Home » Gadgets » Latest » ગૂગલ Pixel 3XL લીક | Google Pixel 3xl leak with notch screen

Google Pixel 3XL થયો લીક, મળશે આઇફોન જેવી સ્ક્રીન અને ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા

Divyabhaskar.com | Updated - Jul 31, 2018, 04:58 PM

ગૂગલ પોતાનો આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન Pixel 3 અને Pixel 3XL લોન્ચ કરવાની તૈયારી છે, ફોનના વ્હાઇટ વેરિઅન્ટનો ફોટો લીક થયો

  • ગૂગલ Pixel 3XL લીક | Google Pixel 3xl leak with notch screen
    ગૂગલ પિક્સલ 3XLનો લીક થયેલો ફોટો

    ગેજેટ ડેસ્કઃ ગૂગલ પોતાના આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન Google Pixel 3 અને Google Pixel 3 XL લોન્ચ કરવાની તૈયારીમાં છે. લોન્ચિંગ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ સ્માર્ટફોનના ફોટોગ્રાફ્સ, ડિઝાઇન, ફીચર્સ લીક થઇ રહ્યા છે. નવા લીક અનુસાર, આ વખતે ગૂગલે પણ Google Pixel 3 અને Google Pixel 3XLની સ્ક્રીન પર નૉચ આપશે. તે સિવાય આ વખતે પણ કંપની સિંગલ કેમેરા સેટઅપ જ આપશે અને સોફ્ટવેર દ્વારા જ બોકેહ (બેકગ્રાઉન્ડ બ્લર) ઇફેક્ટ આપવામાં આવશે.

    - અહેવાલ અનુસાર, આ વખતે કંપની ફોનની સાથે લાયરલેસ ચાર્જિંગ સ્ટેન્ડ પણ આપશે, જેને પિક્સલ સ્ટેન્ડ કહેવામાં આવશે.
    - XDA ફોરમ અનુસાર, Pixel 3XLનો વ્હાઇટ વેરિઅન્ટ લીક થયો છે, જેમાં ફ્રન્ટ અને બેક દેખાઇ રહ્યા છે.
    - વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ હોવાની વાતને કારણે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, ફોન ગ્લાસ બેકવાળો હશે.

    બે ફ્રન્ટ કેમેરા
    - લીક થયેલા ફોટો અનુસાર, ગૂગલ પિક્સલ 3માં ભલે એક રિઅર કેમેરો હશે, પરંતુ ફ્રન્ટમાં ડ્યુઅલ કેમેરા મળશે.
    - ફોનની બેકસાઇડમાં જ ફિંગરપ્રિન્ટ સ્કેનર મળશે.
    - 9 to 5 ગૂગલના અહેવાલ અનુસાર, ગૂગલ પિક્સલ 3 અને પિક્સલ 3 XLમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર હશે.
    - આ વખતે ફોન વૉટર રેસિસ્ટન્સ હોવાની પણ શક્યતા છે.

    આ પણ વાંચોઃ વનપ્લસ 6 રિવ્યૂઃ 35000 રૂપિયાના ફોનમાં ખરેખર કેટલો દમ છે?

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ