રોબો કિચન / ચેન્નઇ બાદ હૈદરાબાદમાં પણ ખુલ્યુ અનોખુ રેસ્ટોરન્ટ, જ્યાં રોબોટ ભોજન પીરસે છે

રોબોટનું નામ બ્યુટી સર્વિસ રોબોટ રાખવામાં આવ્યું છે
રોબોટનું નામ બ્યુટી સર્વિસ રોબોટ રાખવામાં આવ્યું છે
ગ્રાહકોને ભોજન પીરસવાની સાથે તેમની સાથે અંગ્રેજી અને તમિલ ભાષામાં વાત પણ કરે છે
ગ્રાહકોને ભોજન પીરસવાની સાથે તેમની સાથે અંગ્રેજી અને તમિલ ભાષામાં વાત પણ કરે છે
X
રોબોટનું નામ બ્યુટી સર્વિસ રોબોટ રાખવામાં આવ્યું છેરોબોટનું નામ બ્યુટી સર્વિસ રોબોટ રાખવામાં આવ્યું છે
ગ્રાહકોને ભોજન પીરસવાની સાથે તેમની સાથે અંગ્રેજી અને તમિલ ભાષામાં વાત પણ કરે છેગ્રાહકોને ભોજન પીરસવાની સાથે તેમની સાથે અંગ્રેજી અને તમિલ ભાષામાં વાત પણ કરે છે

  • હૈદરાબાદના અલકજર મોલમાં ખુલ્યુ છે રેસ્ટોરન્ટ જ્યાં 4 રોબોટ ભોજન પીરસે છે
  • ચેન્નઇના પોરુરમાં પણ આ પ્રકારનું રેસ્ટોરન્ટ છે, જ્યાં 7 રોબોટની ટીમ છે

divyabhaskar.com

Feb 11, 2019, 12:47 PM IST
ગેજેટ ડેસ્ક. સામાન્ય રીતે રેસ્ટોરન્ટ અને હોટલમાં ગ્રાહકને ભોજન પીરસવાનું કામ માણસો જ કરતાં હોય છે, પરંતુ ચેન્નઇના એક રેસ્ટોરન્ટમાં રોબોટ ગ્રાહકને ભોજન પીરસવાનું કામ કરે છે. ચીન, નેપાળ સહિત ઘણા દેશોમાં આ પ્રકારના રેસ્ટોરન્ટ્સ છે. હવે ભારતમાં હૈદરાબાદ ખાતે આવેલા અલકજર મૉલમાં રોબો કિચન નામના રેસ્ટોરન્ટમાં રોબોટ ગ્રાહકોને ભોજન પીરસે છે. આ રોબોટનું નામ બ્યુટી સર્વિસ રોબોટ રાખવામાં આવ્યું છે.

ટેબ પર ઓર્ડર આપે છે ગ્રાહક

હૈદરાબાદના આ રેસ્ટોરન્ટમાં આવનારા ગ્રાહકોમાં એક ટેબ આપવામાં આવે છે, જેની પર તે મેન્યૂ ઓર્ડર કરે છે. ત્યાર બાદ ઓર્ડર કિચનમાં જાય છે અને ભોજન બન્યાં બાદ રોબોટ ગ્રાહકોને ઓર્ડર આપેલી વાનગીઓ પીરસે છે.
આ રેસ્ટોરન્ટમાં ચાર રોબોટ છે જે ગ્રાહકોને ભોજન પીરસે છે. આ રોબોટને દિવસ દરમિયાન ઉપયોગ કરવા માટે ત્રણ કલાક ચાર્જ કરવામાં આવે છે. આ રેસ્ટોરન્ટના પાર્ટનર મણિકાંતે જણાવ્યું કે, ચેન્નઇમાં પહેલેથી આ પ્રકારનું રેસ્ટોરન્ટ છે, અને અમે હૈદરાબાદમાં આ પ્રકારનું રેસ્ટોરન્ટ શરૂ કરવા માંગતા હતા. ગ્રાહકોએ આ રેસ્ટોરન્ટને ખુબ જ પસંદ કર્યું છે.
3. ચેન્નઇના પોરુરમાં ખુલ્યુ હતુ પહેલુ રેસ્ટોરન્ટ
આ મહિનામાં ચેન્નઇના પોરુરમાં દેશનું પહેલુ આ પ્રકારનું રેસ્ટોરન્ટ ખોલવામાં આવ્યું હતું. જ્યાં રોબોટ ગ્રાહકોને ભોજન પીરસે છે. આ રેસ્ટોરન્ટમાં 7 રોબોટની ટીમ છે, જે ગ્રાહકોને ભોજન પીરસવાની સાથે તેમની સાથે અંગ્રેજી અને તમિલ ભાષામાં વાત પણ કરે છે. આ રેસ્ટોરન્ટમાં રિસેપ્શન પર ફીમેલ રોબોટને બેસાડવામાં આવી છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી