Home » Gadgets » Latest » ગૂગલ આઇઓ 2018 એન્ડ્રોઇ પી | Google IO Announcement Android P features

ગૂગલે લોન્ચ કર્યું એન્ડ્રોઇડ પી, જાણો તમારા કામના ફીચર્સ અંગે

Divyabhaskar.com | Updated - May 09, 2018, 06:31 PM

નવું જીમેલ અને ગૂગલ આસિસ્ટન્ટ, કામને અત્યંત ઇઝી બનાવશે આ ફીચર્સ

 • ગૂગલ આઇઓ 2018 એન્ડ્રોઇ પી | Google IO Announcement Android P features
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  સુંદર પિચાઇ ગૂગલની IO કોન્ફરન્સમાં

  ગેજેટ ડેસ્કઃ ગૂગલે મંગળવારે આયોજિત I/O 2018 કોન્ફરન્સમાં એન્ડ્રોઇડ પી લોન્ચ કર્યું. ગૂગલના સીઇઓ સુંદર પીચાઇએ એ ટેક ઇન્ડસ્ટ્રી અને ગૂગલની સર્વિસીઝમાં નવા ફીચર્સની માહિતી આપી. ગૂગલની કોન્ફરન્સમાં જે મોટી જાહેરાતો થઇ તેમાં ગૂગલ આસિસ્ટન્ટ અને જીમેલમાં આવેલી અપડેટ્સ યૂઝર્સને પસંદ આવે તેવી છે. એન્ડ્રોઇડ પીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

  નવા ગૂગલ આસિસ્ટન્ટ વોઇઝઃ ગૂગલના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટમાં હવે તમને અવાજમાં વેરાઇટી મળશે. ગૂગલને આસિસ્ટન્ટ માટે છ વોઇઝ રાખ્યા છે. જે પૈકી એક અવાજ જાણીતા સિંગર જ્હોન લેજન્ડનો પણ છે.

  ગૂગલ ડુપ્લેક્સઃ ગૂગલ કીનોટની સૌથી ઇમ્પોર્ટન્ટ જાહેરાતમાં સુંદર પિચાઇએ એક રેકોર્ડિંગ પ્લે કર્યું હતું. જેમાં યૂઝર ગૂગલ આસિસ્ટન્ટને હેર સલૂનમાં એપોઇન્ટમેન્ટ બુક કરવા કહે છે. યૂઝર દ્વારા કમાન્ડ આપ્યા પછી આસિસ્ટન્ટ ઓટોમેટિકલી બેકગ્રાઉન્ડમાં પોતાની રીતે હેર સલૂનમાં ફોન કરે છે અને અમુક ટાઇમમાં સલૂન માટે એપોઇન્ટમેન્ટ બુક કરે છે. આ કોલની ખાસિયત એ હતી કે, ગૂગલ વોઇસ આસિસ્ટન્ટનો અવાજ એવો હતો કે જેથી સલૂન કર્મચારીને કોઇ રોબોટ સાથે નહીં પણ વ્યક્તિ સાથે વાત કરે તેવું જ લાગે.

  એડેપ્ટિવ બેટરીઃ આ ફીચર દ્વારા સૌથી વધુ યૂઝ કરવામાં આવતી એપ્સ અને સર્વિસ માટે ખાસ કરીને બેટરી મેનેજમેન્ટ કરવામાં આવશે. આવી રીતે બેટરી મેનેજમેન્ટથી સ્માર્ટફોનમાં લાંબા સમય સુધી ચાર્જિંગ ચાલશે.

  ગૂગલે જાહેરાત કરી છે કે, હાલમાં એન્ડ્રોઇડ પી બીટા વર્ઝન Sony Xperia XZ2, Xiaomi Mi Mix 2S, Nokia 7 Plus, Oppo R15 Pro, Vivo X21, OnePlus 6 અને Essential PH 1 ડિવાઇસ માટે અવેલેબલ કરવામાં આવ્યું છે.

  આગળ જાણો એન્ડ્રોઇડ પીના નવા ફીચર્સ અંગે

 • ગૂગલ આઇઓ 2018 એન્ડ્રોઇ પી | Google IO Announcement Android P features
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  એન્ડ્રોઇડનું એપ ડેશબોર્ડ

  એન્ડ્રોઇડ ડેશબોર્ડઃ એન્ડ્રોઇડ પીમાં યૂઝર્સ માટે એન્ડ્રોઇડ ડેશબોર્ડ રાખવામાં આવ્યું છે. આ ડેશબોર્ડ યૂઝર્સને જણાવશે કે તેઓ કોઇ એપને કેટલા સમય માટે યૂઝ કરે છે. નોટિફિકેશન કેટલાં આવે છે. આ ફીચરના યૂઝ અંગે ગૂગલે જણાવ્યું કે, આ ફીચરથી લોકો જાણી શકશે કે કઇ એપ્લિકેશન તેમનો સૌથી વધુ સમય લે છે, તેઓ દિવસમાં કેટલી વખત ફોન અનલોક કરે છે. તેમને કેટલા નોટિફિકેશન આવે છે. ધારો કે, કોઇ વ્યક્તિ દિવસમાં કોઇ ગેમ 1 કલાક રમતો હોય અને તે ઇચ્છે તો એવું સેટિંગ કરી શકશે જેથી તે દિવસમાં 30 મિનિટ ગેમ રમશે પછી તેને નોટિફાય કરવામાં આવશે. 

   

  એપ એક્શનઃ એન્ડ્રોઇડ પીમાં એપ એક્શન ફીચર આપવામાં આવ્યું છે, જે પ્રેડિક્ટ કરશે કે તમે નેક્સ્ટ કામ શું કરવાના છો. જેથી તમે વધુ ઝડપી અને પ્રોડક્ટિવ રહી શકો. કંપનીએ ઉદાહરણ આપતાં કહ્યું કે, ધારો કે તમે સ્માર્ટફોનમાં હેડફોન કનેક્ટ કરશો તો આપમેળે જ તમારું પ્લે લિસ્ટ ઓપન થઇ જશે. 

 • ગૂગલ આઇઓ 2018 એન્ડ્રોઇ પી | Google IO Announcement Android P features
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  જીમેલનું સ્માર્ટ કમ્પોઝ

  જીમેલ જાતે તૈયાર કરી દેશે તમારા માટે ઇમેલ ડ્રાફ્ટઃ સુંદર પિચાઇએ જણાવ્યું કે, જીમેલ કમ્પોઝમાં AI ઇનકોર્પોરેશનની જાહેરાત કરવામાં આવી છે. સ્માર્ટ કમ્પોઝથી અગાઉની સરખામણીમાં ઇમેલ મોકલવો અને ડ્રાફ્ટ કરવો વધુ ફાસ્ટ બનશે. જીમેલ Smart Composeમાં જ્યારે તમે કોઇ મેઇલ લખતાં હશો ત્યારે તમારા ઇમેલના પ્રકારને સમજીને જીમેલ તમને કોઇ વાક્ય ઓટો કમ્પ્લીટ કરવા માટે દરેક વખતે સજેશન આપશે. 

   

  નો ઇન્ટરપ્શનઃ નો ઇન્ટરપ્શન ફીચર ડુ નોટ ડિસ્ટર્બનું અપડેટેડ વર્ઝન છે. આ ફીચરથી તમે કોલ્સની સાથે નોટિફિકેશનને પણ બંધ કરી શકશો. એટલું જ નહીં આ ફીચર ઓન કરશો એટલે તમારી સ્ક્રીન પર ટાઇમ સિવાય અન્ય કોઇ પણ વસ્તુ નહીં દેખાય. જો કે, આ ફીચરની સાથે અન્ય એક ફીચર છે જેમાં નો ઇન્ટરપ્શન ઓન હોવા છતાં કેટલાંક સિલેક્ટેડ લોકોના કોલ્સ પણ આવી શકશે. 

 • ગૂગલ આઇઓ 2018 એન્ડ્રોઇ પી | Google IO Announcement Android P features
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ગૂગલ ફોટોઝ

  ગૂગલ ફોટોઝમાં સ્માર્ટ એડિટિંગઃ ગૂગલ ફોટોઝમાં હવે નવા ફીચર્સ આવી રહ્યા છે, જેના દ્વારા સબ્જેક્ટને બેકગ્રાઉન્ડથી અલગ કરી શકાશે અને તમે બેકગ્રાઉન્ડને બ્લેક એન્ડ વ્હાઇટ બનાવી શકશો. એટલું જ નહીં તમારા જૂના ફોટોગ્રાફ્સને રંગીન પણ બનાવી શકશો. આ બંને ફીચર્સસ માટે AIનો ઉપયોગ કરવામાં આવશે. ગૂગલ ફોટોઝ ગેલેરીમાં રહેલા તમારા ફોટોગ્રાફ્સને એનલાઇઝ કરશે અને બ્રાઇટનેસ ફિક્સ કરવાની સલાહ આપશે. 

   

  ગૂગલ લેન્સનું નવું ફીચરઃ આ ફીચરનો ડેમો કંપની અગાઉ પણ આપી ચૂકી છે, પરંતુ હવે લાગે છે કે આ ફીચર તૈયાર છે અને તેનો ગૂગલ લેન્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ધારો કે, કોઇ ન્યૂઝપેપરમાં તમને આર્ટિકલ પસંદ આવ્યો તો આ ફીચર દ્વારા તમે ફોનના કેમેરાને આર્ટિકલ તરફ કરશો તો આર્ટિકલ ટેક્સ્ટ તરીકે તમારા ફોનમાં આવી જશે. 

 • ગૂગલ આઇઓ 2018 એન્ડ્રોઇ પી | Google IO Announcement Android P features
  એન્ડ્રોઇડ પી નવું લેઆઉટ

  ડિઝાઇન ચેન્જઃ નવા એન્ડ્રોઇડ પીમાં ગૂગલે નવી સિસ્ટમ નેવિગેશનની સાથે યૂઝર ઇન્ટરફેસને સુધાર્યો છે. તેમાં રીડિઝાઇન કરેલ ક્વિક સેટિંગ મળશે. સાથે જ વોલ્યૂમ કંટ્રોલ, નોટિફિકેશન મેનેજમેન્ટ અને સ્ક્રીન શોટને અગાઉ કરતાં બેટર બનાવવામાં આવ્યા છે. તે સિવાય ગૂગલે નવા એન્ડ્રોઇડમાં નાના-મોટા ઘણા ચેન્જ કર્યા છે. 

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

Trending

વીડિયો વધુ જુઓ