ઓનર બ્રાન્ડના Honor 9N, Honor 10, Honor 9i, Honor 9 Lite ને સસ્તામાં ખરીદવાનો મોકો

Honor 9N મિડરેન્જમાં આઇફોન-એક્સ જેવી સ્ક્રીન આપે છે
Honor 9N મિડરેન્જમાં આઇફોન-એક્સ જેવી સ્ક્રીન આપે છે

divyabhaskar.com

Aug 25, 2018, 05:31 PM IST

ગેજેટ ડેસ્કઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર કંપની હુઆવેની સબ-બ્રાન્ડ ઓનરે 'The Great Honor Sale'ની જાહેરાત કરી છે. ધ ગ્રેટ ઓનર સેલ આગામી 27થી 29 ઓગસ્ટ દરમિયાન ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ પર ચાલશે. ત્રણ દિવસ ચાલનારા આ સેલની સૌથી મોટી ખાસિયત 1 કલાકનો ફ્લેશસેલ રહેશે. આ ફ્લેશસેલમાં Honor 9N ખરીદી શકાશે. સાથે જ Honor 9 Lite, Honor 9i અને Honor 10 પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

5000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ પર થનારા The Great Honor Saleમાં Honor 9 Liteના 4 જીબી/64 જીબી વેરિઅન્ટને 14,999 રૂપિયામાં ખરીદી શકાશે. પરંતુ આ હેન્ડસેટ પર તમને 3000 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળશે. Honor 10ની કિંમત આમ તો, 32999 રૂપિયા છે પરંતુ સેલમાં તમે આ સ્માર્ટફોનને 5000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 27999 રૂપિયામાં ખરીદી શકશો. ઓનરનો પહેલો ડ્યુઅલ રિઅર અને ફ્રન્ટ કેમેરાવાળો સ્માર્ટફોન Honor 9iની કિંમત 17999 રૂપિયા છે, પરંતુ સેલ દરમિયાન 12999 રૂપિયામાં ખરીદી શકાશે.

બપોરે 12 વાગે યોજાશે ફ્લેશ સેલ

27 ઓગસ્ટ રાતના 12 વાગ્યાથી Honor 9Nના 4જીબી રેમ/64 જીબી અને 4જીબી રેમ/128 જીબી વેરિઅન્ટનો ઓપન સેલ શરૂ થઇ જશે. ઓનર 9N પરના ડિસ્કાઉન્ટ અંગે હજુ કોઇ ખુલાસો કરવામાં નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે, 28 ઓગસ્ટે બપોરે 12 વાગે Honor 9Nના 3 જીબી રેમ/ 32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટનો ફ્લેશ સેલ યોજાશે. HDFC બેન્કના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે. ઉલ્લેખનીય છે કે, સિલેક્ટેડ ઓનર સ્માર્ટફોન ખરીદવા પર જ આ બેનિફિટ મળશે.

આ પણ વાંચોઃ Honor 10: આઇફોન X જેવો લૂક અને 'કલર બદલતી' બોડીવાળો સ્માર્ટફોન લોન્ચ

X
Honor 9N મિડરેન્જમાં આઇફોન-એક્સ જેવી સ્ક્રીન આપે છેHonor 9N મિડરેન્જમાં આઇફોન-એક્સ જેવી સ્ક્રીન આપે છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી