• Home
  • Gadgets
  • Latest
  • 24 year old boy killed electrocuted while using earphones plugged into charging phone in thailand

ચેતવણી / ફોન ચાર્જિંગમાં રાખી યુવાન ઈયરફોનથી ગીત સાંભળતો હતો, વીજ કરંટ લાગતા મોત નિપજ્યું

24 year old boy killed electrocuted while using earphones plugged into charging phone in thailand
X
24 year old boy killed electrocuted while using earphones plugged into charging phone in thailand

  • અગાઉ પણ આવી રીતે વીજ કરંટથી મોત થવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે
  • યુવક ભાડાના મકાનમાં રહેતો, મકાન માલિક પહોંચતા ઘટના પ્રકાશમાં આવી

Divyabhaskar.com

Feb 07, 2019, 11:39 AM IST
ગેજેટ ડેસ્ક. થાઈલેન્ડના ચોનબુરી વિસ્તારમાં રહેતા ક્રિસ્ટાડા સુપોલનું નજીવી ભુલના કારણે મોત નિપજ્યુ હતુ. કારણ એવું હતુ કે, 24 વર્ષિય કિસ્ટાડા રાત્રે સુતિ વખતે પોતાનો ફોન ચાર્ગિંમાં રાખી તે સમયે જ ઈયરફોન વડે ગીતો સાંભળી રહ્યો હતો. તેવામાં કરંટ લાગવાથી તેનું મોત થયુ હતુ. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ ક્રિસ્ટાડાએ ઈરયફોનને મોઢેથી દબાવીને રાખ્યા હતા જેના કારણે તેને કરંટ લાગ્યો હતો.

આ ઘટનાથી સૌએ બોધપાઠ લેવો જોઈએ

1. કરંટ લાગતા યુવકના કાન પણ બળી ગયા
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ ચોનબુરી વિસ્તારમાં 24 વર્ષિય ક્રિસ્ટાડા ભાડાના મકાનમાં રહેતો હતો. મકાન માલિક તેના ઘરે પહોંચ્યા ત્યારે તેમણે ક્રિસ્ટાડાને મૃત હાલતમાં પડેલો જોતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે પણ યુવાનું મોત કરંટ લાગવાથી જ થયુ હોવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે એમ પણ જણાવ્યું કે કરંટ એટલો જોરદાર હતો કે યુવકનાં કાન પણ બળી ગયા છે. 
2. ફોન સેમસંગનો પણ ચાર્જર લોકલ કંપનીનું
ચોનબુરી પોલીસનું કહેવું છે કે, ક્રિસ્ટાડા પાસે ફોન તો સેમસંગ કંપનીનો જ હતો. પરંતુ ચાર્જર લોકલ કંપનીનું હતુ. જેના કારણે ફોનમાં ચાર્જિંગ કરતી વખતે યુવકને વીજ કરંટ લાગ્યો. પોલીસે વધુમાં ઉમેર્યુ કે, ક્રિસ્ટાડાના  મોત બાદ લોકોએ બોધપાઠ લેવો જોઈએ. કારણ કે ઘણા લોકો નકલી ચાર્જરનો પણ ઉપયોગ કરતા હોય છે અને ફોન ચાર્જિંગમાં રાખીને પણ વાત કરતા હોય તે તે ટાળવું જોઈએ.
3. મલેશિયામાં પણ બાળકનું મોત થયું હતું
કાનમાં ઈરયફોન લગાવીને સુઈ ગયા બાદ મોત નિપજ્યા હોવાના કિસ્સા અગાઉ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં મલેશિયાના રહિશ 16 વર્ષિય મોહમ્મદ આદિલ અજહર જહરીનનું પણ આવી જ રીતે મોત થયુ હતુ. મોહમ્મદે કાનમાં ઈરફોન લગાવ્યા હતા અને ત્યારે જ તેને કરંટ લાગતા મોત થયુ હતુ. તો ફેબ્રુઆરી 2018માં બ્રાઝિલમાં 17 વર્ષની લુઈજા પિનહીયરો પણ ફોન ચાર્જિંગમાં રાખીને તેમાં ઈરયફોન લગાવી ગીતો સાંભળી રહી હતી. તેવામાં વીજ કરંટ લાગતા ઈરફોન કાનમાં જ ઓગળી ગયુ હતુ. અને લુઈજાનું મોત થયુ હતુ. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી