Home » Gadgets » Latest » જિયોની કંપનીનો માલિક જુગાર હાર્યો | Gionee smartphone company owner loses big money in casino

ચાઇનીઝ સ્માર્ટફોન કંપની જિયોનીનો માલિક જુગારમાં હાર્યો 1000 કરોડ રૂપિયા

Divyabhaskar.com | Updated - Nov 30, 2018, 03:27 PM

સ્માર્ટફોન કંપનીનો માલિક સપ્લાયર્સને પેમેન્ટ કરવામાં નિષ્ફળ રહ્યો ત્યારે સામે આવ્યો સમગ્ર મામલો

  • જિયોની કંપનીનો માલિક જુગાર હાર્યો | Gionee smartphone company owner loses big money in casino
    જિયોની કંપનીનો સીઇઓ હોંગકોંગના કેસિનોમાં 1000 કરોડ રૂપિયા હાર્યો

    ગેજેટ ડેસ્કઃ ચીનની સ્માર્ટફોન કંપની જિયોની (Gionee) દેવાળું ફૂંકવાની કગારે છે, અને કદાચ કંપનીને તાળું પણ લાગી શકે છે. હાલમાં જિયોની કંપની ખૂબ જ સમસ્યાઓમાંથી પસાર થઇ રહી છે. ચાઇનીઝ વેબસાઇટ Jiemain અનુસાર, જિયોની કંપીના ચેરમેન અને સીઇઓ લિઊ લિરોંગની જુગાર લત કંપનીને ભારે પડી રહી છે. અહેવાલો અનુસાર, જિયોનીના માલિક લિરોંગ હોંગકોંગના એક કેસિનોમાં જુગાર રમવામાં અંદાજે 1000 કરોડ રૂપિયા હાર્યા છે.

    પેમેન્ટ કેન્સલ થતાં સામે આવ્યો મામલો
    ઉલ્લેખનીય છે કે, આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે જિયોની પોતાના સપ્લાયર્સને પેમેન્ટ કરવામાં નિષ્ફળ રહી. Jiemian અનુસાર, લગભગ 20 સપ્લાયર્સે 20 નવેમ્બરે શેનઝેન ઇન્ટમીડિએટ પીપલ્સ કોર્ટમાં નાદારી નોંધાવવા માટે આવેદન કર્યું છે.

    આલિયા ભટ્ટ અને વિરાટ કોહલી રહી ચૂક્યા છે બ્રાન્ડ પ્રમોટ

    એપ્રિલ મહિનામાં કહેવામાં આવ્યું હતું કે, જિયોનીએ વર્ષ 2018માં ભારતમાં અંદાજે 650 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. વર્ષ 2019માં જિયોનીનું લક્ષ્ય ભારતમાં ફરીથી ટોપ 5માં આવવાનું હતું. જિયોનીનો પ્લાન હતો કે, તેઓ આગામી વર્ષે પોતાના માર્કેટિંગને 30 ટકા સુધી વધારશે. ભારતમાં અગાઉ ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ કંપનીનું પ્રમોશન કરી ચૂક્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ