Home » Gadgets » Latest » ગૂગલ પિક્સલ 3 એક્સએલ લીક | Google Pixel 3 XL new screen design

આવો હશે Google Pixel 3 XL, ફોટો થયો લીક

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 07:43 PM

Pixel 3 XLમાં જોવા મળશે iPhone X જેવી સ્ક્રીન

  • ગૂગલ પિક્સલ 3 એક્સએલ લીક | Google Pixel 3 XL new screen design
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રિપોર્ટ્સ અનુસાર તૈયાર થયેલી ગૂગલ પિક્સલ 3 (જમણે) અને ગૂગલ પિક્સલ 3 XL (ડાબે) ની ડિઝાઇન

    ગેજેટ ડેસ્કઃ બેસ્ટ કેમેરા સ્માર્ટફોન એટલે ગૂગલ પિક્સલ 2 અને પિક્સલ 2 XL. બંને સ્માર્ટફોન કેમેરા ક્વોલિટીના મામલે બેસ્ટ છે. કેમેરો જ નહીં આ સ્માર્ટફોન એન્ડવાન્સ સોફ્ટવેર અને હાર્ડવેરનું બેસ્ટ એક્ઝામ્પલ છે. હવે વારો છે તેના નેક્સ્ટ જનરેશન મોડલ અર્થાત્ Pixel 3 અને Pixel 3 XLનો.

    બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, Pixel 3 અને Pixel 3 XLને આ વર્ષે જ ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવશે. એવા પણ સમાચાર છે કે પિક્સલ 3 XLમાં આઇફોન-X જેવો સ્ક્રીન નૉચ હશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં લોન્ચ થયેલા એન્ડ્રોઇડ Pમાં તમને નૉચ સપોર્ટ મળશે. આ સ્માર્ટફોનમાં તમને એજ-ટુ-એજ ડિસ્પ્લે મળશે અને બોટમમાં ચિન હશે. હાલમાં જ આ પ્રકારની ડિઝાઇન OnePlus 6 અને Vivo X21માં જોવા મળશે.


    - Pixle 3 અને Pixel 3 XLનું ડિસ્પ્લે પ્રોટેક્ટર લીક થયું છે, જેમાં દેખાય છે કે, Pixel 3 XLમાં ફ્રન્ટમાં બે સેલ્ફી કેમેરા આપેલા છે. અહીં ડિસ્પ્લેની નૉચ નીચે બે કેમેરા દેખાઇ રહ્યા છે. જો કે, આ ડિઝાઇન કેટલી સાચી છે તે અંગે હાલમાં કોઇ માહિતી નથી.
    - બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, આ વખતે પણ ગૂગલે પોતાના ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા નથી આપ્યા.
    - રિપોર્ટ્સ અનુસાર, નવા પિક્સલ 3 માટે ગૂગલે ગત વર્ષે જ HTCની ટીમને ખરીદી લીધી હતી. તે સિવાય એપલના સ્માર્ટફોન એસેમ્બલ કરતી ફોક્સકૉન કંપની જ આ વખતે ગૂગલના નવા સ્માર્ટફોન એસેમ્બલ કરશે.
    - નવા અહેવાલોને ધ્યાનમાં રાખીને ટ્વીટર પર નવા Pixel 3 અને Pixel 3 XLના ફોટોગ્રાફ્સ પોસ્ટ થયેલા જોવા મળે છે.

  • ગૂગલ પિક્સલ 3 એક્સએલ લીક | Google Pixel 3 XL new screen design
    Pixle 3 અને Pixel 3 XLનું ડિસ્પ્લે પ્રોટેક્ટર લીક થયું તેનો ફોટો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ