Home » Gadgets » Apps » ગૂગલ ડોક્સ ગ્રામર ચેક | Google Docs to help with English Grammar

ઇંગ્લિશ ગ્રામર નબળું હોય તો ચિંતા નહીં, Google Docs કરશે હેલ્પ

Divyabhaskar.com | Updated - Jul 30, 2018, 07:46 PM

નબળા ઇંગ્લિશ ગ્રામરને કારણે ઘણીવાર શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડતું હોય છે

  • ગૂગલ ડોક્સ ગ્રામર ચેક | Google Docs to help with English Grammar

    ગેજેટ ડેસ્કઃ સામાન્ય રીતે ઓફિશિયલ કામોમાં મહત્વના કોમ્યુનિકેશન્સ ઇંગ્લિશમાં જ થતાં હોય છે, પરંતુ ઘણીવાર આપણે લખેલા ઇંગ્લિશ મેઇલમાં ગ્રામર અર્થાત્ વ્યાકરણની ભૂલોને કારણે શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડતું હોય છે. જો કે, હવે ઇંગ્લિશનું નબળું નોલેજ ધરાવતાં લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ગૂગલ હવે તમારી આ કામમાં પણ મદદ કરશે. ગૂગલે પોતાના જી સૂટ એપ્સમાં ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે. તમામ ફીચરને ખાસ કરીને Google Docs માટે લાવવામાં આવ્યા છે. આમાં એક ફીચર AI-assisted grammatical ચેકિંગનું પણ છે.

    - ગૂગલ ડોક્સમાં ગ્રામરની ભૂલો સુધારતું ફીચર મશીન લર્નિંગ પર કામ કરશે. જે યૂઝર્સે લખવામાં કરેલી વ્યાકરણની ભૂલોને સુધારવામાં મદદ કરશે.
    - આ ફીચર ભૂલો શોધશે અને તેને સુધારવાનું કામ પણ કરશે.
    - એટલું જ નહીં યૂઝર્સને નવા ફીચરને કારણે ગ્રામમાં થયેલી ભૂલોને સુધારવાનો સંકેત મળશે જેમકે તમે વાક્યનું સ્ટ્રક્ચર સાચું કેવી રીતે બનાવી શકશો.
    - જો કે, હાલમાં આ ફીચર તમામ યૂઝર માટે લોન્ચ કરવામાં નહીં આવે. શરૂઆતમાં બિઝનેસ યૂઝર્સને ટેસ્ટિંગ માટે આ ફીચર આપવામાં આવશે.
    - ગૂગલે એમ પણ કહ્યું હતું કે, તેઓ જીમેલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર પર કામ કરી રહ્યા છે. જેનાથી ઇમેલમાં વાક્યો ઓટોકમ્પ્લીટ થશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ