Divya Bhaskar

Home » Gadgets » Latest » ઓનર 7એ લોન્ચ ભારતમાં કિંમત | budget phone honor 7A launched india price

Honor 7A થયો લોન્ચ, ડ્યુઅલ રિઅર કેમેરાવાળો સસ્તો ફોન

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 12:31 PM

Honor એ લોન્ચ કર્યો ડ્યુઅલ કેમેરાવાળો પાવરફુલ અને સસ્તો ફોન

  • ઓનર 7એ લોન્ચ ભારતમાં કિંમત | budget phone honor 7A launched india price
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઓનર 7A ફેસ અનલોક ફીચરને સપોર્ટ કરે છે

    ગેજેટ ડેસ્કઃ હુઆવેની ઓનર બ્રાન્ડે ગત સપ્તાહે ચીનમાં પોતાના લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન Honor 7A લોન્ચ કર્યો. આ હેન્ડસેટ સ્ટીરિયો સ્પીકર અને 18:9ના લેટેસ્ટ ફુલ વ્યૂ ડિસ્પ્લે સાથે આવે છે અને તે પણ રિઝનેબલ પ્રાઇઝમાં. ઉલ્લેખનીય છે કે, ઓનર 7એ ગત વર્ષે લોન્ચ થયેલા ઓનર 6એનું અપગ્રેડ વર્ઝન છે. ઓનર 7એની સીધી ટક્કર શાઓમીના બજેટ સ્માર્ટફોન રેડમી 5 સાથે થશે.

    ઓનર 7એના ફીચર્સ અને કિંમતઃ 5.7 ઇંચની 18:9 એસ્પેક્ટ રેશિયોવાળી HD+ ફુલ વ્યૂ સ્ક્રીન, 2 જીબી/ 3જીબી રેમ, 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, 3 જીબી રેમવાળા વેરિઅન્ટમાં 13 MP + 2 MPના ડ્યુઅલ રિઅર કેમેરા છે. જ્યારે 2 જીબી રેમવાળા વેરિઅન્ટમાં 13 MPનો સિંગલ કેમેરા છે. બંને વેરિઅન્ટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળશે. એન્ડ્રોઇડ ઓરિયો 8.0 પર ચાલતા ઓનર 7એમાં ઓક્ટાકોર ક્વોલકોમ 430 પ્રોસેસર છે. ગ્રાફિક્સ માટે એડ્રીનો 505 જીપીયુ છે. ફોનમાં 3000 mAhની બેટરી છે.

    ઓનર 7એના 2 જીબી વેરિઅન્ટની ચીનમાં અંદાજે 8300 રૂપિયા કિંમત છે. જ્યારે 3 જીબી વેરિઅન્ટની ચીનમાં કિંમત અંદાજે 10,300 રૂપિયા છે. ભારતમાં આ ફોન ક્યારે લોન્ચ થશે તે અંગે કોઇ સત્તાવાર માહિતી નથી.

    આગળ જાણો ઓનર 7Aના અન્ય ફીચર્સ અંગે

  • ઓનર 7એ લોન્ચ ભારતમાં કિંમત | budget phone honor 7A launched india price
    ફોનમાં 3.5 mm હેડફોન જેક, ગ્રેવિટી સેન્સર, પ્રોક્સિમિટી સેન્ટર, ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. ફોનનું વજન 150 ગ્રામ છે. ઓનર 7એ ઓરોરા બ્લૂ, બ્લેક અને પ્લેટિનમ ગોલ્ડ રંગમાં અવેલેબલ થશે.


     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

Trending