• Home
  • Gadgets
  • Reviews
  • ક્વિક હીલ વોર્નિંગ એન્ડ્રોઇડ યૂઝર્સ એલર્ટ | Quick Heal found two trojan malware banking apps

તમારા મોબાઇલમાં SBI, ICICI, HDFC સહિતની આ 14 એપ હોય તો એલર્ટ રહેજો

ક્વિક હીલ વોર્નિંગ એન્ડ્રોઇડ યૂઝર્સ એલર્ટ | Quick Heal found two trojan malware banking apps

divyabhaskar.com

Jun 15, 2018, 03:36 PM IST

ગેજેટ ડેસ્કઃ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ માટે સિક્યોરિટી કંપની ક્વિક હીલ સિક્યોરિટી લેબ્સે વોર્નિંગ આપી છે. સિક્યોરિટી કંપનીએ બે બેન્કિંગ ટ્રોજન માલવેર (વાઇરસ) Android.Marcher.C અને Android.Asacub.T ને શોધ્યા છે. જે સૌથી વધારે પોપ્યુલર સોશિયલ મીડિયા અને બેન્કિંગ એપ્સનો યૂઝ કરી ફાઇનાન્શિયલ/બેન્કિંગ ડેટા ચોરે છે. આ બેન્કિંગ વાઇરસ અડોબ ફ્લેશ પ્લેયર જેવા આઇકનનો યૂઝ કરી રહ્યું છે. અને એક વખત સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ થયા પછી આ વાઇરસ યૂઝર્સને એક્ટિવેટ બટનને સિલેક્ટ કરવા માટે ફોર્સ કરી પર્સનલ ડિટેઇલ્સની એક્સેસ મેળવે છે.


ભારતમાં બેંકો ટૂ-ટાઇમ યૂઝર ઓથેન્ટિકેશન સિસ્ટમ યૂઝ કરે છે. સિક્યોરિટી એક્સપર્ટ્સે ચેતવ્યા છે કે, આ વાઇરસ ટૂ-ટાઇમ યૂઝર ઓથેન્ટિકેશનમાં પણ ઘૂસી શકે છે. અર્થાત્ આ સિસ્ટમને નુકસાન પહોંચાડી વાઇરસ તમારા બેન્ક એકાઉન્ટ સુધી પહોંચી શકે છે. આ વાઇરસ હેકર્સને OTP પણ પહોંચાડે છે, જેને કારણે હેકર્સ સરળતાથી તમારા એકાઉન્ટમાંથી પૈસા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે. ક્વિક હીલ સિક્યોરિટી લેબ્સ અનુસાર, હાલમાં શોધાયેલા માલવેરનો સૌથી વધુ ખતરો 14 એપ્સ પર છે.

વાઇરસના ખતરાવાળી બેન્કિંગ એપ્સ
- SBI Anywhere Personal, iMobile by ICICI Bank, HDFC Bank MobileBanking LITE, યુનિયન બેન્ક મોબાઇલ બેન્કિંગ, Baroda mPassbook, Axis Mobile

વાઇરસના ખતરાવાળી સોશિયલ મીડિયા એપ્સ
- વોટ્સએપ, ફેસબુક, સ્કાઇપ, ગૂગલ ક્રોમઃ ફાસ્ટ એન્ડ સિક્યોર, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, બીબર, લાઇન

BHIM એપ દ્વારા હવે દર મહિને મળશે 750નું કેશબેક

X
ક્વિક હીલ વોર્નિંગ એન્ડ્રોઇડ યૂઝર્સ એલર્ટ | Quick Heal found two trojan malware banking apps

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી