તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોબાઇલ નંબરને આધાર સાથે આવી રીતે કરો લિંક, પોસ્ટપોન થઇ અંતિમ તારીખ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ જો તમારે મોબાઇલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો હજી બાકી હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે મોબાઇલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 6 ફેબ્રુઆરી, 2018થી વધારીને 31 માર્ચ, 2018 કરી છે. અગાઉ સરકારે બેન્ક એકાઉન્ટ અને પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બરથી વધારીને 31 માર્ચ, 2018 કરી હતી, પરંતુ મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 6 ફેબ્રુઆરી જ રાખી હતી, પરંતુ હવે તે ડેડલાઇન પોસ્ટપોન કરવામાં આવી છે. જો 31 માર્ચ, 2018 સુધી ફોન નંબરને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરવામાં આવે તો તે નંબર બંધ થઇ જશે.     


મોબાઇલ નંબરને આવી રીતે કરો આધાર સાથે લિંક


- સૌથી પહેલા UIDAIની વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ.
- બાદમાં Verify Email/Mobile Number પર ક્લિક કરો
- બાદમાં જે વિન્ડો ઓપન થશે તેમાં આધાર કાર્ડ નંબર, મોબાઇલ નંબર અને જરૂરી કેપ્ચા એન્ટર કરો. 
- બાદમાં તમારા નંબર પર વન ટાઇમ પાસવર્ડ (OTP) આવશે. 
- સાચો ઓટીપી નાંખ્યા પછી Verify OTP પર ક્લિક કરો. 
- આમ કરવાથી તમારો મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક થઇ જશે. 

 

આગળ ફોટોગ્રાફ્સમાં જુઓ મોબાઇલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવાના પગલાં 

અન્ય સમાચારો પણ છે...