• Home
  • Gadgets
  • Latest
  • ગૂગલ વિઝફોન WP006 4G લોન્ચ | Google launched feature at Rs 500

Jio Phoneની ટક્કરમાં આવ્યો ગૂગલનો ફોન, કિંમતમાં સાવ સસ્તો

divyabhaskar.com

Dec 06, 2018, 04:54 PM IST
ગૂગલ વિઝફોન WP006 4G લોન્ચ | Google launched feature at Rs 500

ગેજેટ ડેસ્કઃ ગૂગલે ઇન્ડોનેશિયા WizPhone WP006 નામનો 4G ફીચર ફોન લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત IDR 99,000 (લગભગ 500 રૂપિયા) રાખવામાં આવી છે. ગૂગલનો આ ફોન KaiOS ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. આ ફોન દેખાવમાં જિયો ફોન જેવો જ લાગે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ફોન ઇન્ડિયન માર્કેટ લોન્ચ થશે તો તેની સીધી ટક્કર જિયો ફોન સાથે થશે.


WizPhone WP006ના ફીચર્સ
- આ ફીચર ફોનમાં 2.4 ઇંચની ડિસ્પ્લે મળશે.
- 4 જીબી ઇન્ટરનલ મેમરી અને 512 એમબી રેમ મળશે.
- આ ફોન KaiOS ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.
- તેમાં 1,800 mAh ની બેટરી આપવામાં આવી છે.
- ફોનમાં 2MP નો રિઅર કેમેરા ફ્લેશ સાથે મળશે. જ્યારે ફ્રન્ટમાં VGA કેમેરો આપવામાં આવ્યો છે.

વોટ્સએપ-ફેસબુક પણ ચાલશે
KaiOS ઓપરેટિંગ સિસ્ટમમાં વોટ્સએપ અને ફેસબુક સપોર્ટ પણ મળશે. અર્થાત્ ગૂગલના આ ફોનમાં બંને સોશિયલ એપ્સ ચાલશે. એટલું જ નહીં આ ઓપરેટિંગ સિસ્ટમ પર યૂટ્યૂબ પણ ચાલશે. આ ફોનમાં ગૂગલ આસિસ્ટન્ટ પણ મળશે.

X
ગૂગલ વિઝફોન WP006 4G લોન્ચ | Google launched feature at Rs 500
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી