Home » Gadgets » Reviews » નેધરલેન્ડ્સમાં 5G ટેસ્ટિંગ | Netherlands 5G Testing

જો વિશ્વમાં 5G નેટવર્ક આવશે તો જઇ શકે છે પક્ષીઓના જીવ

Divyabhaskar.com | Updated - Dec 06, 2018, 04:27 PM

નેધરલેન્ડમાં 5G ટેસ્ટિંગ દરમિયાન 297 પક્ષીઓએ ગુમાવ્યો

  • નેધરલેન્ડ્સમાં 5G ટેસ્ટિંગ | Netherlands 5G Testing
    2.0 ફિલ્મમાં અક્ષય કુમારને પક્ષીપ્રેમીના રોલમાં દર્શાવાયો છે

    ગેજેટ ડેસ્કઃ 4G નેટવર્કમાં હાઇ-સ્પીડ નેટની મજા માણતા લોકો હવે 5G ની રાહ જોઇ રહ્યા છે. વિશ્વની વિવિધ કંપનીઓ 5જી નેટવર્કનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. મોબાઇલ નેટવર્કને કારણે પક્ષીઓના જીવ પર ખતરો સર્જાયો છે તે વાત હાલમાં રીલિઝ થયેલી રજનીકાંતની '2.0'માં દર્શાવવામાં આવી છે. આવી જ ઘટના 5જી નેટવર્કના ટેસ્ટિંગ દરમિયાન બની હતી. નેધરલેન્ડમાં 5G નેટવર્કના ટેસ્ટિંગ દરમિયાન ઘણા પક્ષીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

    297 પક્ષીઓના મોત

    ગેલેક્ટિક કનેક્શન નામની એક વેબસાઇટના દાવા અનુસાર, નેધરલેન્ડના હેગ શહેરમાં 5જી નેટવર્કના ટેસ્ટિંગ દરમિયાન 297 પક્ષીઓના મોત થયા હતા. જે પૈકી 150 પક્ષીઓનું મોત ટેસ્ટિંગ શરૂ થવાના થોડા જ સમયમાં થયું હતું. 5જી ટેસ્ટિંગ દરમિયાન રેડિએશનની એટલી ખરાબ અસર હતી કે નજીકના તળાવમાં બતકોનું વર્તન વિચિત્ર થઇ ગયું ગતું. તેઓ વારંવાર પોતાનું મો પાણીમાં ડૂબાડતા અને બહાર કાઢતાં હતા.

    મોતના કારણની ચાલી રહી છે તપાસ

    નેધરલેન્ડના આ શહેરમાં 5G ટેસ્ટિંગ દરમિયાન રેડિયો ફ્રિક્વન્સી 7.40 ગીગાહર્ટ્ઝ હતી. જો કે, આ વાતની કોઇ સત્તાવાર ખરાઇ કરવામાં નથી આવી. અગાઉ સ્વિત્ઝરલેન્ડમાં 5જી નેટવર્કના ટેસ્ટિંગ દરમિયાન ગાયનું એક સમૂહ અચાનક જ જમીન પર પડી ગયું હતું. ડચ ફૂડ એન્ડ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ સેફ્ટી ઓથોરિટી મૃત્યુ પામેલા પક્ષીઓનું ટેસ્ટિંગ કરી રહી છે, જેથી તેમના મૃત્યુનું સાચું કારણ જાણી શકાય.

    કેન્સરનો પણ ખતરો

    હોલેન્ડના એક એનજીઓના ચેરમેન પીટર કેલીને એક વેબસાઇટને જણાવ્યું હતું કે, 5G ટેક્નોલોજીમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનનો યૂઝ કરવામાં આવે છે, જે જીવ જંતુઓની ચામડીમાં તરત જ પ્રવેશી જાય છે. આ રેડિએશનને કારણે કેન્સરનો ખતરો પણ વધી જાય છે. જો કે, 5જી પ્રમોટર્સનો દાવો છે કે, આ ટેક્નોલોજીથી ડેટા ટ્રાન્સફર અત્યંત ઝડપી બની જશે તથા એનર્જીનો બચાવ થશે. આ ટેક્નોલોજી માટે હાઇએસ્ટ રેડિયો ફ્રિક્વન્સી બેન્ડ્સનો યૂઝ કરવામાં આવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ