ફેસબુકની એપ્લિકેશન લોકો કેમ ડિલીટ કરી રહ્યા છે?

અમેરિકન સંસ્થા Pew રિસર્ચે કર્યો છે સર્વે
અમેરિકન સંસ્થા Pew રિસર્ચે કર્યો છે સર્વે

divyabhaskar.com

Sep 08, 2018, 10:52 AM IST

ગેજેટ ડેસ્કઃ ફેસબુક-કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા સ્કેન્ડલની અસર ફેસબુક પર દેખાઇ રહી છે. એક નવા અભ્યાસ અનુસાર, 18થી 29 વર્ષના યૂઝર્સમાં 10થી ચાર યંગસ્ટર્સે પોતાના સ્માર્ટફોનમાંથી ફેસબુક એપ્લિકેશન ડિલીટ કરી છે. જ્યારે તમામ વય જૂથવાળા લોકોમાં ચારમાંથી એકથી વધુ યૂઝરે ફેસબુક ડિલીટ કર્યું છે. જો કે, આ આંકડા ફેસબુક એપ્લિકેશન ડિલીટ કરવાના છે, ફેસબુક એકાઉન્ડ ડિલીટ કરવાના નથી.

44 ટકા યંગસ્ટર્સે ડિલીટ કરી એપ
અમેરિકન ડેટા રિસર્ચ ફર્મ પ્યૂ ડેટા અનુસાર, 44 ટકા યંગસ્ટર્સે (18થી 29 વર્ષ) પોતાના ફોનમાંથી ફેસબુકની એપ્લિકેશન ડિલીટ કરી દીધી છે. પ્યૂ ડેટા અનુસાર, ફેસબુક યૂઝર્સમાંથી લગભગ 74 ટકા યૂઝર્સે પોતાના ફેસબુક એકાઉન્ટ જરૂરી બદલાવ કર્યા છે. જેમાં મોટાભાગના લોકોએ ફેસબુક એકાઉન્ટમાં પ્રાઇવેસી સેટિંગ્સમાં ચેન્જ કર્યો છે તો કેટલાંક લોકોએ ફેસબુક પરથી થોડા સપ્તાહ માટે બ્રેક લીધો છે અને ઘણાએ એપ્લિકેશન ડિલીટ કરી છે.

કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા સ્કેન્ડલની અસર
પ્યૂ રિસર્ચે આ સ્ટડી અમેરિકામાં 29 મેથી 11 જૂન દરમિયાન કર્યો હતો. આ એ જ સમય હતો જ્યારે કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા સ્કેન્ડલ અંગે ફેસબુક પર લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા. પ્યૂ રિસર્ચના એક પોલ અનુસાર, એક ચતુર્થાંશથી વધુ અમેરિકન ફેસબુક યૂઝર્સે પોતાના ફોનમાં એપ ડિલીટ કરી નાંખી છે. 54 ટકાએ એપ સેટિંગ્સ બદલ્યા છે. જ્યારે 42 ટકા એ કેટલાંક સપ્તાહો માટે ફેસબુક એપનો યૂઝ બંધ કર્યો છે.

ફેસબુકનું એજ્યુકેશનલ કેમ્પેઇન
ઉલ્લેખનીય છે કે, પ્યૂ રિસર્ચનો સર્વે 4594 યૂઝર્સ પર કરવામાં આવ્યો હતો. ફેસબુકે વોશિંગ્ટન પોસ્ટને એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, હાલમાં જ અમે પોતાની પલિસી ક્લિયર કરી છે જેમાં યૂઝર્સ માટે પોતાનું પ્રાઇવસી સેટિંગ્સ સેટ કરવું સરળ કરવામાં આવ્યું છે. તે સિવાય અમે લોકો માટે એક સારું ટૂલ લાવ્યા છીએ જેનાથી તેઓ પોતાની માહિતીને એક્સેસ કરી શકે, તેને ડાઉનલોડ કરી શકે અથવા ડિલીટ કરી શકે. અમે એજ્યુકેશન કેમ્પેઇન પણ શરૂ કર્યું છે જે વિશ્વભરમાં ફેસબુક યૂઝર્સને પોતાની માહિતી કેવી રીતે મેનેજ કરવી તે શીખવીએ છીએ.

આ પણ વાંચોઃ હવે વોટ્સએપથી પણ ચેક કરી શકો છો પોતાનું PNR સ્ટેટસ,માત્ર એક નંબર કરવો પડશે સેવ

X
અમેરિકન સંસ્થા Pew રિસર્ચે કર્યો છે સર્વેઅમેરિકન સંસ્થા Pew રિસર્ચે કર્યો છે સર્વે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી