• Home
  • Gadgets
  • Reviews
  • ગૂગલ ટાઇટન સિક્યોરિટી કી | How to use Titan Security Key

Titan Security Key લોન્ચ, 1500 રૂપિયામાં બચશો એકાઉન્ટ હેકિંગથી, ગૂગલના 85000થી વધુ કર્મચારી કરે છે યૂઝ

ગૂગલનું ટાઇટન સિક્યોરિટી કી ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશનનો યૂઝ કરે છે

divyabhaskar.com | Updated - Jul 28, 2018, 04:53 PM
ગૂગલ ટાઇટન સિક્યોરિટી કી | How to use Titan Security Key

ગેજેટ ડેસ્ક: ગૂગલે ઓનલાઇન એટેક્સથી બચાવતી 'Titan Security Key' લોન્ચ કરી છે. અહેવાલો અનુસાર, 2017માં જ્યારે આ કી ટેસ્ટિંગના તબક્કામાં હતી ત્યારથી કંપનીના 85000થી વધુ કર્મચારીઓ તેનો યૂઝ કરી રહ્યા છે અને ત્યારથી એકાઉન્ટ્સ ક્યારેય હેક નથી થયા.

- ગૂગલની આ ટાઇટન સિક્યોરિટી કી બે વેરિઅન્ટમાં મળશે. એકમાં બ્લૂટૂથ અને NFC (નીઅર ફિલ્ડ કોમ્યુનિકેશન) સપોર્ટ મળશે. જ્યારે બીજા વેરિઅન્ટમાં યુએસબી સપોર્ટ મળશે, જે કમ્પ્યૂટર અને લેપટોપ માટે હશે.
- બ્લૂટૂથની કિંમત અંદાજે 3400 રૂપિયા છે, જ્યારે યુએસબી વેરિઅન્ટની કિંમત અંદાજે 1400થી 1700 રૂપિયા છે. આવનારા સમયમાં તેનું વેચાણ ગૂગલ સ્ટોર થકી થશે.

શું છે સિક્યોરિટી કી
- ટૂ-સ્ટેપ વેરિફિકેશન કીની જેમ જ સિક્યોરિટી કી કામ કરે છે.
- તે દેખાવમાં સામાન્ય પેન ડ્રાઇવ જેવી દેખાય છે, પણ તે ખાસ U2F સિક્યોરિટી કી છે.
- આ કીનો યૂઝ એવા એકાઉન્ટ્સ માટે કરી શકો છો જેમાં સિક્યોરિટી એડ કરવાનો ઓપ્શન મળે.
- હાલમાં જ ફેસબુકે સિક્યોરિટી કી ઓપ્શન જોડ્યો છે, આથી તમે ફેસબુકની સાથે પણ તેનો યૂઝ કરી શકો છો.
- ધારો કે, તમે ફેસબુક સાથે સિક્યોરિટી કી કનેક્ટ કરી હશે તો તમે જ્યારે પણ ફેસબુકમાં આઇડી અને પાસવર્ડ સાથે લોગ-ઇન કરશો તેની સાથે તમારે સિક્યોરિટી કી પણ કનેક્ટ કરવી પડશે.
- જો તમે સિક્યોરિટી કી કનેક્ટ નહીં કરો તમારું એકાઉન્ટ ઓપન નહીં થાય.
- અર્થાત્ જો કોઇને તમારું એકાઉન્ટ આઇડી અને પાસવર્ડ ખબર હશે તો પણ તમારું એકાઉન્ટ યૂઝ નહીં કરી શકે.

શું છે ટૂ સ્ટેપ વેરિફિકેશન
- ટૂ સ્ટેપ વેરિફિકેશન એક પ્રકારનું એક્સ્ટ્રા સિક્યોરિટી ફીચર છે.
- આ ફીચર અંતર્ગત એકાઉન્ટ લોગ-ઇન કરતાં પહેલા માત્ર પાસવર્ડ જ નહીં પણ પિનની પણ જરૂર પડશે.
- ઉદાહરણ તરીકે તમે જીમેલ એકાઉન્ટ સાથે ટૂ-સ્ટેપ ઓથેન્ટિફિકેશનનો યૂઝ કરશો તો તમારે ઇ-મેલ લોગ-ઇન કરવા માટે પાસવર્ડ પછી મોબાઇલ પર રીસિવ કરેલો મેસેજ પણ એન્ટર કરવો પડશે.
- આ ફીચરને કારણે કોઇ વ્યક્તિને તમારું જી-મેલ આઇડી અને પાસવર્ડ ખબર હશે તો પણ પિન વગર તે તમારું એકાઉન્ટ ઓપન નહીં કરી શકે.

આ પણ વાંચોઃ બાઇકને ચોરોથી બચાવશે આ હાઇટેક લોક, ખરીદી શકો છો ઓનલાઇન

X
ગૂગલ ટાઇટન સિક્યોરિટી કી | How to use Titan Security Key
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App