ગૂગલ આપી રહ્યું છે 5 લાખ રૂપિયાની સ્કોલરશિપ, કોમ્પિટિશન વિનરને મળશે

દાદા સાહેબ ફાળકેની યાદમાં તૈયાર કરવામાં આવેલું ગૂગલ ડૂડલ
દાદા સાહેબ ફાળકેની યાદમાં તૈયાર કરવામાં આવેલું ગૂગલ ડૂડલ

divyabhaskar.com

Aug 14, 2018, 07:53 PM IST

ગેજેટ ડેસ્કઃ ગૂગલે હાલમાં જ 2018 ડૂડલ 4 ગૂગલ સ્કોલરશિપ પ્રોગ્રામની જાહેરાત કરી. આ પ્રોગ્રામમાં દેશભરના સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરી શકે છે. અમુક ખાસ દિવસોમાં ગૂગલના હોમ પેજ પર ગૂગલના લોગોની જગ્યાએ યુનિક ડિઝાઇનમાં ગૂગલ લખેલું હોય છે તેને 'ગૂગલ ડૂડલ' કહેવાય છે. આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે સ્ટુડન્ટ્સે ગૂગલ માટે ડૂડલ બનાવવાનું રહેશે. આ વર્ષે ગૂગલ ડૂડલની થીમ 'What Inspire You' રાખી છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્ટુડન્ટ્સે તેમને જ્યાંથી પ્રેરણા મળે છે તેને ગૂગલ ડૂડલના સ્વરૂપે રજૂ કરવાની રહેશે.

ગૂગલનું આ ડૂડલ 'G-o-o-g-l-e' અક્ષરોનો યૂઝ કરીને બનાવવાનું રહેશે. ડૂડલ બનાવવા માટે સ્ટુડન્ટ વૉટર કલર, ગ્રાફિક્સ ડિઝાઇન અને ક્રેયોન કલર્સનો યૂઝ કરી શકે છે. ડૂડલ વિનરને 5 લાખ રૂપિયાની સ્કોલરશિપ મળશે. સાથે જ વિજેતા બનનાર ડૂડલને ચિલ્ડ્રન્સ ડે (14 નવેમ્બર)ના દિવસે ગૂગલના હોમ પેજ પર લગાવવામાં આવશે.

આ સ્કોલરશિપ કોમ્પિટિશનમાં 1થી 10 ધોરણ સુધીના સ્ટુડન્ટ્સ ભાગ લઇ શકે છે અને તેમાં પાર્ટિસિપેટ કરવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર છે. ઉલ્લેખનીય છે કે, ગૂગલ ડૂડલની પહેલી એડિશન 2009માં યોજાઇ હતી તેની થીમ માય ઇન્ડિયા હતી. તમારા કોઇ બાળકને આ ડૂડલ કોમ્પિટિશનમાં ભાગ લેવડાવવો હોય તો વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

X
દાદા સાહેબ ફાળકેની યાદમાં તૈયાર કરવામાં આવેલું ગૂગલ ડૂડલદાદા સાહેબ ફાળકેની યાદમાં તૈયાર કરવામાં આવેલું ગૂગલ ડૂડલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી