PUBG ગેમર્સ માટે આવ્યા સારા સમાચાર, નવા અપડેટમાં મળશે આ ફીચર્સ

PUBG Mobile Season 4 new features will add in new updates

divyabhaskar.com

Nov 20, 2018, 03:07 PM IST

ગેજેટ ડેસ્કઃ પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ(PUBG) દુનિયાભરમાં ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. કોમ્પ્યુટર બાદ હવે મોબાઈલમાં પણ આ આવી ચૂકી છે અને ભારતમાં પણ તેના યૂઝર્સ ઝડપથી વધી રહ્યા છે. કંપની આ મોબાઈલ ગેમની ચોથી સીઝન લાવવાની તૈયારીમાં છે. PUBGની બેટલ રોયલ ગેમ થર્ડ સીઝન 18 નવેમ્બરમાં ખતમ થઈ ચૂક્યું છે.

4th સીઝનમાં જોડાશે નવા ફીચર્સ


PUBGના 4th સીઝનમાં ઘણા નવા ફીચર્સ જોડાશે. સ્માર્ટપોન યૂઝર્સ પાસે 20 નવેમ્બરના રોજ PUBGની નવી સીઝનની અપડેટ મળશે. 21 નવેમ્બરના રોજ તેના માટે ગ્લોબર સર્વર્સ કનેક્ટ કરી શકાશે એટલે કે 21એ બધા ડિવાઈસમાં તેને એક્સેસ કરી શકાશે. ગેમર્સ માટે સારા સમાચાર એ છે કે અપડેટ થવા દરમિયાન ગેમ ઓફલાઈન નહીં થાય. મહત્વની વાત એ છે કે, લેટેસ્ટ વર્ઝનના PUBGમાં સીઝન 3ના રેકિંગ અને સ્કોર્ડ ગણવામાં આવશે નહીં. નવા જૂના બધા યૂઝર્સને એકદમ નવી રીતથી શરૂઆત કરવી પડશે.

હોલિવૂડ ફિલ્મ કેરેક્ટર પણ જોવા મળશે


નવા અપડેટ બાદ આ ગેમમાં હોલિવૂડ ફિલ્મ સુસાઈડ સ્ક્વોડના કેરેક્ટર્સ હાર્લી ક્વિન અને જોકર પણ જોવા મળશે. આ સિવાય હવે એસોલ્ટ રાઈફલ M762 પણ મળશે. વેપન્સને રિવેમ્પ કરવામાં આવ્યા છે. નવા બેકપેક્સ, વ્હીકલ્સ, એરોપ્લેન અને પેરાશૂટ પણ મળશે. આ અપડેટમાં સૈનહોક મેપ્સમાં પણ થોડા ફેરફાર જોવા મળશે અને સાથે જ અહીંયા સ્કૂટર્સ પણ દેખાશે.

અહેવાલો પ્રમાણે, આ વખતે એર્કેડમાં હાર્ડકોર મોડ પણ આપવામાં આવશે. જોકે, આ કોમ્પ્યુટર માટે છે. તેમાં મેપ્સ પર દુશ્મનના ફૂટપ્રિન્ટ્સ નહીં દેખાય. એ પણ ખબર નહીં પડે કે, ફાયરિંગ ક્યાંથી થઈ રહ્યું છે.

આ પણ વાંચો - હવે YouTube પર ફ્રીમાં જોઈ શકાશે લેટેસ્ટ ફિલ્મ, નવા ફીચરની થઈ શરૂઆત

X
PUBG Mobile Season 4 new features will add in new updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી