એન્ડ્રોઈડ સ્માર્ટફોનના આ 10 કોડ જે બગડેલું કામ બનાવી દેશે, તમે પણ નોંધી લો

એન્ડ્રોઈડ ફોનના અમુક એવા કોડ જે તમને બહુ કામ લાગશે

divyabhaskar.com | Updated - Dec 01, 2018, 03:08 PM
Note this code of Android smartphone that will make a your bad job

ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોન આજકાલ આપણો હમસફર બની ચૂક્યો છે. જો એમ કહેવામાં આવે કે, આપણી સૌથી નજીક આપણો સ્માર્ટફોન હોય છે. આપણે આપણા પરિવાર કરતા સ્માર્ટફોનનું વધારે ધ્યાન રાખીએ છીએ. તમારામાંથી ઘણા લોકો પાસે એન્ડ્રોઈડ સ્માર્ટફોન હશે, કારણ કે એન્ડ્રોઈડ સ્માર્ટફોન વાપરવામાં સરળ છે અને કિંમત પણ ઓછી છે. આજે અમે તમને એન્ડ્રોઈડ ફોનના અમુક કોડ વિશે જણાવી રહ્યા છીએ, જે તમને બહુ કામ લાગશે.

*#*#34971539#*#*: આ કોડ ફોનના કેમેરા વિશે સંપૂર્ણ જાણકારી આપે છે.

*#*#4636#*#* : આ કોડથી તમે ફોનની તમામ જાણકારી જોઈ શકો છો. જેમ કે, બેટરી, મોબાઈલની ડિટેલ, વાઈફાઈની જાણકારી, એપ યૂઝેસ સહિત તમામ જાણકારી મેળવી શકો છો.

*2767*3855# : આ કોડને ડાયલ કરવાથી તમારો ફોન રિસેટ થઈ જશે. ફોન મેમરી ડિલીટ થઈ જશે. આ કોડનો ઉપયોગ જરૂર થતા જ વાપરો. નહીં તો તમારા ફોનનો ડેટા ખતમ થઈ જશે.

*#*#2664#*#* : આ કોડની મદદથી તમે તમારા ફોનની ટચ સ્ક્રીનનો ટેસ્ટ કરી શકો છે કે તે સરખી રીતે કામ કરી રહી છે કે નહીં.

*#*#0842#*#* : આ કોડની મદદથી ફોનનું વાઈબ્રેશન ટેસ્ટ કરી શકાય છે.

*#21#: આ કોડથી તમે જાણી શકો છો કે તમારા મેસેજ, કોલ કે કોઈ અન્ય ડેટાને ક્યાંક બીજી જગ્યાએ ડાયવર્ટ તો નથી કરાઈ રહ્યો ને?

*#06#: આ કોડની મદદથી તમે IMEI નંબર જાણી શકો છો. આ કોડથી જ કોઈ પણ ફોનની ઓળખ થાય છે. બધા ફોન માટે આ કોલ અલગ-અલગ હોય છે. આ નંબરથી પોલીસ ફોન ટ્રેક કરી શકે છે.

*#62#: ઘણી વાર તમારો નંબર no-service કે no-answer બોલે છે. એવામાં આ કોડને તમે તમારા ફોનમાં ડાયલ કરી શકો છો. આ કોડની મદદથી તમે જાણી શકશો કે તમારો ફોન કોઈ બીજા નંબર પર રી-ડાયરેક્ટ કર્યો છે કે નહીં.

##002#: આ કોડની મદદતી એન્ડ્રોઈડ ફોનના બધા ફોરવર્ડિંગને ડી-એક્ટિવ કરી શકો છો. જો તમને લાગે છે કે, તમારો કોલ ક્યાંક ડાયવર્ટ થઈ રહ્યો છે તો તમે આ કોડને ડાયલ કરી શકો છો.

*43#: આ કોડની મદદથી તમે તમારા ફોનમાં કોલ વેટિંગ સર્વિસ ચાલુ કરી શકો છો ત્યારે #43# ડાયલ કરીને તેને બંધ પણ કરી શકો છો.

આ પણ વાંચો - 4G નેટવર્ક હોવા છતાં પણ નથી મળી રહી સ્પીડ તો ફટાફટ તમારા સ્માર્ટફોનમાં કરી લો આ સેટિંગ

Note this code of Android smartphone that will make a your bad job
Note this code of Android smartphone that will make a your bad job
X
Note this code of Android smartphone that will make a your bad job
Note this code of Android smartphone that will make a your bad job
Note this code of Android smartphone that will make a your bad job
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App