Home » Gadgets » Latest » ગૂગલ પિક્સલ 3 ઇવેન્ટ | Google to host Pixel Smartphone launch event on October 9

Google ઇવેન્ટ 9 ઓક્ટોબરે, આઇફોન કરતાં પણ સારા કેમેરાવાળા સ્માર્ટફોન થઇ શકે છે લોન્ચ

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:41 PM

ન્યૂયોર્કમાં યોજાશે ગૂગલની ભવ્ય ઇવેન્ટ, Pixel 3 અને Pixel 3 XLના લોન્ચિંગની સંભાવના

  • ગૂગલ પિક્સલ 3 ઇવેન્ટ | Google to host Pixel Smartphone launch event on October 9
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પિક્સલ 3 XLનો લીક ફોટો

    ગેજેટ ડેસ્કઃ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ગૂગલ ઇવેન્ટની તારીખ જાહેર થઇ ગઇ. Google પોતાની આગામી હાર્ડવેર ઇવેન્ટ 9 ઓક્ટોબરે યોજશે. સર્ચ એન્જિન કંપની ગૂગલની આગામી ઇવેન્ટ ન્યૂયોર્ક શહેરમાં યોજાશે. સંભાવના અનુસાર, આ ઇવેન્ટમાં Pixel 3 Pixel 3 XL સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે. આ ઇવેન્ટમાં સ્માર્ટફોન સાથે Made by Google ડિવાઇસ લોન્ચ થઇ શકે છે. અગાઉ ગૂગલની ઇવેન્ટ સાન ફ્રાન્સિસ્કો શહેરમાં યોજાતી હતી, પરંતુ આ વખતે ઇવેન્ટ ન્યૂયોર્ક શહેરમાં યોજાશે. અહેવાલ અનુસાર, નવો પિક્સલ 3 મોડલ સિવાય ઇવેન્ટમાં નવી પિક્સલબુક પ્રોડક્ટ પણ લોન્ચ થઇ શકે છે.


    9to5Google વેબસાઇટે એક ઇન્વાઇટ જાહેર કર્યું છે, એક GIFમાં 'I <3 NY'નું એનિમેશન છે. ત્યારબાદ ગૂગલનો 'G' લોગો છે. એનિમેશનમાં 3નો યૂઝ Pixel 3 સીરિઝ તરફ ઇશારો કરે છે. જો કે, કંપની તરફથી આ અંગે કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ગૂગલના પિક્સલ સ્માર્ટફોન આઇફોન કરતાં પણ સારો કેમેરા ધરાવે છે, જેને કારણે ટેક વર્લ્ડ નવા પિક્સલ સ્માર્ટફોનની રાહ જોઇ રહ્યું છે.

    ઇન્ટરનેટ પર અવેલેબલ માહિતી અનુસાર, પિક્સલ 3 સ્માર્ટફોન 5.5 ઇંચ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 845 પ્રોસેસર સાથે આવશે. નવા હેન્ડસેટમાં 2915 mAhની બેટરી મળશે. અગાઉના પિક્સલ 2માં 5 ઇંચની ડિસ્પ્લે હતી અને સ્નેપડ્રેગન 835 પ્રોસેસરનો યૂઝ હતો.

    Pixel 3 XLની ડિસ્પ્લે નૉચ અને ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સાથે આવશે તેવું લાગે છે. કેટલાંક અહેવાલો અનુસાર, પિક્સલ 3 મોડલ અનુસાર ઇવેન્ટમાં Pixel Watch પણ લોન્ચ થઇ શકે છે. જો કે, વીયર ઓએસના એન્જિનિયરિંગ ડાયરેક્ટર માઇલ્સ બર્રે આ દાવાને રદ્દ કર્યો છે. અહેવાલો અનુસાર, ગૂગલ પોતાના પિક્સલ હેડફોનને અપગ્રેડ પણ કરી શકે છે. 9 ઓક્ટોબરે ગૂગલની ઇવેન્ટ ભારતીય સમયાનુસાર સાંજે 8 કલાકે યોજાશે.

    આગળ જુઓ ગૂગલ પિક્સલ સ્માર્ટફોન અને ઇન્વાઇટના ફોટોગ્રાફ્સ

    આ પણ વાંચોઃ Redmi 6 Pro ભારતમાં લોન્ચ, 10000 રૂપિયાના બજેટમાં ધમાકેદાર સ્માર્ટફોન

  • ગૂગલ પિક્સલ 3 ઇવેન્ટ | Google to host Pixel Smartphone launch event on October 9
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પિક્સલ 3નો લીક ફોટો
  • ગૂગલ પિક્સલ 3 ઇવેન્ટ | Google to host Pixel Smartphone launch event on October 9
    ગૂગલની આગામી ઇવેન્ટનું ઇન્વિટેશન
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ