• Home
  • Gadgets
  • Reviews
  • સ્માર્ટફોનને ધીમી પાડતી એપ્લિકેશન | Applications affecting smartphone performance

2 મિનિટથી પણ ઓછા સમયમાં મળી જશે તમારા સ્માર્ટફોનને ધીમો પાડતી એપ

ઓછી ઇન્ટરનલ સ્ટોરેજ ધરાવતા ફોનમાં વધારે સ્પેસ રોકતી એપ્સ ઇન્સ્ટોલ કરવાનું ટાળો

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 01:03 PM
સ્માર્ટફોનને ધીમી પાડતી એપ્લિકેશન | Applications affecting smartphone performance

ગેજેટ ડેસ્કઃ શું તમને ક્યારેય એવું લાગ્યું કે તમારા સ્માર્ટફોન અચાનક જ સ્લો કામ કરવા લાગ્યો છે? તો એનું કારણ તમારા સ્માર્ટફોનની એપ્સ પણ હોઇ શકે છે. વાસ્તવમાં કેટલીક એપ્સ સ્માર્ટફોનમાં વધારે જગ્યા રોકે છે, જેને કારણે ફોનની મેમરી ઓછી થવા લાગે છે અને તેને કારણે તમારો ફોન સ્લો કામ કરવા લાગે છે. આજે અમે તમને કેટલાંક એવા સ્ટેપ્સ અંગે જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે થોડી જ મિનિટોમાં જાણી શકશો કે કઇ એપ તમારા સ્માર્ટફોનની સ્પીડ સ્લો કરી રહ્યું છે.

સ્માર્ટફોનને સ્લો પાડતી એપ્સને શોધવાની પ્રોસેસ
Step 1: ફોનના મેનુમાં Settings ઓપ્શનમાં જાઓ.
Step 2: અહીં તમને Memoryનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
Step 3: અહીં નીચેની તરફ Memory used by appsનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
Step 4: હવે તમે અહીં જોઇ શકશો કે, કઇ એપ્લિકેશન તમારા ફોનની કેટલી મેમરી યૂઝ કરે છે.
Step 5: તમે અહીં ત્રણ કલાકથી માંડીને 1 દિવસ સુધીનો ડેટા જોઇ શકો છો.
Step 6: તે સિવાય તમે કોઇ પણ એપ પર ક્લિક કરીને તેની તમામ માહિતી મેળવી શકો છો.
Step 7: અહીં એપની સામે દેખાતા સર્કલ પર ક્લિક કરીને તમે જે-તે એપને Disable કે Force Stop પણ કરી શકશો.

આ પણ વાંચોઃ હવે વોટ્સએપથી પણ ચેક કરી શકો છો પોતાનું PNR સ્ટેટસ,માત્ર એક નંબર કરવો પડશે સેવ

X
સ્માર્ટફોનને ધીમી પાડતી એપ્લિકેશન | Applications affecting smartphone performance
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App