Home » Gadgets » Reviews » આઇફોનમાં બેટરી બદલાવો 2000 રૂપિયામાં | Apple battery replacement offer 2000 Rs

એપલની ઓફર, 2000 રૂપિયામાં બદલાવો આઇફોનની બેટરી

Divyabhaskar.com | Updated - Dec 06, 2018, 06:49 PM

તમારા આઇફોનની બેટરી બગડેલી છે કે નહીં આવી રીતે કરો ચેક

  • આઇફોનમાં બેટરી બદલાવો 2000 રૂપિયામાં | Apple battery replacement offer 2000 Rs

    ગેજેટ ડેસ્કઃ એપલ દ્વારા શરૂ કરવામાં આવેલો બેટરી રિપ્લેસમેન્ટ પ્રોગ્રામનો 31 ડિસેમ્બરે અંત આવશે. ત્યારબાદ આઇફોનમાં બેટરી બદલાવવું મોંઘું પડશે. એપલ દ્વારા જાણી જોઇને જૂના આઇફોનને સ્લો કરવાના અહેવાલો સામે આવ્યા પછી એપલે ઓછી કિંમતમાં બેટરી રિપ્લેસ કરવાનો પ્રોગ્રામ શરૂ કર્યો હતો.

    આઇફોનની બેટરી હેલ્થ ચેક કરવાનું ફીચરઃ એપલ બેટરી રિપ્લેસમેન્ટ પ્રોગ્રામમાં આઇફોન 6 કે તેથી ઉપરના આઇફોન એક્સ સુધીના સ્માર્ટફોનમાં બેટરીની કોઇ સમસ્યા હોય તો તેને 2000 રૂપિયામાં ચેન્જ કરી આપવાની જાહેરાત એપલ દ્વારા કરવામાં આવી હતી. તમારા આઇફોનની બેટરીમાં કોઇ સમસ્યા છે કે તે ચેક કરવા માટે Settings માં જાઓ અહીં Battery પર ક્લિક કરો. અહીં તમને "Battery Health" નામનો નવો સેક્શન દેખાશે. અહીં તમને તમારા ફોનની બેટરી કેપેસિટી અંગે માહિતી મળશે. જો કે આ ફીચર iOS 10.2.1 વર્ઝનમાં મળશે.

    એપલની બેટરી રિપ્લેસમેન્ટ ઓફરનો લાભ iPhone 6, iPhone 6 Plus, iPhone 6s, iPhone 6s Plus, iPhone 7, iPhone 7 Plus, iPhone SE, iPhone 8, iPhone 8 Plus અને iPhone X મોડલને મળશે. હાલમાં લોન્ચ થયેલા આઇફોન Xs, iPhone Xs Max અને iPhone Xr ને આ ઓફરનો લાભ નહીં મળે. 31 ડિસેમ્બર પછીથી બેટરી ચેન્જ કરાવવા માટે 3500 રૂપિયા ખર્ચ કરવાના રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ