Home » Gadgets » Latest » in India Philips launch massive lineup of LED TVs prices start from Rs 9990

Phillips એ લોન્ચ કર્યા LED અને સ્માર્ટ ટીવી, સૌથી સસ્તું 9990 રૂપિયાનું

Divyabhaskar.com | Updated - Nov 30, 2018, 11:54 AM

અન્ય એક કંપનીએ આ અઠવાડિયે જ LCD TV લોન્ચ કર્યા છે, જેની કિંમત માત્ર 3999 રૂપિયા છે

  • in India Philips launch massive lineup of LED TVs prices start from Rs 9990
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ગેજેટ ડેસ્કઃ Philipsએ ભારતમાં નવા સ્માર્ટ LED TV લોન્ચ કર્યા છે. તેમાં 7 નોન-સ્માર્ટ અને સ્માર્ટ LED TV સામેલ છે. તેમાં 22-ઈંચ અને 65 ઈંચ ડિસ્પ્લેવાળા LED TV છે. 22 ઈંચ ફુલ એચડી LEDની કિંમત 9,990 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે 65 ઈંચ 4k અલ્ટ્રા-સ્લિમ Philips Ambilight 65PUT6703Sની કિંમત 1,49,990 રાખવામાં આવી છે.

    Philipsએ નવા LED TVને ગ્રાહક ડિસેમ્બરના મિડથી ઓફલાઈન સ્ટોરથી ખરીદી શકે છે. Philips 65 ઈંચના સ્માર્ટ ટીવી ખાસિયત વિશે વાત કરીએ તો તેમાં 3-sided Ambilight છે, જે ફિલ્મ અને ગેમ્સને શાનદાર રીતે પોતાની સામે બતાવશે. તેમાં પાર્ટી મોડ પણ સામેલ છે. સાથે જ તેમાં ઓનલાઈન વીડિયો સ્ટ્રીમનો પણ આનંદ લઈ શકો છો. તેના ત્રણ સાઈડમાં LED લાઈટ લાગેલી છે, જે ટીવીમાં ચાલી રહેલા કન્ટેન્ટના હિસાબે બદલાતી રહેશે. ઉલ્લેખનીય છે કે, પહેલા પણ Philipsએ ઘણા સ્માટ્ર ટીવી લોન્ચ કર્યા છે.

    ઉલ્લેખનીય છે કે, ડીટલે ભારતમાં આ અઠવાડિયે જ LCD TV લોન્ચ કર્યું છે, જેની કિંમત માત્ર 3999 રૂપિયા છે. આ LCD TVને ગ્રાહક ડીટલની વેબસાઈટ અને મોબાઈલ એપથી ખરીદી શકે છે. એમેઝોન અને ફ્લિપકાર્ટની વેબસાઈટ પર ડીટલના LCD TVને આગામી વર્ષે એટલે કે 2019માં ખરીદી શકો છો. તેની સ્ક્રીન 19 ઈંચની છે. તેની ખાસિયત એ છે કે ઓછા ભાવમાં તમને એચડીએમઆઈ આઉટપુટ આપશે. આ સિવાય તેમાં યુએસબી મલ્ટીમીડિયા અને પીસી કનેક્ટિવિટી પણ મળશે. ટીવી પેનલની સાઈડમાં 2 સ્પીકર આપેલા છે. તેને 12W સ્પીકરથી ક્લિયર ઓડિયો આઉટપુટ આવવાની આશા છે. આટલું જ નહીં કંપનીએ 24થી 65 ઈંચની શ્રેણીમાં પણ ટીવી રજૂ કર્યું છે. જોકે, તેના 10 મોડલ જ બજારમાં આવ્યા છે.

    આ પણ વાંચો - એરટેલ, વોડા-આઈડિયાના 71 કરોડ ગ્રાહકો માટે આવ્યું નવું અપડેટ: કંપનીઓ 35 રૂપિયાનું મિનિમમ રિચાર્જ ના કરાવનારનું બંધ કરી રહી છે સિમ, આટલી વખત રિમાઈન્ડર મોકલ્યા બાદ હવે ડાયરેક્ટ બંધ કરી રહી છે સિમ

  • in India Philips launch massive lineup of LED TVs prices start from Rs 9990
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • in India Philips launch massive lineup of LED TVs prices start from Rs 9990
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ