ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડે સેલઃ આ સ્માર્ટફોન્સ પર મળશે બમ્પર છૂટ

divyabhaskar.com

Dec 04, 2018, 06:14 PM IST
flipkart big shopping days december 6 mobile deal

ગેજેટ ડેસ્કઃ ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર ફરી એકવાર સેલ શરૂ થવા જઇ રહ્યો છે. બિગ શોપિંગ ડે સેલ 6થી 8 ડિસેમ્બર સુધી ચાલશે. ત્રણ દિવસ ચાલનારા આ સેલમાં ઘણી કેટેગરીઝમાં ડિસ્કાઉન્ટ્સ મળશે. જેમાં સ્માર્ટફોન્સ પણ સામેલ છે. તે સિવાય HDFC બેન્કના ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે. તે સિવાય નો કોસ્ટ ઇએમઆઇનો પણ ઓપ્શન મળશે. ફ્લિપકાર્ટ બાયબેક ગેરંટી પણ મળશે, જેમાં 99 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવીને સ્માર્ટફોન ડેમેજ પ્રોટેક્શન પ્લાન પણ ખરીદી શકાશે.

આ સ્માર્ટફોન્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ

POCO F1 – શાઓમીના આ પાવરફુલ સ્માર્ટફોન પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડિસ્કાઉન્ટ પછી દમદાર પ્રોસેસરવાળો આ સૌથી સસ્તો સ્માર્ટફોન હશે.

Redmi Note 6 Pro – હાલમાં જ લોન્ચ થયેલા આ સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ મળશે. આ ફોનની શરૂઆતી કિંમત 13999 રૂપિયા છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા છે.

Nokia 5.1 Plus – આ સ્માર્ટફોન પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને આ ફોન 9999 રૂપિયામાં ખરીદી શકાશે.

Motorola One Power – આ સ્માર્ટફોન પર પણ 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને ફ્લિપકાર્ટ પરથી આ ફોન 14999 રૂપિયામાં ખરીદી શકાશે. આ ફોનમાં લાંબી બેટરી મળશે.

Google Pixel 2 XL 64GB વેરિઅન્ટ પર પણ ભારે ડિસ્કાઉન્ટ મળશે. તે સિવાય Realme C1, Honor 9N, Infinix Note 5, Honor 10 અને Asus ZenFone Lite L1 પર પણ ડિસ્કાઉન્ટ મળશે.

X
flipkart big shopping days december 6 mobile deal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી