ગેજેટ ડેસ્કઃ ગૂગલે પોતાના ઇમેલ સર્વિસ જીમેલને 5 વર્ષ પછી રીડિઝાઇન કરી તેમાં ઘણા નવા ફીચર્સ એડ કર્યા છે. કંપનીએ નવા સુધારા કરીને માઇક્રોસોફ્ટ આઉટલૂક જેવો લૂક તૈયાર કર્યો છે. તેમાં ઇમેલ સ્ટોરેજ ડેટાબેઝ અને ડિવાઇસીસમાં મેસેજ સિંક જેવા ફીચર્સ સામેલ છે. આ નવી ડિઝાઇનમાં યૂઝર્સને કોન્ફિડેન્શિયલ મેઇલ, ઓફલાઇન યૂઝ અને ઓટો ડિલીટ જેવા ઘણા ફીચર્સ મળશે. ગૂગલ અનુસાર, આ ફીચરનો યૂઝ કરવા માટે યૂઝર્સને નોટિફિકેશન આવશે. આ માટે તેમણે સૌથી પહેલા સેટિંગમાં જઇને 'try the new gmail' ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે. બાદમાં નવી ડિઝાઇનવાળું જીમેલ યૂઝરના આઇડીમાં એક્ટિવ થઇ જશે.
જીમેલમાં એડ થયેલા નવા ફીચર્સ
કોન્ફિડેન્શિયલ મોડઃ આ મોડ દ્વારા સેન્ડર કોઇ પણ સેન્સિટિવ ઇમેલને એક્સપાયરી ડેટ સાથે સેન્ડ કરી શકશે, જેથી ઇમેલને કોઇ પ્રકારની માહિતી લીક ન થાય તેવી રીતે પાછો પણ ખેંચી શકાશે. જો કે, આ માટે ગૂગલ સેન્સિટિવ કન્ટેન્ટને ડાયરેક્ટ નહીં પણ કન્ટેન્ટની લિંક મોકલે છે, જેને રિસીવર જીમેલ દ્વારા ઓપન કરી શકે છે. આ ફીચરની સાથે કહેવામાં આવ્યું છે કે, તેમાં ફોન પર ઓટીપી પણ મોકલી શકાશે. આ ફીચરથી ઇમેલ મોકલનાર ઇચ્છે ત્યારે ઇમેલને પાછો પણ ખેંચી શકશે. જો કે, આ ફીચર હજી એક્ટિવ નથી થયું.
Nudge (નજ): 'નજ' એ જીમેલનું નવું ફીચર છે. તેના દ્વારા યૂઝરને જેનો રિપ્લાય આપવાનો બાકી છે તેવા તમામ ઇમેલ એકસાથે દેખાશે. તેની સાથે એવો પણ મેસેજ દેખાશે કે, 'એક અઠવાડિયા પહેલા મેઇલ આવ્યો હતો, રિપ્લાય કરશો?' તમારું ધ્યાન ખેંચવા માટે તે મેસેજ પીળા રંગમાં હશે. જો કે, આ માત્ર એવા જ ઇમેલ માટે હશે જેને પ્રાઇમરી ઇનબોક્સમાં રીસિવ થયા હશે.
Security Risk Warnings: જીમેલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અલ્ગોરિધમને શંકાસ્પદ લાગતા ઇમેલને ઓળખીને તેને 'This message seems dangerous' લખીને યૂઝરને વોર્નિંગ આપશે.
મેઇલ સ્નૂઝઃ તમારા ઇનબોક્સમાં ઘણા મેઇલ એવા હશે જે તમને ઇરિટેટ કરતા હશે. ઇરિટેટ કરતાં ને ડિલીટ ન થઇ શકે તેવા મેઇલ્સને તમે ચોક્કસ કેટલાંક સમય માટે સ્નૂઝ કરી શકશો. ધારો કે, કોઇ મેઇલને તમે બે દિવસ પછી જોવા ઇચ્છશો તો તેને બે દિવસ માટે સ્નૂઝ કરી શકશો.
આગળ જાણો ગૂગલના નવા જીમેલના અન્ય ફીચર્સ અંગે