divyabhaskar.com
Aug 28, 2018, 11:37 AM ISTગેજેટ ડેસ્કઃ થિયેટરમાં મોટી પડદા પર ફિલ્મ દર્શાવવા માટે પ્રોજેક્ટરનો ઉપયોગ થાય છે, પરંતુ સેમસંગની નવી ટેક્નોલોજીને કારણે હવે સિનેમા હૉલમાં પ્રોજેક્ટર પર નહીં LED સ્ક્રીન પર ફિલ્મ જોવા મળશે. સેમસંગની ઓનીક્સ (Onyx) ટેક્નોલોજીને કારણે આ શક્ય બન્યું છે. આ નવી ડિસ્પ્લે ટેક્નોલોજીને કારણે અલ્ટ્રા હાઇ પિક્ચર ક્વોલિટી, ટ્રૂ-કલર અને વધારે વાઇબ્રન્સી અને એક્યુરસી સાથે મૂવી જોવા મળશે.
દિલ્હી સ્થિત પીવીઆરથી શરૂઆત
- સેમસંગે ભારતમાં PVR સિનેમા સાથે મળીને બિગ સ્ક્રીન્સ માટે 4K Onyx LED ડિસ્પ્લે લોન્ચ કરી છે. તેની શરૂઆત દિલ્હીના વસંતકુંજ સ્થિત PVR આઇકનથી કરી છે. જેને ધીરે ધીરે દેશભરના પીવીઆર મલ્ટીપ્લેક્સમાં શરૂ કરવામાં આવશે.
- સેમસંગ ઇન્ડિયાના કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ એન્ટ્રપ્રાઇઝ બિઝનેસના વાઇસ પ્રેસિડન્ટ પુનીત સેઠીએ લોન્ચિંગ સમયે કહ્યું હતું કે, ભારતના લોકોને ફિલ્મ જોવી ખૂબ જ ગમે છે. આપણી ફિલ્મોમાં વાઇબ્રન્ટ કલર્સ અને મ્યુઝિક હોય છે. Onyx સિનેમા LEDમાં આવું કન્ટેન્ટ સુંદર રીતે દર્શાવશે. અમને વિશ્વાસ છે કે, અમારી ટેક્નોલોજી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવશે. આ ફિલ્મ જોનારા પ્રેક્ષકો માટે અત્યંત નવો એક્સ્પીરિયન્સ હશે.
- સેમસંગની 4K Onyx LED ડિસ્પ્લે હાઇ ડાયનેમિક રેન્જ ધરાવે છે. જેના કારણે પ્રોજેક્ટરની સરખામણીમાં ફિલ્મની બ્રાઇટનેસ 10 ગણી વધી જશે.
- આ ડિસ્પ્લે નોર્મલ લાઇટિંગમાં પણ પૂરી ક્ષમતા સાથે કામ કરે છે. આથી આવી સ્કીનનો ઉપયોગ કોર્પોરેટ ઇવેન્ટ્સ, કોન્સર્ટ્સ, સ્પોર્ટ્સ ઇવેન્ટ વોચિંગ અને ગેમિંગ કોમ્પિટિશન માટે પણ થઇ શકશે.
- Onyx સિનેમાની સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ હાર્મન ઇન્ટરનેશનલની JBL અને સેમસંગની ઓડિયો લેબે સાથે મળીને તૈયાર કર્યા છે. સેમસંગનો દાવો છે કે, આ ટેક્નોલોજીને કારણે થિયેટરના કોઇ પણ ખૂણામાં બેઠેલા પ્રેક્ષકને સમાન એક્સ્પીરિયન્સ મળશે.
- Onyx LED ડિસ્પ્લે પર તમને તમામ રંગ અત્યંત વાઇબ્રન્ટ દેખાશે. તમને 3D ફિલ્મ અત્યંક રિયાલિસ્ટિક અને ક્લેરિટી સાથે જોવા મળશે.
સૌથી પહેલા 'સ્ત્રી' ફિલ્મ દર્શાવાશે
આ સિનેમા સ્ક્રીન પર સૌથી પહેલા રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની પહેલી ફિલ્મ 'સ્ત્રી' દર્શાવવામાં આવશે. સ્ક્રીન લોન્ચિંગ સમયે ફિલ્મના સ્ટાર પણ હાજર રહ્યા હતા. આ થિયેટરમાં ફિલ્મની ટિકિટ 600 રૂપિયાથી શરૂ થશે તેવો અંદાજો છે.
પ્રોજેક્ટરના દિવસો પૂરા
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ટેક્નોલોજી છેલ્લા 120 વર્ષોથી ફિલ્મો દર્શાવવામાં વપરાતા પ્રોજેક્ટર માટે મૃત્યુઘંટ સાબિત થશે.
આગળ જુઓ Samsung Onyx LED સિનેમાના અન્ય ફોટોગ્રાફ્સ
આ પણ વાંચોઃ શાઓમીએ લોન્ચ કર્યું 75 ઇંચનું સ્માર્ટ ટીવી, જાણો કિંમત અને ફીચર્સ