Divya Bhaskar

Home » Gadgets » Reviews » તમારો ફોન ચોરી કરાયેલો તો નથી ને | Identify Stolen Smartphone with helpline

એક મેસેજ કરવાથી ખબર પડશે તમે કોઇનો ચોરાયેલો ફોન તો નથી વાપરતા ને

Divyabhaskar.com | Updated - Sep 01, 2018, 05:16 PM

ટેલિકોમ ડિપાર્ટમેન્ટ જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

  • તમારો ફોન ચોરી કરાયેલો તો નથી ને | Identify Stolen Smartphone with helpline

    ગેજેટ ડેસ્કઃ ઘણીવાર એવું સાંભળવામાં આવતું હોય છે કે, સેકેન્ડ હેન્ડ ફોન ખરીદતા લોકોને ચોરી કરવામાં આવેલો સ્માર્ટફોન વેચવામાં આવતો હોય છે, જેને કારણે ઘણીવાર લોકો પોલીસના લફડામાં ફસાતા હોય છે. પરિણામે લોકો સેકન્ડ હેન્ડસ્માર્ટ ફોન ખરીદવાથી ડરતા હોય છે. આવી છેતરપિંડી અટકે તે માટે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ એક હેલ્પલાઇન નંબર 14422 જાહેર કર્યો છે. તેના પર મેસેજ કરવાથી તમને મોબાઇલ સંબંધિત બધી માહિતી મળી જશે. માહિતી માટે તમારે KYM (સ્પેસ રાખીને) ફોનનો IMEI નંબર ટાઇપ કરીને 14422 પર SMS કરવાનો રહેશે.

    સામાન્ય રીતે વિદેશમાંથી ચોરાયેલા સ્માર્ટફોનના IMEI નંબર સાથે ચેડાં કરીને વેચવામાં આવે છે. IMEI નંબર એટલે ઇન્ટરનેશનલ મોબાઇલ આઇડેન્ટિટી નંબર. IMEI નંબર સાથે ચેડાં કરવાથી ફોનની ઓળખ સાથે ચેડાં કરી શકાય છે. IMEI નંબર 15 અંકનો હોય છે. તેને જાણવા માટે તમારે *#06# નંબર ડાયલ કરવાનો રહેશે. આવી રીતે મળેલા નંબરને KYM ટાઇપ કરીને સ્પેસ છોડી IMEI નંબર લખી 14422 પર SMS કરવાથી તમને સામે મેસેજ આવશે. આ મેસેજમાં ફોનની કંપની, બ્રાન્ડ, મોડલ અંગે માહિતી મળશે.

    સેકન્ડ હેન્ડ ફોન ખરીદી વખતે કામમાં આવશે
    જ્યારે તમે સેકન્ડ હેન્ડ ફોન ખરીદવા જાવ ત્યારે પૈસા ચૂકવતા પહેલા *#06# ડાયલ કરી IMEI નંબર મેળવો. બાદમાં તે નંબરને અગાઉ જણાવેલી પ્રોસેસ અનુસાર 14422 પર મેસેજ કરો. તમને સામે મેસેજ આવશે જેમાં IMEI નંબર કઇ બ્રાન્ડ અને મોડલનો છે તે લખીને આવશે. હવે તમે જે ફોન ખરીદી રહ્યા છો તેની બ્રાન્ડ અને મોડલ સમાન છે કે નહીં તે જાણવાથી તમે ચોરી થયેલો ફોન ખરીદવાથી બચી શકો છો.

    આ પણ વાંચોઃ એક ફોનમાં બે WhatsApp ચલાવવાની પ્રોસેસ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending