• Home
  • Gadgets
  • Apps
  • ગૂગલ મેપ્સનું નવું ફીચર | Google Maps live location with ETA with new updates

Google Maps લાવ્યું નવું ફીચર, બસ અને ટ્રેનમાં બેઠેલા પોતાના ફ્રેન્ડ્સને કરી શકશો ટ્રેક

divyabhaskar.com

Dec 08, 2018, 02:21 PM IST
વોટ્સએપમાં લાઇવ લોકેશન શેર કરવાની સુવિધા છે
વોટ્સએપમાં લાઇવ લોકેશન શેર કરવાની સુવિધા છે
ગૂગલ મેપ્સમાં ડેસ્ટિનેશન એન્ટર કર્યા પછી સ્ટાર્ટ ટ્રિપ પર પ્રેસ કરતાં ડાબી તરફ દેખાય છે તેવી સ્ક્રીન આવશે, તેમાં લાલ બોક્સમાં દેખાય છે તે ભાગ પર ક્લિક કરતાં નવી વિન્ડો ઓપન થશે (જમણી તરફનો ફોટો)
ગૂગલ મેપ્સમાં ડેસ્ટિનેશન એન્ટર કર્યા પછી સ્ટાર્ટ ટ્રિપ પર પ્રેસ કરતાં ડાબી તરફ દેખાય છે તેવી સ્ક્રીન આવશે, તેમાં લાલ બોક્સમાં દેખાય છે તે ભાગ પર ક્લિક કરતાં નવી વિન્ડો ઓપન થશે (જમણી તરફનો ફોટો)
ડાબી તરફના ફોટોમાં દેખાય તે Share trip progress ઓપ્શનને સિલેક્ટ કરતાં નવી વિન્ડો (જમણો ફોટો) ઓપન થશે, તેમાં નીચે વોટ્સએપ દ્વારા અન્ય કોન્ટેક્ટ્સ સાથે તેની ડિટેઇલ્સ શેર કરી શકાશે
ડાબી તરફના ફોટોમાં દેખાય તે Share trip progress ઓપ્શનને સિલેક્ટ કરતાં નવી વિન્ડો (જમણો ફોટો) ઓપન થશે, તેમાં નીચે વોટ્સએપ દ્વારા અન્ય કોન્ટેક્ટ્સ સાથે તેની ડિટેઇલ્સ શેર કરી શકાશે

ગેજેટ ડેસ્કઃ ભારતમાં ગૂગલ મેપ્સે પોતના યૂઝર્સ માટે લાઇવ લોકેશન અને ETA (એસ્ટિમેટેડ ટાઇમ ઓફ અરાઇવલ) ને પોતાના કોન્ટેક્ટ્સ સાથે શેર કરવાનો ઓપ્શન આપ્યો છે. અર્થાત્ હવે તમારા કોઇ પણ સંબંધી કે મિત્ર પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા ટ્રાવેલ કરી રહ્યા છે તો તમે તેને લાઇવ ટ્રેક કરી શકો છો અને જાણી શકો છો કે તે અત્યાકે ક્યાં છે અને તેની ટ્રેન કે બસ કેટલા વાગ્યા સુધીમાં ડેસ્ટિનેશન સ્ટેશન પર પહોંચશે. જો કે, આ ફીચર માત્ર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે જ છે, પરંતુ આવનારા દિવસોમાં આ ફીચર આઇફોન યૂઝર્સ માટે પણ લોન્ચ કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.


ગૂગલ ઇન્ડિયાએ ટ્વીટ કરીને નવા ફીચર્સની ઘોષણા કરી હતી. આ ફીચરસ વોટ્સએપના લાઇવ લોકેશનની જેમ છે. અહીં કહેવામાં આવ્યું છે કે, તમે કોન્ટેક્ટ્સને ન માત્ર લાઇવ લોકેશન દેખાડી શકશો પરંતુ તે પણ દેખાડી શકશો કે તમારી બસ કે ટ્રેન ક્યારે નિર્ધારિત સ્ટેશન પર પહોંચશે. યૂઝર્સ પોતાના લોકેશનને ફેસબુક મેસેન્જર, હેંગઆઉટ્સ અને વોટ્સએપ દ્વારા પણ શેર કરી શકે છે.

ગૂગલ મેપ્સનું નવું ફીચર યૂઝ કરવાની રીતઃ સૌથી પહેલા ગૂગલ મેપ્સમાં ડેસ્ટિનેશન ટાઇપ કર્યા પછી તમારું નેવિગેશન જેવું શરૂ થશે તમારે ડિટેઇલ્ડ રૂટ પર ક્લિક કરવાની રહેશે. અહીંથી તમે શેર ટ્રિપ ઓપ્શન પર જઇ શકો છો. તેની મદદથી તમે પોતાનું લાઇવ લોકેશન વોટ્સએપ, મેસેન્જર કે હેંગઆઉટ પર શેર કરી શકો છો.

આગળ ફોટોગ્રાફ્સમાં જુઓ ગૂગલ મેપ્સનું નવું ફીચર યૂઝ કરવાની રીત

X
વોટ્સએપમાં લાઇવ લોકેશન શેર કરવાની સુવિધા છેવોટ્સએપમાં લાઇવ લોકેશન શેર કરવાની સુવિધા છે
ગૂગલ મેપ્સમાં ડેસ્ટિનેશન એન્ટર કર્યા પછી સ્ટાર્ટ ટ્રિપ પર પ્રેસ કરતાં ડાબી તરફ દેખાય છે તેવી સ્ક્રીન આવશે, તેમાં લાલ બોક્સમાં દેખાય છે તે ભાગ પર ક્લિક કરતાં નવી વિન્ડો ઓપન થશે (જમણી તરફનો ફોટો)ગૂગલ મેપ્સમાં ડેસ્ટિનેશન એન્ટર કર્યા પછી સ્ટાર્ટ ટ્રિપ પર પ્રેસ કરતાં ડાબી તરફ દેખાય છે તેવી સ્ક્રીન આવશે, તેમાં લાલ બોક્સમાં દેખાય છે તે ભાગ પર ક્લિક કરતાં નવી વિન્ડો ઓપન થશે (જમણી તરફનો ફોટો)
ડાબી તરફના ફોટોમાં દેખાય તે Share trip progress ઓપ્શનને સિલેક્ટ કરતાં નવી વિન્ડો (જમણો ફોટો) ઓપન થશે, તેમાં નીચે વોટ્સએપ દ્વારા અન્ય કોન્ટેક્ટ્સ સાથે તેની ડિટેઇલ્સ શેર કરી શકાશેડાબી તરફના ફોટોમાં દેખાય તે Share trip progress ઓપ્શનને સિલેક્ટ કરતાં નવી વિન્ડો (જમણો ફોટો) ઓપન થશે, તેમાં નીચે વોટ્સએપ દ્વારા અન્ય કોન્ટેક્ટ્સ સાથે તેની ડિટેઇલ્સ શેર કરી શકાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી