઇમાં ફેમિલી બિઝનેસ ચલાવે છે, તથા દુબઇ પોલીસનો સિક્યોરિટી સિસ્ટમ એન્જિનિયર છે અને પાર્ટ ટાઇમ યૂટ્યૂબર છે
ગૌરવ દુબઇમાં ફેમિલી બિઝનેસ ચલાવે છે, તથા દુબઇ પોલીસનો સિક્યોરિટી સિસ્ટમ એન્જિનિયર છે અને પાર્ટ ટાઇમ યૂટ્યૂબર છે

ગૌરવે જણાવ્યું હતું કે, જેમ કોઇ સામાન્ય વ્યક્તિ કામ કરે છે તેવું જ કામ એક ફુલ ટાઇમ યૂટ્યૂબરનું પણ છે. એવું નથી કે યૂટ્યૂબર બનવાથી નોટોનો વરસાદ શરૂ થઇ જશે. અહીં પણ તમારે સવાર સાંજ કામ કરવું પડશે. મોડે સુધી વીડિયો એડિટ કરવા પડશે. ટાઇમલાઇનને અનુસરવું પડશે. બાદમાં તમારા ખાતામાં પૈસા પહોંચે છે. ગૌરવે જણાવ્યું કે, એક સારો યૂટ્યૂબર સ્પોન્સરશિપ તથા વિવિધ ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરીને પણ પૈસા કમાઇ શકે છે. 

 

X
YouTube પર TechnicalGuruji ચેનલ ચલાવતા ગૌરવ ચૌધરીYouTube પર TechnicalGuruji ચેનલ ચલાવતા ગૌરવ ચૌધરી
ગૌરવ ચૌધરીની યૂટ્યૂબ ચેનલના 55 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છેગૌરવ ચૌધરીની યૂટ્યૂબ ચેનલના 55 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે
ગૌરવની ગણના ભારતના ટોચના યૂટ્યૂબર તરીકે થાય છે, જો કે તે દુબઇમાં રહે છેગૌરવની ગણના ભારતના ટોચના યૂટ્યૂબર તરીકે થાય છે, જો કે તે દુબઇમાં રહે છે
ગૌરવ દુબઇમાં ફેમિલી બિઝનેસ ચલાવે છે, તથા દુબઇ પોલીસનો સિક્યોરિટી સિસ્ટમ એન્જિનિયર છે અને પાર્ટ ટાઇમ યૂટ્યૂબર છેગૌરવ દુબઇમાં ફેમિલી બિઝનેસ ચલાવે છે, તથા દુબઇ પોલીસનો સિક્યોરિટી સિસ્ટમ એન્જિનિયર છે અને પાર્ટ ટાઇમ યૂટ્યૂબર છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App