અમલ / ગૂગલે એપ સ્ટોર પરથી ટીક ટોકને હટાવી દીધું, કોર્ટના આદેશ પર લીધો નિર્ણય

Divyabhaskar.com | Updated - Apr 17, 2019, 10:34 AM
Government order to Google and Apple to remove Tik Tok from the App Store
X
Government order to Google and Apple to remove Tik Tok from the App Store

  • ટીક ટોકને એપ સ્ટોર પરથી હટાવવા ગૂગલ અને એપલને સરકારે નિર્દેશ કર્યો હતો
  • મદ્રાસ હાઈકોર્ટે ટીક ટોકના ડાઉનલોડ ઉપર બ્રેક મારવા નિર્દેશ કર્યો હતો
  • દિલ્હીમાં વીડિયો બનાવતી વખતે ગોળી છૂટતાં યુવકનું મોત થયું હતું

ગેજેટ ડેસ્ક. ભારત સરકારે ગૂગલ અને એપલ સ્ટોરને પ્લે સ્ટોરમાંથી ટીક ટોકની એપ્લિકેશનને હટાવવાનો આદેશ કર્યો હતો. સરકારના આદેશનું પાલન કરતાં આખરે ટીક ટોકને હટાવી દીધું છે. હવે લોકો ટીક ટોક એપને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ નહીં કરી શકે. પરંતુ જે લોકો પાસે પહેલાંથી જ ટીકટોક એપ ઉપલબ્ધ છે તે લોકો આ એપનો ઉપયોગ કરી શકશે. 

ભારત સરકારનાં ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના મંત્રાલયએ આ નિર્દેશ સુપ્રીમ કોર્ટે સોમવારે આપવામાં આવેલા આદેશ પછી કર્યો છે. ટીકટોકની માલિકી હક ધરાવતી કંપની બાઈટ ડાન્સે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ ખંડપીઠે કંપનીના પક્ષની ગેરહાજરીમાં જ એપ ઉપર બેન લગાવવાનો એકતરફી નિર્ણય જારી કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટનાં આદેશ ઉપર સ્ટે લાવવા માટે સુપ્રિમ કોર્ટમાં દાદ માંગી હતી. જે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

હાઈકોર્ટે ટીકટોકના ડાઉનલોડ ઉપર બેન લગાવ્યો હતો

1.મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ ખંડપીઠે 3 એપ્રિલનાં રોજ એક આદેશ જારી કરી દેશભરમાં ટીકટોકના ડાઉનલોડ ઉપર બેન લગાવવાનો નર્દેશ કર્યો હતો. હાઈકોર્ટે તેની પાછળ એવો તર્ક આપ્યો હતો કે, આ એપ થકી પોર્નોગ્રાફીને પણ બળ મળે છે. ત્યારબાદ આ સમગ્ર મામલો સુપ્રિમ સુધી પહોંચ્યો હતો. જ્યાં જસ્ટિસ રંજન ગોગોઈની આધ્યક્ષતા વાળી બેન્ચે સોમવારે મદ્રાસ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો અને સમગ્ર મામલો હજી વિચાર માંગી લે તેવો હોવાનું જણાવ્યું હતું. આ બાબતે સુપ્રિમ કોર્ટ 22 એપ્રિલે વધુ સુનાવણી કરશે.
થર્ડ પાર્ટી કન્ટેન્ટની જવાબદારી અમારી નથી-કંપની
2.એક મીડિયાના અહેવાલ મુજબ, કંપનીએ કોર્ટના આદેશને અપમાનજનક, ભેદભાવપૂર્ણ અને મનમાની વાળો ગણાવ્યો હતો. જોકે તેની પાબંધીને લઈને કંઈપણ કહેવાનું ટાળ્યું હતું. સાથે તેનું કહેવું એમ પણ હતું કે, કોઈ થર્ડપાર્ટી દ્વારા અપલોડ કરેલા કન્ટેન્ટ માટે અમને જવાબદાર ગણવા તે ખોટું છે. કંપનીએ જુલાઈ 2018થી અત્યારસુધીમાં 60 લાખ કરતાં વધુ એવા વીડિયો પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. જે કંપનીની ગાઈડલાઈનની વિરૂદ્ધમાં હતા. 
પાબંધી પહેલાં જોડાયા 9 કરોડ ભારતીય યુઝર્સ
3.ટીક ટોક એપને સંગીતમય નામ સાથે લોન્ચ કરવામાં આવી હતી. પછી તેનું નામ બદલીને ટીકટોક રાખવામાં આવ્યું હતું. એક અહેવાલ મુજબ 2019નાં પ્રારંભના ત્રણ મહિનામાં જ ટીકટોક પ્લેટફોર્મ પર 9 કરોડ નવા ભારતીય યૂઝર્સ જોડાયા હતા. જ્યારે આ એપને દુનિયાભરમાં અંદાજે 100 કરોડ કરતાં વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.
વીડિયો બનાવતી વખતે યુવકનું મોત થયું હતું
4.દિલ્હીમાં ટીક ટોક વીડિયો બનાવતી વખતે એક યુવકનું મોત થયું હતું. મીડિયા રિપોર્ટસ મુજબ ત્રણ મિત્રો ટીકટોક માટે વીડિયો બનાવી રહ્યા હતા. તેવામાં એક યુવકના હાથમાં રહેલી અસલી પિસ્તોલમાંથી ગોળી છૂટી જતાં 19 વર્ષિય યુવકને વાગતાં તેનું મોત નિપજ્યું હતું.  
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App